આ 5 વિશ્વસુંદરી સાથે કામ કરવા છતાં પણ ખરાબ રીતે ફ્લોપ થયો આ એક્ટર – હજુ પણ બોલીવુડમાં નામ નથી મેળવી શક્યો

જરૂરી નથી કે બાપ સુપરસ્ટાર હોય તો દીકરો પણ સુપરસ્ટાર જ બંને. અને તેનું એકમાત્ર ઉદાહરણ છે અભિષેક બચ્ચન. અમિતાભને આજે બોલીવુડમાં શહંશાહના નામથી ઓળખવામાં આવે છે. અમિતાભની એક્ટિંગ  અને તેના જબરદસ્ત અવાજની દુનિયા દીવાની છે. પરંતુ તેના દીકરા અભિષેક સાથે બિલકુલ તેનું ઉલટું થયું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આટલા વર્ષ કામ કરવા છતાં પણ આજે તે કઈ ખાસ કરી નથી શક્યા.

19 વર્ષ એક એક્ટરની જીંદગીમાં ખુબ જ મહત્વના હોય છે. અભિષેકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેની જિંદગીના કિંમતી 19 વર્ષ આપ્યા તેમ છતાં તેને કોઈ ખાસ ઓળખાણ મળી નથી. પરંતુ કહેવાય છે કે ફિલ્મની સ્ટારકાસ્ટ મોટી હોય તો ફિલ્મ આપોઆપ હીટ થઇ જાય છે પરંતુ અભિષેક આ મામલે પણ અનલકી સાબિત થયો. અભિષેકે તેના કરિયરમાં આજસુધી 5 વિશ્વસુંદરીઓ સાથે પણ કામ કર્યું પરંતુ તેમ છતાં તે સફળ ન રહ્યો.

જૈકલીન ફર્નાડીસ :

શ્રીલંકાઈ બ્યુટી જૈકાલીન ફર્નાડીસ મિસ યુનિવર્સ રહી ચુકી છે. ફિલ્મ “હાઉસફૂલ 3” માં જૈકલીન અભિષેક સાથે જોવા મળી હતી. જો કે તે તેની સામે નહતી, ફિલ્મ તો હિટ સાબિત થઇ પરંતુ અભિષેકને તેનો કોઈ ખાસ ફાયદો ન મળ્યો.

પ્રિયંકા ચોપડા :

આ લીસ્ટમાં આગલું નામ આવે છે વિશ્વસુંદરી અને ભારતની દેશીગર્લ પ્રિયંકા ચોપડાનું. ફિલ્મ “દોસ્તાના” માં પ્રિયંકા અભિષેક બચ્ચન અને જોન અબ્રાહમની સાથે જોવા મળી હતી. તેના સિવાય તે અભિષેક સાથે “દ્રોણા”, “બ્લફમાસ્ટર” જેવી ફિલ્મો પણ કરી છે. કારણ જોહરની ફિલ્મ ‘દોસ્તાના’ હીટ રહી હતી પરંતુ બાકીની બંને ફિલ્મો આજે કોઈને યાદ પણ નથી.

લારા દત્તા :

વર્ષ 2003 માં ફિલ્મ ‘મુંબઈ સે આયા મેરા દોસ્ત’ આવી હતી. તે ફિલ્મમાં તેની સાથે બ્રહ્માંડ સુંદરી લારા દત્તા હતી. અમુક લોકોને તો ખબર પણ નહિ હોય કે આવી પણ કોઈ ફિલ્મ આવી હતી. આ બ્રહમાંડ સુંદરી સાથે કામ કરવા છતાં અભિષેકનું કરિયર ચમકી ન શક્યું. આ જોડી બીજી વખત વર્ષ 2007માં ફિલ્મ ‘ઝૂમ બરાબર ઝૂમ’ માં જોવા મળી હતી પરંતુ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી.

એશ્વર્યા રાય :

અભિષેકની પત્ની એશ્વર્યાને આજે ઇન્ટરનેશનલ લેવલ પર લોકો ઓળખે છે. અભિષેક અને એશ્વર્યા ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે પરંતુ તેમાથી માત્ર ‘ગુરુ’ હીટ થઇ હતી. તેના સિવાય તે ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’, ‘કુછ ન કહો’, ‘રાવણ’ અને ‘સરકાર રાજ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા પરંતુ આ બધી ફિલ્મો ફ્લોપ ગઈ.

સુષ્મિતા સેન :

એટલું જ નહિ પરંતુ અભિષેક બચ્ચન બ્રહમાંડ સુંદરી સુષ્મિતા સેન સાથે વર્ષ 2001 માં આવેલ ફિલ્મ ‘બસ ઇતના સા ખ્વાબ હૈ’ માં પણ કામ કરી ચુક્યા છે પરંતુ આ ફિલ્મએ પણ બોક્સ ઓફીસ પર દમ તોડી દીધું હતું. ફિલ્મમાં રાની મુખર્જી લીડ રોલમાં હતી તેમ છતાં ફિલ્મ હિટ ન ગઈ. જો કે સુષ્મિતા સેનનો રોલ ફિલ્મમાં નાનો હતો પરંતુ તે અભિષેક સાથે જોવા મળી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!