વસ્તુની કીમત ૯૯, ૧૯૯ કે ૧૦૯૯ કેમ રાખવામાં આવે છે? આ કારણ છે ૧ રૂપિયો ઓછો રાખવાનું – વાંચો

મિત્રો તમે મોલમાં કે મોટા મોટા શો રૂમમાં જોતા હસો કે કોઈ પણ વસ્તુની પ્રાઈસ 48/-, 99/-, 199/-, 299/-, 999/- આવી રીતે લગાડેલી હોય છે. જો કે તમે આ વાત જાણવાની કોશીસ કરી પણ હશે પરંતુ કદાચ તમે પુરેપુરી સચ્ચાઈ નહિ જાણી શક્યા હોય. આજે આપણે આ આર્ટીકલ માં જાણીશું કે આખરે આ કંપનીઓ પ્રાઈઝમાં 1 રૂપિયો ઓછો કેમ રાખે છે.

1 મિત્રો મૂળ કિંમતમાં એક રૂપિયો ઓછો રાખવાથી માર્કેટિંગ પર ખુબ જ અસર અસર પડે છે. તેનાથી સેલને મોટો ફાયદો એ છે કે વ્યક્તિ આ રકમ જોઇને તેના તરફ આકર્ષિત થાય છે. એટલે કે ટેગ માં 900 રૂપિયાની વસ્તુમાં 899/- નું ટેગ મારવામાં આવે તો લોકોની પહેલી નજર ૮૦૦ પર પડે છે અને તેના તરફ આકર્ષિત થાય છે.

2 બીજો મોટો ફાયદો પણ સેલર ને એ છે કે મોટા મોટા શો રૂમમાં અથવા મોલમાં લોકો ખરીદી કરતી વખતે 1 રૂપિયા સામે નથી જોતા. એટલે કે લોકો જો 800, 900 ની વસ્તુ કરીદે છે તો એક રૂપિયો પાછો લેતા નથી. આવા સમયે સેલરનો એક રૂપિયો બચી જતો હોય છે અથવા જો તે રુપીનાનાં બદલામાં કોઈ વસ્તુ આપે તો તે વસ્તુમાં પણ તેને કમાણી થતી હોય છે.

3 ધારો કે ભારતમાં કોઈ મોટી કંપનીની ૨૦૦ રીટેલ શોપ હોય અને દરેક શોપ પર રોજના 100 કસ્ટમર આવતા હોય તો 365 દિવસમાં સરેસાર અંદાજે 73 લાખ રૂપિયા એક એક રૂપિયો છોડીને જતા રહે તો તેની ગણતરી હોસાબોમાં થતી નથી. જો કે આ પૈસાને આપણે બ્લેકમાની પણ કહી શકીએ. સેલરને રોજ એક એક રૂપિયો કરીને હજારો રૂપિયાનો ફાયદો થયો હોય છે. તેથી તમે જ્યારે પણ ખરીદી કરો રૂપિયો પાછો લેવાનું ચૂકશો નહિ.

4 ઓનલાઈન સોપિંગ કરતી વખતે આ પ્રાઈઝ સામે આવતી હોય છે પરંતુ તેનાથી સેલરને કોઈ ફરક પડતો નથી કેમ કે નેટ બેન્કિંગ કે અન્ય ઓનલાઈન પેમેન્ટ માં આપણે તેમાં લખેલી કિંમત જ આપતા હોય છે. તેથી અહી આ પ્રાઈઝ થી માત્ર સાઇકોલોજિકલ માર્કેટિંગ નો જ ફાયદો થાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!