આ કારણથી પાર્ટનર કરતા હોય છે એક બીજાનો ફોન ચેક – થઇ જાવ સાવધાન, આટલું ધ્યાન રાખો

પતિ પત્નીનો સંબંધ ખુબ જ મજબુત હોય છે, અને લગભગ દરેક પતિ પત્ની તેના સુખ દુખની વાત એકબીજા સાથે શેર કરતા હોય છે. પરંતુ ઘણા પતિ-પત્ની એવા પણ હોય છે જે તેના પાર્ટનરની અંગત લાઈફમાં દાખલગીરી કરતા હોય છે અને તેની દરેક પલની ખબર  રાખે છે. એટલું જ નહિ પરંતુ ઘણા પાર્ટનર તો એવા પણ હોય છે જે તેના પાર્ટનર ના મોબાઈલમાં હંમેશા ઝંખ્યા કરે છે.

શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આખરે શા માટે પતિ પત્ની એકબીજાનો ફોન ચેક કરતા હોય છે, તો ચાલો આજે જાણીએ. હાલમાં જ એક સર્વે કરવામાં આવ્યો અને તે સર્વે દરમીયાન એ વાત જાણવાની જ કોશિશ કરવામાં આવી કે આખરે પતિ પત્ની શા માટે એકબીજાનો ફોન ચેક કરતા હોય છે.

આ સર્વે અનુશાર જાણવા મળ્યું છે કે વધુભાગે પુરુષો જ પત્નીઓનો ફોન ચેક કરે છે. આ સર્વેના આંકડા મુજબ લગભગ 34 ટકા મહિલાઓ અને 62 ટકા પુરુષો તેના પાર્ટનરનો ફોન ખબર વગર ચેક કરે છે.

આ કારણથી કરે છે ફોન ચેક :

પાર્ટનર પર શક કરવો :

પોતાના પાર્ટનરનો ફોન ચેક કરવાનું સૌથી મુખ્ય કારણ શક છે. જે લોકો તેના જીવનસાથી પર શક કરે છે તે હંમેશા તેના પાર્ટનરનો ફોન ચેક કરતા રહે છે. તેમજ પોતાના પાર્ટનર પર આત્મવિશ્વાસની કમી હોવાના કારણે પણ તેનો ફોન ખબર વગર ચેક કરતા હોય છે.

પ્રેમની કમી હોવી :

કોઈ પણ સંબંધનો આધાર પ્રેમ હોય છે અને જો તમારું પાર્ટનર તમને ખુબ જ પ્રેમ કરે છે તો તે તમારો ફોન ક્યારેય પણ તમારી મરજી વિરુદ્ધ જઈને ચેક નહિ કરે. તેથી જો તમારો પાર્ટનર તમારો ફોન વધુ ચેક કરે તો સમજી લો કે તે તમને પ્રેમ નથી કરતો તેમજ ક્યાંકને ક્યાંક સંબંધથી સંતુષ્ટ નથી.

આપી રહ્યા છે તમને દગો :

જ્યારે તમારું પાર્ટનર તમને દગો દેવા લાગે ત્યારે તમારી પર્સનલ લાઈફમાં વધુ દખલગીરી કરવા લાગે છે અને તમારો વાંક કાઢવા માટે ગમે તે ગાળ સુધી જઈ શકે છે. એવામાં તમારા ફોન દ્વારા તમારી ભૂલ શોધવા લાગે છે. તેથી જ્યારે પણ તમને ખબર પડે કે તે તમને દગો આપે છે, તો તેની ભૂલ છુપાવવા માટે તે તમારું ભૂલો નો સહારો લઇ શકે.

સંબંધ પુરા કરવા માંગે છે :

જો તમારો પાર્ટનર વારંવાર તમારો ફોન ચેક કરતો હોય અને ઝઘડો કરતો હોય તો સમજી લો કે તે તમારી સાથે સંબંધ પુરા ખતમ કરવા માંગે છે. અને સંબંધ ખતમ કરવા માટે કોઈ કારણની શોધમાં છે.

જો તમારો પાર્ટનર તમારો ફોન હદથી વધુ ચેક કરવા લાગે તો ઉપર જણાવેલા કારણો પર ફોકસ કરીને સમજી લો કે આખરે તમારો પાર્ટનર તમારાથી શું ઈચ્છે છે?

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!