જયારે જયા બચ્ચને ઐશ્વર્યા ને કહેલું “શરમ જેવું તો કઈ બચ્યુ જ નથી..” – આવું કરેલું વિશ્વ સુંદરીએ

રાજ્ય સભા સાંસદ અને બોલિવુડની અભિનેત્રી જયાં બચ્ચન સામાજિક મુદ્દે બેબાકળી બનીને વાત કરતી નજરે પડી છે, જેના કારણે એણે એની પુત્રવધૂ ઐશ્વર્યાને પણ આડે હાથ લીધી હતી. જી હા, જયા બચ્ચને એક વાર આજ કાલ જે ફિલ્મો બની રહી છે તેના વિષે મોટું મંતવ્ય રજૂ કર્યું હતું, અને આ મંતવ્ય એણે ત્યારે દીધું હતું, જયારે ઐશ્વર્યારાયની ફિલ્મ ‘ એ દિલ હૈં મુશ્કિલ ‘ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ જોઈને જયા બચ્ચને જાહેરમાં જ ઐશ્વર્યાનું નામ લીધા વિના જ નિશાન સાધ્યું હતું. તો આવો જાણીએ આ લેખમાં આપનાં માટે શું ખાસ છે..?

ફિલ્મ ‘ એ દિલ હૈં મુશ્કિલ ‘ માં ઐશ્વર્યા રાયના કામથી સમગ્ર બચ્ચન પરિવાર નારાઝ હતો, જેના કારણે જયા બચ્ચનની નારાઝગી પણ જગ જાહેર થઈ ગઈ હતી. હકીકત એવી છે કે, ફિલ્મ’ એ દિલ હૈં મુશ્કિલ’ માં ઐશ્વર્યા રાયે બોલ્ડ સીન આપ્યા હતા, જેના કારણે બચ્ચન પરિવાર નારાઝ થઈ ગયો હતો અને જયા બચ્ચન એક ફિલ્મ સમારંભમાં ઐશ્વર્યાનું નામ લીધા વિના જ એના પર નિશાન સાધ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે,’ એ દિલ હૈં મુશ્કિલ’ પછી ઐશ્વર્યાએ બોલ્ડ સીન આપવાનું બંધ કરી દીધું છે.

ઐશ્વર્યા પર ગુસ્સે થઈ હતી જયા બચ્ચન:


ફિલ્મ ‘ એ દિલ હૈં મુશ્કિલ’ રિલીઝ થયા બાદ જ્યારે જયા બચ્ચને ઐશ્વર્યા રાયના બોલ્ડ સીન જોયા તો તે ઘણી ગુસ્સે થઈ અને એણે આજ કાલ જે ફિલ્મો બની રહી છે એના પર ઘણા સવાલો ઉઠાવ્યા હતા. અને સાથે જ એક ફિલ્મ સમારોહમાં જયા બચ્ચને કહ્યું હતું કે, આજ કાલ ફિલ્મોમાં જરા પણ શરમ રહી નથી. સાથે જયાએ એવું પણ કહ્યું હતું કે, પહેલાં તો નિર્માતા માત્ર પોતાની કલાની પ્રસ્તુતિ કરતા હતા અને આજે એમણે ફિલ્મોને પોતાનો વ્યવસાય બનાવી લીધો છે અને એના આધારે જ ફિલ્મ બનાવે છે

બોલીવૂડે રૂપિયા સાથે લગ્ન કરી લીધા છે – જયા બચ્ચન :


જયા બચ્ચને આગળ એવું પણ કહ્યું કે, બોલીવુડે રૂપિયા સાથે લગ્ન કરી લીધા છે, જેના કારણે બોક્સ ઓફિસ પર માત્ર કલેક્શન જોવા મળે છે. સાથે એમણે એવું પણ કહ્યું કે, અભિનેત્રીઓમાં શરમ રહી નથી, કેમકે તેઓ ટૂંકા વસ્ત્રો પહેરીને આઈટમ સોંગ કરે છે. જયા બચ્ચને કહ્યું કે, ફિલ્મો મુંબઈના લોકો બનાવે છે, જેના કારણે તેઓ પશ્વિમી સંસ્કૃતિના પ્રભાવમાં આવીને એવા જ વિચારો તે ફિલ્મોમાં ઉમેરે છે અને બોલ્ડ સીન રજૂ કરે છે.

ખલનાયિકાની જરૂર જ નથી – જયા બચ્ચન :


જયા બચ્ચને પોતાની વાત આગળ વધારતા એવું કહ્યું હતું કે, પહેલાંની ફિલ્મોમાં ખલનાયિકાની જરૂર રહેતી, જ્યારે અત્યારે તો આ કામ પણ હિરોઇન જ કરી રહી છે. જેના કારણે ખલનાયિકાની કોઈ જરૂર જ રહેતી નથી. સાથે જ જયા બચ્ચને કહ્યું કે, આજ કાલની ફિલ્મો જોઈને તે હેરાન થઈ જાય છે અને તેનું મન કરે છે કે તે કઈક દૂર શાંત જગ્યાએ ચાલી જાય, જેથી આ બધાથી બચી રહે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!