એશ્વર્યાએ તેના મોબાઈલ કવર પર પ્રિન્ટ કરાવ્યું કંઈક આવું – ફોટો Zoom કરીને જોતા જ ચોંકી જશો

વર્ષ 1994માં મિસ વર્લ્ડ રહી ચૂકેલ અને હાલમાં બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા રાયને તો આજે બધા ઓળખે જ છે, તેની ઓળખાણ આપવાની ક્યાય જરૂર નથી. એશ્વર્યાએ તેના કરિયરમાં ઘણીબધી હિટ ફિલ્મો આપી છે. એશ્વર્યાના ફેંસ માત્ર ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં છે.

એશ્વર્યા રાય નાં લગ્ન બોલીવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચનનાં પુત્ર અભિષેક બચ્ચન સાથે થયા છે. જો કે એ પહેલા એશ્વર્યાનું નામ બોલીવુડના અન્ય એકટરો સાથે પણ જોડાઈ ચુક્યું છે, તમને વિશ્વાસ નહિ આવે પરંતુ એશ્વર્યાનું નામ સલમાન ખાન સાથે પણ જોડાઈ ચુક્યું છે. તેમજ વિવેક સાથે પણ તેના અફેરની ચર્ચાઓ હતી.

એશ્વર્યાની અભિષેક સાથે પહેલી મુલાકાત વર્ષ 2000 માં થઇ હતી તેમજ અભિષેકે ફિલ્મ ગુરુ નાં શૂટિંગ દરમિયાન સેટ પર જ એશ્વર્યાને પ્રપોઝ કરી દીધું હતું. ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા અને આજે બંનેને એક આરાધ્ય નામની દીકરી પણ છે અને એશ્વર્યા તેના પરિવાર સાથે ખુબ જ ખુસ છે.

સોશિયલ મીડિયા પર મિસ વર્લ્ડ રહી ચૂકેલ એશ્વર્યા રાયના ફોટાઓ અવારનવાર વાઈરલ થતા રહે છે તેમજ તેની દીકરી આરાધ્ય પણ એશ્વર્યા જેટલી જ ક્યુટ લાગે છે. એશ્વર્યા સાથે આરાધ્યાના પણ ફોટાઓ શેર થતા હોય છે.

આજે આપણે વાત કરવાના છીએ એશ્વર્યાએ તેના મોબાઈલ કવર પાછળ જે લખાવ્યું છે તેના વિશે. એશ્વર્યા હાલમાં જ તેની દીકરી આરાધ્યા સાથે એરપોર્ટ પર જોવા મળી હતી જણાવી દઈએ કે તે દરમિયાન  તે બેંગ્લોર જવા માટે નીકળી હતી. તે દરમિયાન એરપોર્ટ પર મીડિયાએ તેને ઘેરી લીધી અને અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઈ.

તે સમય દરમિયાન મીડિયા દ્વારા પાડેલ તસ્વીરોમાંથી એક ફોટામાં એશ્વર્યા રાયનાં હાથમાં મોબાઈલ દેખાય છે અને તેના મોબાઈલ કવર પર તેને કંઇક લખેલું દેખાય છે. તેને ઝૂમ કરીને જોવું પડશે, જી હા મિત્રો એશ્વર્યાએ તેના મોબાઈલ કવર કંઇક સ્પેશિયલ લખ્યું છે.જણાવી દઈએ કે એશ્વર્યાએ મોબાઈલ કવર પર ARB લખ્યું છે. જેનો અર્થ થાય છે, એશ્વર્યા રાય બચ્ચન.

જી હા મિત્રો, તસ્વીરો ઝૂમ કરીને તમે પણ જોઈ શકો છો કે મોબાઈલ કવર પાછળ એશ્વર્યાએ ARB લખાવ્યું છે. જો કે આ એક સારી જ વાત કહેવાય પરંતુ તેના અમુક ફેંસ દ્વારા એવી કમેન્ટ કરવામાં આવી કે એશ્વર્યા ઈચ્છે તો AAA પણ લખાવી શકતી હતી. AAA નો મતલબ આરાધ્ય એશ્વર્યા અભિષેક. પરંતુ એવું ન કરતા એશ્વર્યાએ પોતાનું એકનું જ નામ લખાવ્યું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!