આલિયા ભટ્ટની સોતેલી બહેન પૂજાએ આલીયાનો ફોટો શેર કરતા લખ્યું કંઇક આવું – બંને સોતેલી બહેનો વચ્ચેના સંબંધો છે કંઇક આ રીતના

એક બહેન હજારો ફ્રેન્ડ્સ બરોબર હોય છે. ભાઈ બહેન કે બહેન બહેન વચ્ચે ભલે ઝઘડા થતા હોય પરંતુ મુશ્કેલીનાં સમયે હંમેશા સાથે જ હોય છે. બહેન સાથે તમે દરેક પ્રકારની માહિતી શેર કરી શકો છો. તેમજ તે તમને સાચો રસ્તો પણ બતાવશે. દુખના સમયે તમને સાથ આપે છે અને સુખના સમયે પણ બરોબરની મસ્તી કરી લે છે.


આલિયા ભટ્ટ પણ તેની સૌતેલી બહેન પૂજા ભટ્ટ સાથે કંઇક આવો જ સારો સંબંધ શેર કરે છે. તમને જણાવી દઈએ કે પૂજા ભટ્ટ મહેશ ભટ્ટની પહેલી પત્નીની દીકરી છે. જ્યારે આલિયા મહેશની બીજી પત્નીની દીકરી છે. તેમ છતાં આલિયા અને પૂજા વચ્ચે ખુબ જ સારા સંબંધો છે. આલિયાએ એક વખત જણાવ્યું પણ હતું કે પાપાનાં બીજા લગ્ન બાદ પણ પૂજાએ અમારી સાથે ક્યારેય ખરાબ વ્યવહાર નથી કર્યો તે હંમેશા મારી સાથે સારી રીતે જ રહી છે.

 

View this post on Instagram

 

Alia Bhatt.. writing her own destiny,even between shots! ? #Sadak2 #day50 #sadak2diaries #candidcamera #onlocation #ooty #tamilnadu #?

A post shared by Pooja B (@poojab1972) on


હાલમાં જ પૂજા ભટ્ટએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સૌતેલી બહેન આલિયા ભટ્ટની એક ખુબ જ સુંદર તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં આલિયા ડાયરીમાં કંઇક લખતી જોવા મળે છે અને આલિયા યેલો જેકેટમાં ખુબ જ ક્યુટ લાગે છે. જણાવી દઈએ કે આ તસ્વીર આલિયાની આવનારી આગલી ફિલ્મ ‘સડક-2’ નાં સેટ પરથી છે. આ તસ્વીર શેર કરતા પૂજાએ કેપ્શન માં લખ્યું, ” આલિયા ભટ્ટ…તેની ખુદની કહાની લખતી..તે પણ શોટ્સ વચ્ચે..”

 

View this post on Instagram

 

#Repost @aliaabhatt with @make_repost ・・・ priceless moments with the big sister.. ☀️ #sadak2 #sadak2diaries

A post shared by Pooja B (@poojab1972) on


મિત્રો તમને જણાવી દઈએ કે આલિયા પહેલાનાં સમયે આવેલ ફિલ્મ ‘સડક’ ફિલ્માંની રીમેક માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં આલિયા સિવાય આદિત્ય રાય કપૂર, પૂજા ભટ્ટ, સંજય દત્ત અને દેશપાંડે પણ લીડ રોલ પર જોવા મળશે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ મૈસુરનાં ઉંટીમાં ચાલી રહ્યું છે. ફિલ્મ એક રોમાન્સ ડ્રામા હશે જેની કહાની પહેલી ફિલ્મથી અલગ હશે. આ ફિલ્માંને મહેશ ભટ્ટ બનાવી રહ્યા છે.

 

આલિયાએ એક વખત અનુપમ ખેરના ચેટ શો ‘કુછ ભી હો સકતા હૈ’ માં તેની સૌતેલે બહેન પૂજા ભટ્ટ વિશે ખુલીને વાત કરી હતી. આલિયાએ જણાવ્યું હતું કે, “હાલમાં જ અમારો સંબંધ ખુબ જ મજબુત થઇ ગયો છે. પરિવારના સભ્યો તરીકે અમે એકબીજાની ખુબ જ નજીક આવી ગયા છીએ.

લોકો હમેશા મને કહે છે કે ઓહ..તારે સૌતેલી બહેન છે, સૌતેલી માં છે. પરંતુ મને આ બધી વસ્તુથી કઈ ફેર નથી પડતો. અમારી વચ્ચે કઈ જ ખોટું કે દેખાવો નથી. જ્યારે પણ અમારો પરિવાર સાથે સમય પસાર કરે છે તો બિલકુલ અસલી અને દિલથી કરેલ કામ હોય છે.

તેમજ એક ઈન્ટરવ્યુંમાં પૂજા ભટ્ટ આલિયા ભટ્ટના કામના વખાણ કરતી જોવા મળી હતી. તેને જણાયું હતું કે કેવી રીતે આલિયા ખુદને એક શ્રેષ્ઠ એક્ટ્રેસ બનાવી રહી છે. આ જોઇને એવું લાગે છે કે બંને સૌતેલી બહેનોને સારી રીતે ભળે છે અને એકબીજાની ખુબ જ નજીક પણ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!