મુકેશભાઈના મેરેજના ૩ વર્ષ પછી શું બનેલું કે નીતાભાભી તૂટી પડ્યા હતા? – જાણો અંબાણી કહાણી

આપણા ભારત દેશનો સૌથી વધારે ધનિક પરિવાર એટલે એક માત્ર અંબાણી પરિવાર. આ પરિવારમાં છેલ્લા વર્ષના અંતમાં અને આ વર્ષની શરૂઆતમાં બે ભવ્ય મેરેજ યોજાયા હતા જે મહિનાઓ સુધી દેશમાં ચર્ચાનું કારણ બન્યા હતા.

મુકેશ અંબાણી તથા નીતા અંબાણીના બાળકો આકાશ અંબાણીના શ્લોકા મહેતા સાથે તથા શ્લોકા અંબાણીના આનંદ પિરામલ સાથેના આ લગ્ન હતા. આ શાહી લગ્ન દેશના સૌથી ચર્ચિત લગ્ન બન્યા હતા. આ લગ્નમાં દેશ-વિદેશની મોટા મોટા દિગ્ગજ માણસોએ હાજરી આપી હતી.

અંબાણી પરિવાર એ એક માત્ર એવો પરિવાર છે કે જેના વિશે જાણવાની બધાને ઈચ્છા ક્યાંક ને ક્યાંક થતી હોય છે, તેઓ કઈ રીતે રહે છે, શું સવાર સાંજ જમે છે, ક્યાં ફરવા જાય છે, તેમને શું પસંદ છે, આ વિશે જાણવાની દરેકને મનમાં ઉત્સુકતા રહેલી હોય છે.

એ માટે જ જયારે થોડાક વર્ષો પહેલા નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના જીવન તથા પરિવાર વિશે કેટલાક ખુલાસાઓ કર્યા હતા, જે વિશે મોટાભાગના માણસોને જાણ ન હતી, ત્યારે એ વાત જાણીને લોકોને વધુ પ્રમાણમાં શૉક લાગ્યો હતો.

લોકોનું કહેવું છે કે પૈસાથી બધી જ ખુશીઓ ક્યારેય ખરીદી શકાય છે અને પૈસો છે તો જ સુખ છે, એટલે અંબાણી પરિવારે તો ક્યારેય દુઃખ જોયું જ નહિ હોય ને! આપણા દેશનો સૌથી વધુ સુખી પરિવાર તો અંબાણી પરિવાર જ હશે ને! પણ એવું નથી. અંબાણી પરિવાર પાસે પુષ્કળ ધન છે એનો સીધો અર્થ એ નથી કે તેમના જીવનમાં ક્યારેય દુઃખ નથી આવ્યા. એક સમય હતો જયારે મુકેશ અંબાણી તથા નીતા અંબાણી પર મુશ્કેલી આવી હતી

જયારે મુકેશ અંબાણીએ નીતા અંબાણી સાથે મેરેજ કર્યા ત્યારે તો બધું જ ઠીકઠાક હતું, પણ મેરેજના ત્રણ વર્ષ પછી સમગ્ર ફેમિલીએ એક એવા જ દુઃખદ સમાચાર સાંભળવા મળ્યા હતા કે જેનાથી નીતા અંબાણી એકદમ અંદરથી તૂટી પડયા હતા.

નીતા અંબાણીએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘મારા મેરેજના કેટલાક વર્ષો પછી, મને ડોક્ટરોએ કહ્યું હતું કે મને બાળકો ક્યારેય નહીં થાય. ત્યારે મારી ઉમર ફક્ત 23 વર્ષની હતી, જયારે મને જાણવા મળ્યું કે હું ક્યારેય મા નહિ બની શકું.

આ એક વાત સાંભળીને મને ઘણો બધો આઘાત લાગ્યો હતો, હું અંદરથી એકદમ તૂટી પડી હતી. જયારે હું સ્કૂલમાં હતી ત્યારે પણ હું લાંબા નિબંધ લખતી, ‘જયારે હું માં બનીશ’, પરંતુ જયારે આ આઘાતજનક સમાચાર મળ્યા ત્યારે મને ખૂબ જ વધુ ધક્કો લાગ્યો હતો.

આ સિવાય ડૉ ફિરુજા પારિખ મારા સૌથી નજીકના મિત્ર પૈકી એક છે. તેમની હેલ્પ થી મેં થોડાક વર્ષો પછી કંસીવ કર્યું અને પહેલી વખત પોતાના જુડવા બાળકોને જન્મ આપ્યો.’ આ બાળકો હતા આકાશ અંબાણી અને ઈશા અંબાણી. આ જ ઇન્ટરવ્યૂમાં તેમને આગળ જણાવ્યું હતું કે તેમને પોતાની ગર્ભાવસ્થા દરમ્યાન ઘણી બધી તકલીફો પણ વેઠી હતી.

નીતા અંબાણીએ પ્રથમ જુડવા બાળકોને જન્મ આપ્યો – ઈશા અને આકાશ. રિપોર્ટ પ્રમાણે, જુડવા બાળકોનો જન્મ સમય કરતા બે મહિના વહેલા જ થઇ ગયો હતો. આ પછી ત્રણ વર્ષ બાદ તેમને કોઈ પણ વિપ્પતી વિના અનંત અંબાણીને જન્મ આપ્યો હતો.

આ બાબત નીતા અંબાણીએ કહ્યું હતું કે ‘મારે આઇવીએફ દ્વારા જુડવા બાળકો થયા પણ એ સમય કરતા બે મહિના વહેલા થઇ ગયા. આ પછી ત્રણ વર્ષ બાદ અનંતનો જન્મ થયો. આ એક નેચરલ પ્રેગ્નેન્સી જ હતી. પણ તેનાથી મારુ તથા બાળકનું વજન ખૂબ જ વધી ગયું હતું. હું ખૂબ જ ખુશ હતી એટલે જે થઇ રહ્યું હતું એ થવા દીધું.’

પોતાની ગર્ભાવસ્થા દરમિયાન નીતાએ આશરે બે વખત પોતાનું વજન પણ એકદમ વધાર્યું થયુ. તેઓનું 47 કિલો વજનથી લઈને 90 કિલોગ્રામ વજન વધીને થઇ ગયું હતું. તેમને કહ્યું હતું કે ‘બધું જ બે ગણું થઇ ગયું હતું. પણ મેં પોતાની જાતને જેમ થતું હતું એમ જ થવા દીધુ.’ જો કે ડિલિવરી પછી તેઓ ફરીથી સામાન્ય થઇ ગયા અને વજન ઉતારવામાં સફળ રહ્યા હતા.

જયારે અમારો જન્મ થયો ત્યારે અમારી મમ્મી ઇચ્છતી હતી કે તે બહાર કામ ક્યારેય ન કરે અને અમારું ફક્ત ધ્યાન જ રાખે. પણ જયારે અમે પાંચ વર્ષના થઇ ગયા તો તેમને ફરીથી કામ કરવાનું શરુ કરી દીધું. પણ અત્યારે પણ તેઓ એક ટાઇગર મમ્મી જ છે.’

નીતા અંબાણીએ ઇન્ટરવયૂમાં પોતાના બાળકોના ઉછેર વિશે કહ્યું હતું કે ‘જયારે મારા બાળકો એકદમ મોટા થઇ ગયા ત્યારે પણ હું તેમને ફક્ત પાંચ રૂપિયા જ આપતી હતી. જાનથી તેઓ પોતાની કેન્ટીનમાં કઈ ખાવા-પીવા પર ખર્ચ કરી શકે. એક વાર મારો સૌથી નાનો દીકરો અનંત મારી પાસે આવ્યો અને મારી પાસેથી દસ રૂપિયા માંગ્યા.

મેં એને તરત જ પૂછ્યું કે તને દસ રૂપિયા શા માટે જોઈએ છે તો તેને એક માસૂમ ભાવે જવાબ આપ્યો હતો કે જયારે પણ મને મારા મિત્રો પાંચ રૂપિયા સાથે જુએ છે તો તેઓ મારી બધાની વચ્ચે મજાક ઉડાવે છે, તેઓ મને કહે છે કે અંબાણી છે કે ભિખારી. એમાં હું કે મુકેશ કશું કરી ન શકતા.’

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!