અંબાણીનાં ઘરે લગ્નની પાર્ટીમાં હાજર રહ્યા શાહરૂખ થી લઈને એશ્વર્યા સુધી દરેક સેલીબ્રીટી – જુઓ તસ્વીરો

ભારતના સૌથી અમીર બિઝનેશમેન મુકેશ અંબાણી હંમેશા અલગ અલગ કારણોથી ચર્ચામાં આવી જ જાય છે. તેના ઘરે હંમેશા કંઇકને કંઇક વાત પર પાર્ટીઓ થતી રહેતી હોય છે. પાછલા થોડાક મહિનાઓથી ત્યાં પાર્ટી લગાતાર થતી રહે છે. ક્યારેક ગણેશ ચતુર્થી, ક્યારેક દશેરા, તો ક્યારેક દિવાળી પાર્ટી પરંતુ હવે અહી કોઈ અલગ જ વાત પર પાર્ટી આપવામાં આવી છે. અંબાણીના ઘરે લગ્નની પાર્ટીમાં શાહરૂખ ખાનથી લઈને એશ્વર્યા રહ્યા હાજર, દરેક ખાસ અંદાજમાં જોવા મળ્યા.

લગ્ન પાર્ટીમાં શાહરૂખ ખાનથી લઈને એશ્વર્યાનો દેખાયો આવો અંદાજ :

અંબાણી ખાનદાનની આ લગ્ન પાર્ટીમાં હંમેશાની જેમ જશ્નનો માહોલ જામ્યો છે, અને એવામાં બોલીવુડ સિતારાઓ પણ તેના પરિવાર સાથે હાજરી આપતા સૌનું ધ્યાન આકર્ષણ કર્યું. આ પાર્ટીમાં શાહરૂખ, શાહિદ જેવા ઘણા મોટા મોટા સ્ટાર્સ સામેલ થયા હતા અને દરેક અલગ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા.

શાહિદ કપૂર તેની પત્ની મીરાં રાજપૂતને લઈને અંબાણી પરિવારના શાનદાર ઘર એન્ટીલિયામાં પહોંચ્યા. શાહિદે સફેદ શેરવાની અને મીરાએ બ્રાઉન કલરની સાલી પહેરી હતી અને બંને એકસાથે ખુબ જ સુંદર લાગતા હતા. જ્યારે શાહરૂખ ખાન બ્લેક શૂટમાં એકલા જોવા મળ્યા હતા.

જ્યારે અભિષેક બચ્ચન પણ એક નવા લૂકમાં જ જોવા મળ્યા તેની મુછ તેના પર ખુબ જ કુલ લાગી રહી હતી. જ્યારે તેની પત્ની એશ્વર્યાએ લાલ કલરની અનારકલી પહેરીને સૌનું દિલ જીતી લીધું. આ સેલીબ્રીટીઓ સિવાય અનીલ અંબાણીની પત્ની પણ આ આ પાર્ટીમાં જોવા મળી અને તેને મીડિયાનું અભિવાદન પણ કર્યું. તેમજ ટીના અંબાણીએ પિંક કલરની સાલી પહેરી હતી જેમાં તે ખુબ જ સુંદર લાગતી હતી. અંબાણી પરિવારની દીકરી ઈશા અંબાણીએ પણ સફેદ કલરની સાલી પહેરી હતી અને ખુલ્લા વાળ રાખ્યા હતા ઈશાનો આ લૂક ખુબ જ ચર્ચામાં રહ્યો.

મુકેશ અંબાણીના આલિશાન ઘર એંટીલિયાને ફરી એકવાર દુલ્હનની જેમ સણગારવામાં આવ્યું. પરંતુ આ વખતે અંબાણી ખાનદારના દીકરા નહિ પરંતુ મુકેશ અંબાણીની બહેન નીતા કોઠારીની દીકરીના લગ્નનો મોકો રહ્યો છે. નીતા કોઠારીની દીકરીની પ્રી – વેડિંગ પાર્ટી 10 નવેમ્બરે મુંબઈ આયોજન કરવામાં આવી જેમાં બોલીવુડના દરેક નાના મોટા કલાકારોને બોલાવવામાં આવ્યા. અહી દરેક સેલીબ્રીટીઓ અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા.

બોલીવુડની જમાવટ અંબાણી પરિવારમાં જરૂર થાય છે અને તેના ઘરની મીડિયા કવર ન કરે એવું બંને જ નહિ. અંબાણી પરિવાર ઇન્ટરનેશનલ લેવલ પર ફેમસ છે અને તેની દીકરીના લગ્નનાં સમાચાર ઘણા મોટા મોટા દેશોની ચેનલોમાં ચર્ચામાં હતા. મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર બિઝનેશમેન છે અને તેના ઘરની પાર્ટીમાં માત્ર ભારતના સેલીબ્રીટી જ નહિ પરંતુ વિદેશથી પણ લોકો આવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!