અમિતાભનું શરીર પણ હવે આપી રહ્યું છે સિગ્નલ ઉમર પ્રમાણે હવે કામ કરવું થયું અઘરું – હોસ્પિટલ બેડ પરથી અમિતાભે શેર કરી તસ્વીર

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન બધાના ફેવરીટ છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેનું યોગદાન અમુલ્ય રહ્યું છે. હાલમાં જ અમિતાભે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ૫૦ વર્ષ પુરા કર્યા છે. તેમજ તેની ઉંમર ૭૭ વર્ષની છે. જો કે ૯૯ વર્ષે પણ અમિતાભ ઘણા એક્ટીવ રહે છે. આજે  પણ  તે અમુક ફિલ્મોના શૂટિંગમાં અને કોણ બનેગા કરોડ પતિ શોમાં વ્યસ્ત રહે છે. હવે તેના કામની ઝડપ ઓછી કરવાનો સમય આવી ગયો છે. ૧૮ ઓક્ટોમ્બરે અમિતાભ બચ્ચન ત્રણ દિવસ માટે હોસ્પિટલમાં ભરતી થયા હતા. તેમજ એક ઈન્ટરવ્યુંમાં અમિતાભે જણાવ્યું હતું કે તેનું ૭૫ ટકા લીવર ખરાબ થઇ ચુક્યું છે.

 

હાલમાં જ અમિતાભ બચ્ચને એક પોસ્ટ દ્વારા તસ્વીરો શેર કરી, આ તસ્વીર શેર કરતા અમિતાભે કંઇક એવું લખ્યું કે જેમાં તે જણાવી રહ્યા છે કે તેની બોડીએ પણ એ સિગ્નલ દેવાનું ચાલુ કરી દીધું કે ભાઈ હવે થોડા સ્લો થઇ જાવ. તાજેતરમાં અમિતાભે જે તસ્વીર શેર કરી છે તેમાં તે હોસ્પિટલની બેડ પર સુતા સુતા મોટી ટીવી સ્ક્રીન પર ફૂટબોલ મેચ જોઈ રહ્યા છે, તેને તેની પોસ્ટમાં લખ્યું, “ખાલી સમયમાં હું સુતો છું અને ગમે તેમ કરીને આ સમય પસાર કરી રહ્યો છું.

રાહ જોઉં છું એ દિવસની જ્યારે સામે ખુરસી હોય, કમ્પ્યુટરજી હોય અને ઓડીયન્સ હશે. પરંતુ ડોન સમયની અમુક ઘટનાઓ, એ ક્રેક્સ અને બ્રેક્સ હવે નડી રહ્યા છે, મારી ઝડપને ઓછી કરી રહ્યા છે. કદાચ આ સંકેત બોડી માટે છે, તેથી આપણે આપણી બોડીના સિગ્નલને સાંભળવું જોઈએ નકર આગળ જતા તે અપને કહેશે કે શું મેં તમને પહેલા સ્લો ડાઉન થવાનો સંકેત નહતો આપ્યો?

 

અમિતાભની આ પોસ્ટને લઈને તેના ઘણા ફેંસ ચિંતામાં આવી ગયા છે. એવું લાગે છે કે ભલે તમે ગમે એટલા મોટા હોય પરંતુ કુદરતનો મોટા થવાના નિર્ણય સાથે કોઈ ગેરકાયદેસર રસ્તો જ નથી. તમારા જીવનમાં એક સમય એવો આવે જ છે જ્યારે તમારું શરીર જવાબ દેવા લાગે છે. પછી તેની પાશે ગમે તેટલા પૈસા અને સુવિધા કેમ ન હોય.  આપને તો એટલી પ્રાર્થના કરી કે અમિતાભની તબિયત સારી રહે. ભવિષ્યમાં તેના કામને બંધ કરવું પણ પડે તો વાંધો નહિ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેનું ઘણું મોટું યોગદાન છે.

તેનું કામ હંમેશા સૌને યાદ રહેશે. આપણે એક દુવા કરીએ કે તે તંદુરસ્ત રહે અને લાંબુ જીવે. પછી ભલે તેને કામ બંધ કરી દેવું પડે. એ વાત પર પણ કોઈ શક નથી કે અમિતાભ ઘણા લોકો માટે પ્રેરણાનો વિષય રહ્યા છે. તેને માત્ર જોઇને ઘણા લોકો કામ કરતા રહેવા માટે પ્રેરિત થાય છે. વાત કરીએ વર્કફ્રન્ટની તો તે ટૂંક સમયમાં જ ગુલાબો સીતાબો અને બ્રહ્માસ્ત્ર જેવી ફિલ્મોમાં જોવા મળશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!