અમૃતા સિંહને જરા પણ પસંદ નથી દિકરી સારા અને કાર્તિકની નજીકની દોસ્તી – માં ને આ વાતની પણ ખબર પડી ગઈ છે

બોલીવુડની જાણીતી અભિનેત્રી સારા અલી ખાન હાલમાં તેની ફિલ્મો કરતા વધારે તો તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. એવામાં ફરી એકવાર તેની પર્સનલ લાઈફ સોસીયલ મીડિયા પર વાઈરલ થઇ રહી છે. પરંતુ આ વખતે તેની માં અમૃતા સિંહનું નામ જોડાઈ રહ્યું છે. જી હા, અમૃતા સિંહને તેની દિકરી સારા અલી ખાનની ઘણી ચિંતા થાય છે. જેના કારણે તે તેની દિકરીથી નારાજ છે, કેમ કે તે તેનું માનતી નથી. એવામાં હવે સારા અલી ખાન અને અમૃતા સિંહ વચ્ચે થોડી પ્રોબ્લેમ્સ જોવા મળી રહી છે.

મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે અમૃતા સિંહ તેની લાડલીની હરકતો થી ખુશ નથી. તે ઈચ્છે છે કે તેની દિકરી હજુ કામ પર ધ્યાન આપે, પરંતુ સારા અલી ખાનનું ધ્યાન તો કોઈ બીજા ઉપર જ છે. અમૃતા સિંહ નથી ઈચ્છતી કે તેની દીકરી સારા કોઈ સાથે અફેર કરે અને તેનું કરિયર બરબાદ કરે. કેમ કે તેનું કરિયર પણ અફેર નાં કારણે જ બરબાદ થયું હતું. એવામાં તે તેની દિકરીને વારંવાર સમજાવી રહી છે.

કાર્તિક અને સારાની દોસ્તી નથી પસંદ :

અમૃતા સિંહ તેની દિકરીને લઈને ખુબ જ ચિંતિત છે, જોવા જઈએ તો સારા અલી ખાનની દોસ્તી કાર્તિક સાથે વધતી જાય કે અને બંને ખુબ જ નજીક આવતા જાય છે, આ બધું તેની માં ને સારું નથી લાગતું અને તેને નાં પણ પાડી રહી છે. અમૃતા સિંહએ વારંવાર નાં પાડી હોવા છતાં સારા અલી ખાન અને કાર્તિક આર્યન એકબીજાની વધુ નજીક આવતા જાય છે. જે તેની માં ને બિલકુલ પસંદ નથી. તેની હાલમાં તે તેની લાડલીથી નારાજ છે.

ન્યુયર નું પ્લાનિંગ :

જાણવા મળેલ માહિતી મુજબ સારા અલી ખાન અને કાર્તિક આર્યન એકબીજા સાથે ન્યુયર સેલીબ્રેટ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે. જેના લીધી તેની માં વધુ નારાજ થઇ ગઈ છે. જણાવી દઈએ કે સારા અલી ખાને અને કાર્તિક આર્યને પાછલા થોડા દિવસોથી એકબીજા સાથે દેખાવાનું પણ બંધ કરી દીધું છે, પરંતુ માનવામાં આવે છે કે બંને એકબીજાને છુપાઈને મળે છે. જેથી તેની માં પર આ વાતની અસર ન પડે, પરંતુ તેની માં ને બધી ખબર છે.

બ્રેકઅપની અફવા ઉડી હતી :

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર સારા અને કાર્તિકનાં બ્રેકઅપની અફવાઓ ઉડી હતી. ત્યારબાદથી બંને એકબીજા સાથે જોવા મળ્યા નથી. જો કે દિવાળી પાર્ટીનાં દિવસે બંને એકસાથે જોવા મળ્યા હતા. એવામાં એ કહેવું થોડું મુશ્કેલ છે કે બંનેનું બ્રેકઅપ થયું છે કે નહિ, પરંતુ જાણવા મળ્યું છે કે હાલમાં બંને વચ્ચે બધું બરોબર જ છે, બસ પ્રોફેશન પર ધ્યાન દેવા માટે એકબીજા સાથે જાહેર થવાથી બચે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!