અનન્યા પાંડેએ શેર કરી પિતા ચંકી પાંડે સાથેની તસ્વીર – લોકોએ ટ્રોલ કરતા કહ્યું “દીદી એવું પણ શું…”

બોલીવુડ અભિનેત્રી અનન્ય પાંડે હાલમાં તેની આવનારી ફિલ્મ પતિ, પત્ની ઓર વો ને લઈને ચર્ચામાં છે. તેમજ તેનું નામ કાર્તિક આર્યન સાથે પણ જોડાઈ રહ્યું છે. આ વિષય પર અનન્ય પાંડે સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટીવ રહે છે. અને ફેંસ સાથીની પણ તસ્વીરો શેર કરતી રહે છે. જી હા, અનન્ય પાંડેએ હાલમાં જ એક તસ્વીર શેર કરી છે, જેમાં તે પિતા સાથે જોવા મળે છે. પરંતુ કેપ્શનના કારણે તેને લોકોએ ટ્રોલ કરી.

 

View this post on Instagram

 

you can’t stop what you can’t catch ? @graziaindia

A post shared by Ananya ?? (@ananyapanday) on


અનન્ય પાંડેએ સોશિયલ મીડિયા પર તેના પિતા ચંકી પાંડે સાથે તસ્વીર શેર કરી જેમાં તે ખુબ જ સુંદર લાગે છે. આ તસ્વીરમાં તેની સાથે ફરાહ ખાન પણ જોવા મળે છે. ફરાહ ખાન અને ચંકી પાંડે સાથે અનન્ય ખુબ જ ખુશ નજરે આવે છે. તેની આ ખુસી તેને સોશિયલ મીડિયા પર શેર કરી પરંતુ લોકોએ તેને ટ્રોલ કરી. જી હા, ટ્રોલર્સએ તેને તેના કેપ્શનને લીધે ટ્રોલ કરી.

અનન્યા પાંડેએ શેર કરી આ તસ્વીર :

 

બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેએ એક તસ્વીર શેર કરતા લખ્યું કે ટોની સ્ટાર્ક અને દુનિયાની સૌથી હોત પ્રિન્સીપલ ની સાથી, તમારો બધાનો ધન્યવાદ! આ કેપ્શન વાંચતા જ લોકોએ તેને ટ્રોલ કરી. ખરેખર, આ કેપ્શનને લઈને લોકોને ખુબ જ હસવું આવ્યું. તેના કારણે અનન્યા પાંડેને કોમેન્ટમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટ્સ મળી છે. ઘણા યુઝર્સે સ્ટીકરો અન શેર કર્યા છે. જો કે બધા જાણે જ છે કે અનન્યા પાંડે તેના પાપાની ખુબ જ નજીક છે. તેથી તે અવારનવાર આવી તસ્વીરો શેર કરતી રહે છે.

દીદી આવી શું મજબુરી હતી – યુઝર્સ :

પિતા ચંકી પાંડેને ટોની સ્ટાર્ક કહેવા પર અનન્યા પાંડેને લોકોએ ટ્રોલ કરતા કહ્યું કે દીદી આવી પણ શું મજબુરી હતી, કે તમારે આવું કરવું પડ્યું. જ્યારે એક યુઝર્સે તો લખ્યું કે આ પહેલી દીકરી છે, જે તેના પિતાનું કરિયર લોન્ચ કરી રહી છે. જો કે આ તસ્વીરમાં અનન્યા પાંડે, ફરાહ ખાન અને ચંકી પાંડે  ખુબ જ સુંદર લાગે છે. પરંતુ કેપ્શનના કારણે ટ્રોલ થવું પડ્યું. જણાવી દઈએ કે અનન્યા વારંવાર ટ્રોલ થતી રહે છે.

જોવા મળશે કાર્તિક સાથે :

 

View this post on Instagram

 

Channelling my inner Peppa Pig ??

A post shared by Ananya ?? (@ananyapanday) on

હાલમાં અનન્યા તેની આવનારી ફિલ્મ પતિ, પત્ની ઓર વો માં  કાર્તિક આર્યન સાથે જોવા મળશે જેને લઈને તે ખુબ જ ઉત્સાહીક છે. એટલું જ નહિ અનન્યાનું નામ કાર્તિક સાથે જોડાયેલું પણ છે. જાણવા મળી રહ્યું છે કે બંને એકબીજાની ખુબ જ નજીક છે અને બંનેનું અફેર પણ ચાલી રહ્યું છે. તેના કારણે જ સારાથી કાર્તિક અલગ થયો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!