મૃત્યુ પછી આત્મા જોડે એક કલાક સુધી થાય છે આવી વિવિધ ઘટનાઓ, કારણ જાણીને તમે ચોંકી જશો

જિંદગીમાં સૌથી વધારે સનાતન સત્ય હોય તો એ છે મૃત્યુ, જેને લગભગ કોઈ પણ માણસ ના કહી શકતો. જે વ્યક્તિ મૃત્યુલોકમાં પ્રવેશ કર્યો તેણે એકને એક દિવસ પોતાના શરીરને ત્યજીને જવું જ પડે છે. શરીરમાં રહેલ ઉર્જા, જેને આપણે આત્મા તરીકે ઓળખીએ છીએ. તે ક્યારેય પણ પૂરો એટલે કે સમાપ્ત થતી નથી. પણ તે એક શરીરમાંથી બીજા શરીરમાં રૂપાંતર જરૂર થાય છે. જ્યારે આપણા શરીરમાંથી આત્મા બહાર આવે છે ત્યારે આપણને ખુબ જ નુકસાન પણ પડે છે. પણ મૃત્યુ પછી થોડા સમય સુધી આપણી આત્માએ અજીબોગરીબ અનુભવમાંથી પસાર થવું પડે છે. જે આત્મા માટે પણ દુઃખદ અને કષ્ટ વાળું હોય છે. તો દોસ્તો આજે અમે આ લેખમાં તમને જણાવશું કે મૃત્યુ બાદ પણ આપણી સાથે આ સાત ઘટના એક કલાકની અંદર બને છે. જેને લગભગ ખુબ જ ઓછા લોકો જાણતા હશે. તો આવો જાણીએ આ આર્ટિકલમાં તેના વિશે. કે મૃત્યુ પછી એક કલાકમાં આપણી સાથે કંઈ 7 વસ્તુ થાય છે અથવા તો બને છે.

સૌથી પહેલા છે અચેત અવસ્થા :

શરીરથી આત્મા મૃત્યુ પછી બહાર નીકળીને થોડાક સમય સુધી અચેત અવસ્થામાં રહે છે. આત્માને એ પ્રકારનો અનુભવ થતો હોય છે, જેમ કે ખુબ જ વધુ શ્રમ કરીને પછી થાકી ગયેલો વ્યક્તિ ખુબ જ ઘેરી ઊંઘમાં હોય. પણ અમુક સમય બાદ આત્મા અચેત માંથી સચેત બની જાય છે. ત્યારે આત્મા તરત જ ઉઠી જાય છે.

બેચેની :

મૃત્યુ બાદ શરીરમાંથી બહાર નીકળી ગયેલી આત્મા પોતાના સગા સંબંધિઓને નજીક બોલાવે છે, પણ તેનો અવાજ કોઈપણ વ્યક્તિ સાંભળી શકતું નથી. જેના લીધે આત્માને બેચેની શરૂ થઇ જાય છે. આત્મા પરેશાન થઈને બધા જ લોકોને કઈક કહેવા માંગતી હોય છે. પણ તેનો અવાજ પોતાના સુધી જ પર્યાપ્ત હોય છે. કારણકે તેને કોઈ સાંભળી નથી શકતું અને જોઈ નથી શકતું. કેમ કે લગભગ લોકોને ભૌતિક વસ્તુ પર વિશ્વાસ હોય છે અને તેને જ મહેસૂસ કરતી હોય છે.

સમાન વ્યવહાર :

કોઈ પણ માણસના શરીરમાંથી જ્યારે આત્મા બહાર નીકળી જાય ત્યારે આત્માને થોડાક સમય સુધી એ ખબર જ નથી હોતી કે, તે હવે શરીરથી જુદી થઇ ગઈ છે. તે આત્મા એ રીતે જ વ્યવહાર કરે છે જેવી રીતે તે પહેલા શરીરમાં હતી એ વખતે. ટૂંકમાં કહીએ તો શરીરની બહાર નીકળ્યા પછી પણ આત્મા શરીર છે એવો વ્યવહાર કરતી હોય છે પણ તેને આપણે જોઈ શકતા નથી.

સંચાર નથી થતો :

બહું બધા વર્ષો સુધી શરીરમાં રહેવાના લીધે સંસારિક માયાનું આવરણ આત્મા પર પડેલું હોય છે. જેના લીધે મોહવશ આત્મા દુઃખી થઈને ક્યારેક પોતાના મૃત શરીરને, તો ક્યારેક પોતાના સંબંધીઓને જોઇને તેની સાથે કંઇક કહેવા માંગતી હોય છે. પરંતુ તેની કોશિશ એકદમ બેકાર બની જાય છે, કેમ કે હવે તે સંસાર ન રહ્યો હોય.

પ્રવેશની કોશિશ :

આત્મા હમેશા એ જ પ્રયાસ કરતી હોય છે કે તે ફરી એકવાર કોઈ શરીરમાં પ્રવેશ કરી લે. પણ યમના દૂત તેને શરીરમાં પ્રવેશ કરવા પરવાનગી આપતા નથી. ધીમેથી આત્મા એ વાતને સ્વીકાર કરવા લાગે છે કે હવે આપણો જવાનો સમય આવી ગયો છે. મોહનું બંધન ઢીલું પાડવા લાગે છે અને તે મૃત્યુ લોકમાં જવા માટે એકદમ તૈયાર થઇ જાય છે. પણ તું તે એક વાર તો કોઈના શરીરમાં પ્રવેશ કરવાની કોશિશ અવશ્ય કરે જ છે.

દુઃખી થઇ જાય છે :

શરીરનું અચાનક મૃત્યુ થયા પછી આત્મા પોતાના પરિજનોને તથા સાગા સબંધીઓ ને રડતા અને આક્રંદ કરતા જોઇને વધારે પડતી દુઃખી થાય છે. જેના લીધે આત્મા પણ વ્યાકુળ બને છે. પરંતુ તેના વશમાં કઈ પણ હોતું નથી હોતું. કારણ કે આત્મા પણ બધાની સામે લાચાર હોય છે. પોતાના જીવનકાળમાં કરેલા કર્મોને યાદ કરીને વધુ દુઃખી હોય છે. ત્યારે યમના દૂત આત્માને કહે છે કે, ચાલો હવે અહીંથી આપણો જવાનો સમય આવી ગયો છે અને તેના કર્મ અનુસાર તેને યમલોકમાં લઇ જવામાં આવે છે.

નવો જન્મ થાય છે કર્મના આધારે :

થોડાક જ સમયમાં શરીરની બહાર આવેલી આત્મા મૃત્યુલોકની સીમાને પાર કરીને એવા રસ્તા પર પહોંચી જાય છે જ્યાં કોઈ સુરજની રોશની પણ ન હોય કે ચંદ્રની ચાંદની પણ ન હોય. ત્યાં ફક્ત ને ફકત અંધકાર જ જોવા મળે છે.

ત્યાં આત્મા ફરીથી પોતાના જીવન દરમિયાન કરેલ કર્મ અને ઈચ્છાઓ અનુસાર થોડોક સમય સુધી વિશ્રામ કરે છે, તો ઘણી આત્માઓ એવી પણ હોય છે જે તરત જ શરીર પ્રાપ્ત કરી લે. તો આત્મા એક સમયે અવશ્ય કોઈ શરીર જ ધારણ કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!