અર્ધ જાગૃત મનને જાગૃત કરવા માટે કરો આ 8 કામ, યાદશકિત 2 ગણી વધી જશે

આપણે બહું બધા લોકોને જોતા જ હોઈએ છીએ તે પોતાના ગુણોને વધારે સ્માર્ટ અને એકદમ તેજસ્વી બનાવવા માંગતા હોય છે. અને આપણા મગજ અને શરીરને પણ તંદુરસ્ત બનાવવા માટે  ખુબ જ પ્રયત્ન પણ કરતા હોય છે. જે લોકો પ્રયત્ન જ નથી કરતા તે એવું તો વિચારતા જ હોય છે કે હું ખૂબ સારો દેખાવ, મારી બોડી એકદમ સારી બની જાય, મારું પેટ આપમેળે અંદર ચાલ્યું જાય, વગેરે જેવા અનેક વિચાર પણ કરતા હોય છે. પરંતુ આપણી મેન્ટલ હેલ્થનું શું ? તેના વિશે આપણે પ્રયત્ન કરવાનું તો દુર, આપણે વિચારતા પણ નથી કે આપણે પોતાની જાતને મેન્ટલી તંદુરસ્ત બનાવી શકીએ છીએ.

આપણે જેવી રીતે કસરત કરીને અને ડાયટ કરીને આપણા શરીરના તંદુરસ્ત બનાવી શકીએ છીએ તેવી રીતે આપણે ઘણી નાની મોટી પદવી લાવીને આપણે આપણા મગજને તંદુરસ્ત બનાવી શકીએ છીએ. જેના લીધે આપણી યાદશક્તિ ઘણી બધી તેજ અને સક્રિય થઇ જાય છે. અને આપણે કોઈ પણ કામ પૂરી રીતે અને સંપૂર્ણ ધ્યાન લગાવીને કરી શકીએ છીએ. તો આજે આપણે આ લેખ દ્વારા જાણીશું કે મેડીકલ સાઈન્સ  કંઈ રીતે આપણા મગજને તેજ અને શાર્પ બનવા માટે રીક્મેન્ડ્સ કરે છે.

  1. સામાન્ય રીતે આપણે ઓછામાં ઓછી ફકત કોઈ પણ એક ફોરેન ભાષા શીખવી જ જોઈએ. આપણી માતૃભાષાની સાથે સાથે આપણને કોઈ એક ફોરેન ભાષા અથવા બીજી કોઈ એવી ભાષા જે તમારા માટે એકદમ અજાણી હોય તે  આવડવી પણ જોઈએ. આ આડઅસર આપણા મગજ પર ખુબ જ સારી અસર કરે છે. 2014 માં એક મેડીકલ મેગેઝીન એનેલઝોક ન્યુરોલોજીમાં પ્રકાશિત એક રીચર્સના કારણે આપણા દિમાગ માટે એક બીજી ભાષા શીખવી તે ખુબ જ ચેલેન્જ વાળું કામ કહેવામાં આવે છે. અને આવું કરવાથી આપણું મગજ વધારે સક્રિય થઇ જાય છે. કોઈ પણ ફોરેન ભાષા શીખવા માટે આપણા મગજની યાદ શક્તિની તેજસ્વીતા વધી જાય છે. યાદશક્તિ આપણા મગજનો તે ભાગ છે તેમાં આપણને યાદ રહેતી વાતો જમા થાય છે.
  2. બને એટલું દિવસ દરમિયાન વધારે પાણી પીવું જોઈએ. પાણી પીવાથી ફકત આપણી ફીઝીકલ હેલ્થ જ સારી થાય એવું નથી જેથી આપણી માનસિક તંદુરસ્તી પણ ખુબ જ સારી રહે છે. એક પ્રયોગ દ્વારા કહેવામાં આવ્યું છે કે માણસનો મગજ 80% પાર્ટ જ પાણીનો બનેલો છે. તો મેન્ટલ ક્લીયારીટી અને એલર્ટનેસ માટે દિવસ દરમિયાન આપણે વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ. પાણીની ઉણપ આપણા મગજની મેન્ટલ સેન્સને ઓછી કરવાનું કારણ બને છે. પાણીની સાથે સાથે તરબૂચ, ટમેટા, પાલક, કાકડી મગજની તંદુરસ્તી માટે ખુબ જ આવશ્યક છે.
  3. ગેમ્સ તથા પઝલ્સમાં મગજ લગાવવું જોઈએ. એક પ્રયોગ પ્રમાણે આપણું માઈન્ડ એક મસલ્સની જેવું જ કામ કરે છે. જેને ફીટ તથા તંદુરસ્ત રાખવા માટે કામની જરૂર હોય છે. ગેમ્સ અને પઝલ્સ આપણા મગજને એક્સેસાઈજ કરાવે છે અને મગજને સક્રિય રાખવામાં હેલ્પફૂલ પુરવાર થાય છે. આ બધી જ ગેમ્સ આપણા વિચારોને એક્ટીવ રાખવા માટે મદદરૂપ થાય છે.
  4. દરરોજ જરૂરી સમયમાં એક્સરસાઇઝ કરવાની આદત બનાવો. એક્સેસાઈજ આપણા શરીર માટે ફાયદાકારક છે પણ તે આપણા મગજ માટે પણ ઉપયોગી સાબિત થાય છે. ફિઝીકલી હેલ્દી થવાનો સીધો મતલબ હોય છે આપણું હૃદય ખુબ તંદુરસ્તી રીતે કામ કરે છે, અને આપણા ફેફસાની કેપેસીટી પણ વધારે થાય. તેના લીધે આપણા મગજને વધારે ઓકિસજન મળી રહે છે.  આપણા મેન્ટલ એક્ટીવનેસને થોડો ઇમ્પ્રોવ પણ થાય છે. જનરલ ઓફ સાયકોલોજીમાં પ્રકાશિત થયેલા એક રીચર્સ અનુસાર એક એરોબિકસ એક્સેસાઈજ જેમ કે રનીંગ આપણા મગજને તંદુરસ્ત રાખવા માટે ખુબ જ ફાયદાકારક છે.
  5. દિવસ દરમિયાન વધારે ને વધારે વાંચન કરવું જોઈએ. જો તમને બુકો વાંચવા બોરિંગ લાગે છે તો આ મુદ્દો ખાસ વાંચવા જોઈએ બહુ બધા મેડીકલ રીપોર્ટ અનુસાર રીચર્સ કરવામાં આવ્યું છે કે પુસ્તકો વાંચવાથી તે આપણા મગજને ઈમ્પ્રુવ કરે છે. જેમ કે તેનાથી આપણા મગજની ખુબ જ સારી એક્સેસાઈજ થઇ જાય છે. અને આપણા સમાન્ય જ્ઞાનમાં પણ વધારો થાય છે. મેડીકલ એક્સપર્ટની રાય છે કે જુદાં જુદાં પુસ્તકો વાંચવા મગજ માટે એક પડકારજનક ગણાય છે અને જેનાથી આપણા મગજની મેમેરી પણ વધે છે.
  6. મેડીટેશન કરવું પણ ખુબ જ અગત્યનું ગણવામાં આવે છે. એટલે કે એક પ્રકારનું ધ્યાન કરવું. મેડીટેશનની આદત આપણા બ્રેનસેલ્સને અંદરને અંદર જોડવાનું કામ કરે છે. જેના લીધે આપણા મગજમાં માહિતી તથા એનાલિસિસ કરવાની ક્ષમતા પણ વધી જાય છે. અને તે આપણા મગજની તાકાતને જરૂરી પ્રમાણમાં વધારવા માટે ખુબ જ ફાયદાકારક ગણી શકાય છે. મેડીટેશનથી આપણી લાગણીઓ પર ખુબ જ કંટ્રોલ લાવે છે. તણાવથી કોઈપણ રોગ સામે લડવાની તાકાત આવે છે. અને મેડીટેશનના બીજા પણ વિવિધ ફાયદા છે. તે દિમાગને એકદમ કલીયર કરે છે, બ્લડ પ્રેશરને કાબૂમાં રાખે છે, માથાના દુઃખાવાને પણ ઓછો કરે છે. અને આપણો સેલ્ફ કોન્ફિડેન્સ પણ વધારે છે.
  7. ગ્રીન ટી, હા દોસ્તો ગ્રીન ટી પણ આપણા મગજ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. 2014 ના એક પ્રયોગ પ્રમાણે ગ્રીન ટી આપણા મગજના ફંક્શન સ્પીડ આપવામાં ખુબ જ મદદગાર સાબિત થાય છે. પ્રયોગ દરમિયાન એવું પણ બતાવવામાં આવ્યું છે કે જે લોકોને ગ્રીન ટી પીવાની આદત હોય છે તેના દિમાગની વચ્ચેના ભાગમાં કોન્ટેક વધી જાય છે જેનાથી મેમરી રીલેટેડ કામમાં પણ વધારો થાય છે.
  8. સારી માત્રામાં નિદ્રા આપણા શરીર માટે જરૂરી છે જ સાથે સાથે તે આપણા મગજ માટે પણ ખુબ જ આવશ્યક છે. અલગ અલગ રીપોર્ટમાં એ વાત પુરવાર થઈ છે ઓછી ઊંઘની માત્ર આપણી મેમરી, ઇન્ફર્મેશનના એનાલિસિસ, કોન્સન્ટ્રેશન કરવા માટે અને ટ્રેસથી લડવા માટે આપણી તાકાત પર ખરાબ અસર કરે છે. આપણું મગજ ઊંઘ દરમિયાન મેમરીમાં પડેલા વિચારોનું નિરીક્ષણ કરે છે. એટલા માટે આપણે જો આપણું મગજ તેજ કરવું હોય તો ખુબ જ જરૂરી છે કે આપણે એક ખુબ સારી ઊંઘ કરવી જોઈએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!