એક માતા માટે કલંક રૂપ છે આ ૩ આદતો – તાત્કાલિત છોડી દેવી જોઈએ આવી ના શોભતી આદતો

કહેવાય છે કે, બાળકને સૌથી વધુ પ્રેમ એની માતા કરે છે. માઁ અને સંતાન વચ્ચેનો સંબંધ ખૂબ મજબૂત હોય છે. દિકરા-દિકરી ગમે એટલા મોટા થઈ જાય પણ માતાની નજરમાં તો તેઓ બાળક જ રહે છે. કહેવાય છે કે, માઁ પોતાના બાળકની પહેલી ગુરુ હોય છે. બાળક એની પાસેથી ઘણું બધું શીખે છે. બાળક એક પ્રકારની માટી સમાન હોય છે. આ માટીને માતા જે આકારમાં ઢાળે એ જ બની જાય છે. એવામાં માતાનું કર્તવ્ય છે કે, તેણી બાળકોના ભવિષ્ય માટે એક સારી માતા બને. જોકે ઘણી મહિલાઓમાં અમુક આદતો હોય છે કે જે તેણીને એક ખરાબ માતા બનાવે છે. આજે અમે તમને આવી જ અમુક ખરાબ આદતો વિશે જણાવીશું, જે બાળક અને માતા એમ બંને માટે નુક્શાનકારક છે.

(1) મતલબી :


માતા પોતાના બાળકોની ખુશી માટે પોતાના બધા સુખ ન્યોછાવર કરી દે છે. પોતે બધી મુશ્કેલીઓ વેઠીને બાળકને રાજી રાખે છે. જોકે ઘણી માતાઓ એવી પણ હોય છે કે જે પોતાના બાળકો માટે પોતાની આદતો અને દિનચર્યા નથી બદલી શકતી. એવામાં આવી મહિલાઓ પોતાનાં બાળકોને બદલે ખુદને વધુ પ્રાધાન્ય આપે છે. આ મહિલાઓ હંમેશા પોતાના માટે વિચારે છે. એમના આવા વર્તન માટે ઘણા કારણો જવાબદાર હોય શકે. કાં તો તેણી ખૂબ આળસુ છે, અથવા તેણીને બાળકો ઉછેરવાની ઝંઝટ પસંદ નથી અથવા તેણી પોતાના બાળકોનાં ઉછેર માટે બીજા પર નિર્ભર છે અથવા તેણી પોતાના લગ્ન જીવનથી ખુશ નથી અને છૂટાછેડા લઈને તેણી બાળકો વગર બીજે જવા માંગે છે.

(2) વધુ પડતા લાડથી બાળકોને બગાડવા :


એક માતાને ક્યારેય પોતાના બાળકોની ભૂલ નથી દેખાતી. તેણી એમને ખૂબ લાડ પ્યાર કરે છે જેથી બાળકની ભૂલ દેખાતી નથી. એક માતા તરીકે આપણે આ ભૂલ નથી કરવાની. જો તમે બાળકની બધી જીદ પુરી કરો છો અને સાથે એની ભૂલ પણ નજરઅંદાજ કરો છો તો તે બિલકુલ યોગ્ય નથી. આમ કરવાથી બાળક ખોટા રસ્તે ચડી જશે. એની ભૂલ હશે તો પણ તે પોતાને સાચા સાબિત કરશે. એને જીંદગીની સાચી ઓળખ નહીં થાય. એટલે પોતાના બાળકોને જરૂર મુજબ જ લાડ-પ્યાર કરવા જોઈએ. એની ભૂલ હોય તો એને ટોકો. એની માંગ અને જીદ્દી સ્વભાવ પર કન્ટ્રોલ કરો. એને જીવવા માટેનો આદર્શ અને સાચો રસ્તો દેખાડો. ત્યારે જ તમે એક સારી માતા બની શકો..

(3) બાળકોમાં ભેદભાવ રાખનાર :


એક માઁ માટે તેણીનાં બધા બાળકો એક સમાન હોવા જોઈએ. પછી તે છોકરો હોય કે છોકરી એનાથી કોઈ ફર્ક ન પડવો જોઈએ. જો માતા પોતાના બાળકોમાં કોઈને વધુ પ્રેમ આપે અને કોઈને ઓછો તો એ એની ખામી ગણાય. એક માતા તરીકે તમારી ફરજ છે કે બધા બાળકોને સમાન પ્રેમ અને દુલાર આપો. સાથે જ બધા નિયમો અને કાયદા પણ બધા માટે સમાન રાખવા જોઈએ. બધા બાળકો વચ્ચે ઘરની જવાબદારીઓ અને કામકાજની પણ બરાબર વહેંચણી કરવી જોઈએ.

મિત્રો, તમને શું લાગે છે એક માં ની અંદર અન્ય કઈ ખરાબ આદત હોય શકે? તમે કઈ-કઈ ખરાબ આદત ગણો છો? તમારા જવાબ કમેન્ટ્સમાં જણાવો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!