બજરંગી ભાઈજાનમાં મુન્નીનો રોલ કરનાર બાળકી પૂરી રીતે બદલાઈ ગઈ છે – જૂઓ ક્યુટ હર્ષાલીની તસ્વીરો

ફિલ્મ બજરંગી ભાઈજાનથી ફેમસ થયેલ મુન્ની એટલે કે હર્ષાલી ની અમુક તસ્વીરો ખુબ જ વાઈરલ થઇ રહી છે. અને આ તસવીરોમાં હર્ષાલી ખુબ જ ક્યુટ લાગે છે. હર્ષાલી ને સોશિયલ મીડિયા પર લાખો ફોલોવર્સ છે.

અને તેને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. માત્ર 11 વર્ષની હર્ષાલી બોલીવુડમાં તેનું કરિયર બનાવવા માંગે છે. તેને ઘણી વખત કહ્યું છે કે તે બોલીવુડની ટોપ અભિનેત્રી બનવા માંગે છે.

ભણતર પર આપી રહી છે ધ્યાન :

અભિનય ની સાથે સાથે હર્ષાલી ભણવામાં પણ પુરતું ધ્યાન આપે છે, અને બોલીવુડમાં કામ કરવા છતાં ભણતર પર તેની કોઈ અસર નથી પાડવા દેતી. હર્ષાલી સામાન્ય બાળકોની જેમ જ સ્કુલે જાય છે અને મન લાવીને ભણે છે.

બજરંગી ભાઈજાનથી મળી હતી ઓળખાણ :

હર્ષાલી મલ્હોત્રા એક ચાઈલ્ડ એક્ટર છે. અને તેને બજરંગી ભાઈજાન ફિલ્મમાં એક પાકિસ્તાની બાળકીનો કિરદાર નિભાવ્યો હતો. અને તેના માટે હર્ષાલી ને ઘણા એવોર્ડ પણ મળ્યા છે.

આ ફિલ્મમાં હર્ષાલીએ સલમાન ખાન સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મ 2015માં આવી હતી. તેના સિવાય હર્ષાલી મલ્હોત્રા ઘણી એડમાં પણ કામ કરી ચુકી છે. જણાવી દઈએ કે તેને તેના કરિયરની પહેલી એડ અભિનેત્રી કૃતિ સેનન સાથે કરી હતી.

સોશિયલ મીડિયા પર મચાવે છે ધૂમ :

 

View this post on Instagram

 

जय माता दी ?

A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) on


હર્ષાલિ મલ્હોત્રા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ રહે છે. અને અવારનવાર તેની તસ્વીરો અને વિડીઓ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જો કે હર્ષાલી નું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેના મમ્મી હેન્ડલ કરે છે. કેમ કે હર્ષાલી હજુ ખુબ જ નાની છે.

ઘણા નાટકોમાં પણ કર્યું છે કામ :

હર્ષાલી નો જન્મ 3 જૂન 2008 નાં રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો અને તેને ફિલ્મો સિવાય ઘણા નાટકોમાં પણ કામ કર્યું છે. હર્ષાલી એ કુબૂલ હૈ (2014) અને લોટ આઓ તૃષા (2014) જેવી ધારાવાહિકમાં પણ કામ કર્યું છે.

નાસ્તિક ફિલ્મમાં કરી રહી છે કામ :

હર્ષાલી હાલમાં નાસ્તિક નામની ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે અને આ ફિલ્મ આવતા વર્ષે રીલીઝ થવાની છે. આ ફિલ્મને શૈલેશ વર્મા દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહી છે. જો કે આ ફિલ્મમાં હર્ષાલી સિવાય અર્જુન રામપાલ અને મીરા ચોપડા પણ લીડ રોલ પર છે.

આ ફિલ્મમાં અર્જુન રામપાલ હર્ષાલીનાં પિતાનો રોલ નિભાવી રહ્યા છે. જે એક પોલીસ છે. આ ફિલ્મ ની 95 ટકા શૂટિંગ પૂરી થઇ ગઈ છે. આ ફિલ્મ દરમિયાન ડાલ્ટનગંજ રેલ્વે સ્ટેશનમાં સાર્વજનિક રૂપથી ધૂમ્રપાન કરવાથી અર્જુન રામપાલ પર 200 રૂપિયા દંડ પણ લગાવવામાં આવ્યો હતો. આ ફિલ્મ હર્ષાલી નાં જીવનની બીજી ફિલ્મ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!