ભીખ માંગીને ગુજરાન કરતા આ માજીએ મંદિરમાં આટલી રકમનું દાન આપ્યું – વાંચીને આંખો પહોળી થઇ જશે

‘ જીના ઇસી કા નામ હૈ ‘

આજકાલ ભારતમાં એવાં-એવાં ગજબ કિસ્સા બને છે કે, જાણીને આશ્ચર્ય થાય. હજું ગયા અઠવાડિયે એક ઘટના ઘણી વાયરલ થઈ હતી. જ્યાં બે અંગ્રેજી ભિક્ષુક મહિલાઓએ પોલીસને પોતાની અમીરીની હકીકત જણાવીને ચોંકાવી મુક્યા હતાં. જેમાંથી એકનો દિકરો એન્જિનિયર હતો અને બીજી મહિલા કેટલાય મિલિયન ડોલર્સની માલકિન હતી. આપણાં દેશના ભિખારી તો મોટા-મોટા ઉદ્યોગપતિઓને પણ ટક્કર આપે એવી કાબિલિયત ધરાવે છે.

દુનિયામાં એવાં ઘણાં લોકો છે, જેમની પાસે કશું જ નથી હોતું એમ છતાં અમે જ કંઈક છીએ એવાં ખોટા દેખાડા કરતા હોય છે. અને કેટલાંક એવા લોકો પણ હોય છે જેમની પાસે એશો-આરામની દરેક ચીજ-વસ્તુઓ અને લાખો રૂપિયા હોવાં છતાં તેઓ એટલું સામાન્ય જીવન જીવતાં હોય કે લોકો એને ગરીબ માણસ સમજી બેસે.

હમણાં કંઇક એવો જ વિચિત્ર કિસ્સો અમારાં ધ્યાને આવ્યો છે. જ્યાં એક ભીખ માંગતી મહિલાએ મંદિરમાં દાન પેટે અઢી લાખ રૂપિયા ચઢાવી દીધાં. ચાલો જાણીએ આ મહિલાની પુરી હકીકત.

સામાન્ય રીતે આપણે બધાંએ રસ્તા પર રખડતા ઘણાં ભિખારીઓને જોયા હશે ! જેનાં હાથ-પગ સહી-સલામત હોય, તંદુરસ્ત હોય, યુવાન હોય એમ છતાં ભીખ માંગતા શરમાતા ન હોય. એમાંથી ઘણાં લોકો તો એવાં હોય જે લુલા-લંગડા હોવાના ખોટા ઢોંગ કરીને ભીખ માંગતા હોય. પણ આજે અમે તમને જે સત્ય ઘટના જણાવવા જઈ રહ્યાં છીએ એ સાંભળીને તમારાં હોંશ ઉડી જશે. વાત જાણે એમ છે કે, અમે વાત કરી રહ્યાં છીએ એક એવી ભિક્ષુક મહિલાની કે, જેણે મંદિરને દાનમાં આપેલી રકમથી આખો દેશ આશ્ચર્યચકિત છે.

Close-up of an elderly beggar’s hand holding a cup.

તમારી જાણ સારૂ તમને જણાવી દઈએ કે, હાલમાં આ મહિલાની ઉંમર 85 વર્ષ છે અને તેણી છેલ્લા દસ વર્ષથી ભીખ માંગીને જ પોતાનુ ભરણ-પોષણ કરી રહી છે. તમને જાણીને ચોક્કસ નવાઈ લાગશે કે, આ ભિક્ષુક મહિલાએ મૈસુરનાં વોંટીકોપ્પલમાં આવેલ પ્રસન્ના અંજનેય સ્વામી મંદિર ટ્રસ્ટને લગભગ અઢી લાખ રૂપિયા જેટલી મોટી રકમ દાનમાં આપી છે. આ ઘટના જાણ્યા પછી બધાં દંગ રહી ગયાં છે.

85 વર્ષની આ મહિલાએ છેલ્લાં એક દશકાથી ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવ્યું છે. આ સમય દરમિયાન એણે લાખો રૂપિયા જમા કરી લીધાં. એમ છતાં આ મહિલાને જરા પણ લોભ કે લાલચ નથી. એટલે જ તેણી પોતાની જરૂરિયાત મુજબનાં પૈસા પોતાની પાસે રાખીને બાકી વધારાનાં પૈસા મંદિરને દાનમાં આપતી રહે છે. કહો કે, માણસાઈ અને જીન્દાદિલીની મિશાલ બની ચૂકેલ આ મહિલાને પૈસા કરતા ઈશ્વર સેવા વધુ પસંદ છે. પોતાની જરૂરિયાતની ચીજ-વસ્તુઓ ખરીદ્યા બાદ વધેલા પૈસા મંદિર ટ્રસ્ટમાં દાનમાં આપે છે. આવી રીતે ઘણીવાર મંદિરને નાની-મોટી રકમ દાનમાં આપી છે.

વિડીયો રજૂઆત:

આ દાનવીર ભિક્ષુક મહિલાનું નામ સીતાલક્ષ્મી છે અને તેણી પોતાના ભાઈ ઔરબી સાથે યદાવાગીરીમાં રહે છે. શરૂઆતથી જ સીતાલક્ષ્મીને બીજા કોઈ પર નિર્ભર રહેવું પસંદ નહોતું. એટલે તેણી આખો દિવસ મંદિરની બહાર બેસી રહેતી અને સેવાની સાથો-સાથ ભીખ માંગીને પોતાનું જીવનનિર્વાહ કરતી. મંદિરનો સ્ટાફ પણ આ મહિલાનું પુરતું ધ્યાન રાખે છે. હમણાં થોડા દિવસ પહેલાં જ ઉદારતા અને માનવતા માટે વાસુ મંદિરમાં સીતાલક્ષ્મીનું સન્માન કરવામાં આવ્યું હતું.

આવા ઉદાર અને વિશાળ હ્ર્દયનાં માજીની માનવતા અને પ્રભુ સેવા જોઈને શ્રી રાજ કપૂરનાં ફિલ્મ ગીતની પંક્તિઓ ચોક્કસથી યાદ આવે.

‘માના અપની જેબ સે ફકીર હૈ,
ફિર ભી યારો દિલ કે હમ અમીર હૈ.’

લેખન-સંકલન : ઈલ્યાસભાઈ

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!