બીગ બોસમાં એશ્વર્યાનું નામ આવ્યું અને સલમાનની બોલાતી બંધ થઇ – આ રીતે રીએક્શન આપ્યું

સલમાન અને એશ્વર્યાની કહાની આજસુધી બોલીવુડની સૌથી ફેમસ કહાની રહી છે. તેમજ બોલીવુડનો અત્યાર સુધીનો સૌથી મોટો અને ફેમસ વિવાદ રહ્યો છે. ક્યારેક એકબીજાના પ્રેમમાં પાગલ રહેનાર આ કપલ્સ આજે એકબીજા સાથે વાત પણ નથી કરતા. એક સમયે બંનેની જોડી ખુબ જ ફેમસ હતી. એશ્વર્યાએ સલમાન ઉપર ઘણી પ્રકારના આરોપો પણ લગાવ્યા હતા.

એવામાં એશ્વર્યા અને સલમાન હંમેશા એક બીજાને ઇન્ગ્નોર જ કરતા આવ્યા છે. તે બંને એકસાથે ક્યારેય જોવા પણ મળતા નથી. એટલું જ નહિ પરંતુ એકબીજા વિશે ક્યારેય વાતો પણ નથી કરતા. જો કે હાલમાં જ બીગ બોસ 13 ના વીકેંડના વાર પર કંઇક એવું થયું કે વચ્ચે એશ્વર્યાનું નામ આવી ગયું. ત્યાર બાદ જે થયું તે જોવા જેવું હતું.

દરેક વખતની જેમ આ વખતે પણ સલમાન ખાન પણ બીગ બોસ હાઉસના સદસ્યોનો પર્સનલ મેટર સોલ્વ કરતા હતા, તે દરમિયાન શહનાજ અને હિમાંશીની દુશ્મની વાળો ટોપિક પણ સામે આવ્યો. તે સમયે ભાઈજાને હિમાંશીનો સપોર્ટ કરતા શહનાજ ને ઘણું સંભળાવ્યું. શહનાજ સલમાનની વાત સંભાળીને રોઈ પડી હતી. સલમાને હિમાંશીને પૂછ્યું કે શહનાજને દરેક “પંજાબની કટરીના કૈફ” બોલાવે છે તો તમને પંજાબની શું કહે છે. એવામાં હિમાંશીએ કહ્યું કે મને “પંજાબની એશ્વર્યા રાય” કહે છે.

સલમાનને આ વાતની આશા નહતી. એશ્વર્યા રાયનું નામ સંભાળતા જ સલમાનની બોલાતી બંધ થઇ ગઈ. સલમાને આ વાત પર રીએક્શન ના કરવું જ બરોબર જ સમજ્યું. તે બસ તેની જગ્યાએ મૌન ઉભા રહ્યા. ત્યારબાદ વચ્ચે શહનાજને જોરથી હસવું આવ્યું.

શહનાજએ પછી કહ્યું કે કટરીના કૈફ એશ્વર્યા રાય થી વધુ સુંદર છે. આ વાત પલટાવીને સલમાને કહ્યું કે બહારની સુંદરતાનું શું છે એ તો ઉપર વાળાની દેન છે. પરંતુ આ જે તારો (શહનાજ નો) વજન છે એ તો તમારી જ દેન છે. બસ આ વાત સંભાળતા જ ઘરના બધા સભ્યો હસવા લાગ્યા.

તો જેમ તમે જોયું કે સલમાન ખાન આજે પણ એશ્વર્યાનું નામ આવવા પર ઘણી કાળજી રાખે છે. કેમ કે તે એ વાત સારી રીતે જાણે છે કે જો તેને બીગ બોસમાં એશ્વર્યાને લઈને કઈ પણ કહ્યું, ભલે તે મજાક મજાક માં હોય, તો આ વાતને લઈને મીડિયામાં ખુબ જ હંગામાં થશે.

તેથી તેને  એશ્વર્યાનું નામ આવવા પર ચુપ રહેવું જ સમજદારી સમજી. આમ પણ હવે એશ્વર્યા બચ્ચન પરિવારની વહુ છે. એવામાં સલમાન ખાન પણ સમજે છે કે એશ્વર્યાનું પણ એક અંગત જીવન છે. તેથી મારા બોલેલા શબ્દોની અસર તેના પર પડવી ન જોઈએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!