આથીયા શેટ્ટી સહીત આ 4 હિરોઈને ક્રિકેટરો સાથે પ્રેમ કર્યો અને લગ્ન પણ કર્યા – ચોથા નંબરની જોડી કેટલાની ફેવરીટ

બોલીવુડ અને ક્રિકેટનો સંબંધ ખુબ જ જુનો છે. અવારનવાર કોઈને કોઈ ખેલાડીનું નામ બોલીવુડ એક્ટ્રેસ સાથે જોડાય છે. જો કે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. હાલમાં આથીય શેટ્ટી કે એલ રાહુલ સાથે રીલેશનશીપની અફવાઓને લઈને ખુબ જ ચર્ચાઓમાં છે. જણાવી દઈએ કે આથીયાના જન્મ દિવસ પર કે એલ રાહુલે તેની એક તસ્વીર શેર કરીને તેને જન્મ દિવસની શુભેચ્છા આપી હતી. આ તસ્વીરમાં બંને સાથે જોવા મળ્યા હતા.

એવામાં બંને રીલેશનશીપમાં હોવાની અફવાઓ ફેલાવા લાગી. જો કે આ પહેલી વાર નથી કે કોઈ એક્ટ્રેસનું નામ એક ક્રિકેટર સાથે જોડાયું હોય. આની પહેલા પણ ઘણી અફવાઓ સંભાળવા મળી છે. એવામાં આજે આપણે આજે એવી જોડીઓ વિશે વાત કરવાના છીએ જેને લગ્ન કાર્ય અને તેના સંબંધને એક નવી ઓળખાણ આપી.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી :

ઘણા સમય રીલેશનશીપમાં રહેવા પછી બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે વર્ષ 2017માં લગ્ન કર્યા. બંનેએ 11 ડીસેમ્બરનાં રોજ ઇટલીના લેક કોમોમાં લગ્ન કર્યા. બંનેની મુલાકાત એક શેમ્પુ એક દરમિયાન વર્ષ 2013માં થઇ હતી. આ મુલાકાત આગળ જઈને પ્રેમમાં બદલી ગઈ અને બંનેએ હંમેશા સાથે રહેવાનો નિર્ણય લીધો. જો કે લગ્ન પહેલા બંનેનું નામ અન્ય બીજા અલગ અલગ લોકો સાથે પણ જોડાઈ ચુક્યું છે.

સાગરિકા ઘાટકે અને જહીર ખાન :

ચક દે ગર્લ સાગરિકાએ ભારતના પૂર્વ ફાસ્ટ બોલર જહીર ખાન સાથે લગ્ન કર્યા છે. આની પહેલા જહીર અભિનેત્રી ઈશા શેરવાની સાથે રીલેશનશીપને લઈને ચર્ચામાં રહ્યા હતા. ઈશા સાથે તેનું અફેર લગભગ 7 વર્ષો સુધી ચાલ્યું હતું. પ્રાંતિ ઈશા સાથે બ્રેક્પ પછી તે સાગરિકાની નજીક આવ્યા અને બંનેએ એકબીજાને તેના હમસફર અનાવી લીધા.

હેજલ કીચ અને યુવરાજ સિંહ :

વર્ષ 2016માં હેજલ કીચ અને યુવરાજ સિંહે લગ્ન કાર્ય. યુવરાજસિંહનું નામ બોલીવુડની ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચુક્યું છે. પરંતુ ફિલ્મ ‘મહોબ્બતે’ ની હિરોઈન કીમ શર્મા સાથે તેનું અફેર 4 વર્ષ સુધી ચાલ્યું હતું. તે સમયે બંનેના લગ્નની પણ અફવાઓ હતી પરંતુ એવું ન થયું, બંનેનું બ્રેક્પ થઇ ગયું અને ત્યારબાદ યુવરાજ સિંહ બ્રિટીશ મોડલ હેજલ કીચ સાથે લગ્ન સંબંધમાં બંધાય ગયા. જણાવી દઈએ કે ફિલ્મ ‘બોડીગાર્ડ’ માં કરીનાની દોસ્તનાં કિરદારમાં હેજલ જોવા મળી હતી.

ગીતા બસરા અને હરભજન સિંહ :

ગીતા બસરા એક બોલીવુડ અભિનેત્રી છે. તેને વર્ષ 2015 માં ભારતના પ્રખ્યાત સ્પીન બોલર હરભજન સાથે લગ્ન કરી લીધા. બંનેનું અફેર પણ તે જ વર્ષે ચાલુ થયું હતું. વર્ષ 2016 માં ગીતાએ એક દીકરીને જન્મ પણ આપ્યો જેનું નામ તેને હિનાયા રાખ્યું છે. હરભજન અવારનવાર તેની દીકરીની તસ્વીરો શેર કરતા રહે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!