ગરીબ પરિવારમાં જન્મેલી અને ઘરેથી ભાગીને મુંબઈ આવેલી આ એક્ટ્રેસ આ રીતે બની કરોડપતિ

જીવનમાં જરૂરી નથી કે, જે વ્યક્તિ જે સ્થિતિમાં પેદા થઈ છે એ તે જ સ્થિતિમાં મૃત્યુ પામે. જો તેની અંદર મોટો માણસ બનાવની ચાહત અને લગન હોય તો તેને સફળ બનતા કોઈ રોકી ન શકે. આવા ઉદાહરણો દુનિયાભરમાં ભરેલા પડ્યા છે. ઘણા લોકો જે સ્થિતિમાં જનમ્યા હોય તે જ સ્થિતિમાં મૃત્યુ પામે છે કેમ કે, તેઓની ઈચ્છાશક્તિ તેવી જ રહેલી હોય છે.પરંતુ ટી.વી.ઇન્ડસ્ટ્રીની આ છોકરીએ આ વાતને ખોટી સાબિત કરી છે. ગરીબ પરિવારમાં જન્મેલી આ અભિનેત્રીએ આ રીતે બની કરોડપતિ, ટી.વી.નો ચર્ચાસ્પદ રહી ચૂકેલો આ ચહેરાએ નામની સાથે રૂપિયા પણ બનાવ્યા.

ગરીબ પરિવારમાં જન્મેલી આ અભિનેત્રી આવી રીતે બની કરોડપતિ.

એવા ઘણાય માણસો છે જે અભિનય કરવાના સપના સેવતા હોય છે અને તેના માટે તેઓ ખુબ મહેનત પણ કરતા હોય છે, પણ તેમાંથી થોડાક જ લોકો સફળતા પ્રાપ્ત કરી શકે છે. તેમાંથી જ એક છે શિવાંગી જોશી જેણે લોકપ્રિય સિરિયલ ‘ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ‘ મા મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યુ. શિવાંગી જોશીએ પોતાની કારકિર્દીની શરૂઆત ‘બે ઇંતેહા’મા સપોર્ટીગ અભિનેત્રી તરીકે કરી હતી. ત્યાર બાદ શિવાંગીએ ‘ બેગુસરાય’ સિરિયલમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી.

 

View this post on Instagram

 

New addition to the family.. @jaguar ❤️ #welcomehomebaby #muchawaited

A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) on

હાલમાં શિવાંગી જોશી ટી.વી.નો ચર્ચાસ્પદ શો ‘ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ‘ કરી રહી છે અને જેમાં તે મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. શિવાંગી જોશી એક ગરીબ પરિવારમાં જન્મી હતી. અને ગરીબી દૂર કરવા માટે એણે હંમેશા કઈક ને કઈક અલગ વિચારસરણી રાખી. ત્યારે શિવાંગીએ અભિનય કરવાનું વિચાર્યુ અને ઘરેથી ભાગીને મુંબઈ આવી ગઈ. અહીંયા થોડો સમય સંઘર્ષ કર્યા બાદ તેને સિરિયલમાં કામ મળી ગયું. મુંબઈ આવ્યા બાદ શિવાંગીના સપનાઓને ઉડાન મળી અને અત્યાર સુધીમાં શિવાંગીએ ૨૨ કરોડ રૂપિયા કમાઈ લીધા છે.


મુંબઈ જેવા શહેરમાં તે પોતાના ફ્લેટમાં રહે છે અને એક મહિનાની કમાણી લાખો રૂપિયામાં કરે છે. શિવાંગી જોશીનો ભાઈ અને માં પણ તેની સાથે મુંબઈ આવીને રહેવા લાગ્યા છે. કેટલાક દિવસો પહેલા જ શિવાંગીએ ૬૦ લાખ રૂપિયાની કાર ખરીદી છે જેના ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર શેર કરી છે.

શિવાંગી જોશી નાના પડદાની લોકપ્રિય હિરોઈનમાની એક છે અને તાજેતરમાં તેણે ગોલ્ડ એવોર્ડ જીત્યો છે જેમાં તે બેસ્ટ ફિમેલ એક્ટર થી સન્માનિત થઈ છે. શિવાંગી દેખાવમાં ઘણી જ સુંદર છે. અને સોશ્યલ મીડિયા પર શિવાંગી ઘણી એક્ટિવ રહે છે. તેના સિવાય તેની ચર્ચાઓ તેના કો- સ્ટારની સાથે પણ ઘણી થતી હોય છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!