કમાણીમાં પતિને પણ ટક્કર આપે છે આ ૫ કોરિયોગ્રાફરની પત્નીઓ – આ રીતે કરે છે કમાણી

બોલીવુડ ફિલ્મોમાં સોંગ અને ડાન્સનું ખુબ જ મહત્વ હોય છે. ઘણી વખત તો ફિલ્મમાં કરેલ સારા ડાન્સને લીધે ફિલ્મ હિટ થઇ જાય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એક્ટર અને એક્ટ્રેસને પોતાની આંગળી પર નચાવનાર કોરિયોગ્રાફર્સએ બોલીવુડમાં એક અલગ જ ઓળખાણ બનાવી છે. રેમો ડિસુઝા થી લઈને ગણેશ આચાર્ય જેવા પ્રખ્યાત અને કાબિલ આચાર્ય કોરિયોગ્રાફર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સાન છે.

પરંતુ શું તમે આજસુધી આ પ્રખ્યાત કોરિયોગ્રાફરની પત્નીઓ વિશે સાંભળ્યું છે. જણાવી દઈએ કે આ કોરિયોગ્રાફરની પત્નીઓ એક સક્સેસફૂલ વુમન છે. આજે અમે તમને જણાવા જઈ રહ્યા છીએ પ્રખ્યાત કોરિયોગ્રાફરની પત્નીઓ વિશે જે કમાણીમાં પતિઓને પણ ટક્કર આપે છે.

ગણેશ હેગડે એક સિંગર, પરફોર્મર, કોરિયોગ્રાફર, વિડીઓ ડાયરેક્ટર છે, જેને ‘લગાન’ જેવી સુપરહિટ ફિલ્મની કોરિયોગ્રાફી કરી હતી. જણાઈ દઈએ કે ‘લગાન’ ફિલ્મને ઓસ્કર એવોર્ડ માટે નોમીનેટ કરવામાં આવ્યું હતું. તેમજ ઘણા બધા ફિલ્મો અને રિયાલિટી શો માં કોરિયોગ્રાફી કરનાર ગણેશ હેગડેની પત્નીનું નામ સુનાન્યા છે. વર્ષ 2011માં બંનેના લગ્ન થયા હતા તેની પત્ની સુનાન્યા એક ડીઝાઈનર અને સ્ટાઈલીસ છે.

રેમો ડિસુઝાને બોલીવુડનો સૌથી સક્સેસફૂલ કોરિયોગ્રાફર માનવામાં આવે છે. તેની પત્નીનું નામ લીસેલ છે. તે એક સક્સેસફૂલ ફેશન ડીઝાઇનર છે. લિસેલએ આજ સુધી ઘણા રીયાલીટી શો માં રેમો ડિસુઝા માટે સૂઝ અને કપડા ડીઝાઈન કર્યા છે. આજકાલ તે વેટ લોસને લઈને ચર્ચાઓમાં છે.

તેનો વજન પહેલા ખુબ જ વધારે હતો પરંતુ હવે લેટેસ્ટ ફોટોસમાં તે થોડી અલગ નજરે આવે છે. જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર લીસેલ તેની વેટ લોસની પ્રકિયા શેર કરી રહી છે. રેમો ડિસુઝાનો જન્મ 2 એપ્રિલ 1974ના રોજ બેંગ્લોરમાં થયો હતો. તેને પોતાના કરીયરની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સર થી કરી હતી.

ગણેશ આચાર્ય પાછલા 10 વર્ષથી બોલીવુડને પોતાના ઇશારા પર નચાવી રહ્યો છે. તેની પત્નીનું નામ વિધિ આચાર્ય છે. ગણેશ આચાર્યએ બોલીવુડના ઘણા ફેમસ સોંગની કોરિયોગ્રાફી કરી છે. પદ્માવત નું પ્રખ્યાત સોંગ “ખાલી બલી” ની કોરિયોગ્રાફી પણ ગણેશ આચાર્યએ કરી હતી. તેમજ અભિનેતા ગોવિંદાની મોટાભાગના સોંગની કોરિયોગ્રાફી ગણેશ આચાર્ય કરી ચુક્યા છે.

મુદસ્સર ખાનએ હજુ સુધી ‘જાય હો’ અને ‘બોડીગાર્ડ’ જેવી ફિલ્મોમાં ડાન્સ કોરિયોગ્રાફીકરી છે. તેની પત્નીનું નામ અભીશ્રી સેન છે. જણાવી દઈએ કે અભીશ્રી સેન પણ એક કોરિયોગ્રાફર છે. બોલીવુડમાં આ બંનેની જોડી એકદમ પરફેક્ટ માનવામાં આવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!