બોલીવુડમાં આ રીતે કરવામાં આવે છે કિસિંગ સીનનું શૂટિંગ જોઇને વિશ્વાસ નહિ આવે – સચ્ચાઈ આવી સામે

બોલીવુડ એક એવી જગ્યા છે જ્યાં રોજ-બરોજ નવા નવા ખુલાસો થતા રહે છે, ક્યારેક રીલેશનશીપ અને તલાક, તો ક્યારેક કોઈની સફળતાનાં ખુલાસાઓ થતા હોય છે. પરંતુ જણાવી દઈએ કે આ વખતે જે ખુલાસો થયો છે તે એકદમ અલગ છે. જી હા, જણાવી દઈએ કે આ વખતે ફિલ્મમાં થતા કિસિંગ શૂટને લઈને એક ખુલાસો બહાર આવ્યો છે. ઘણા લોકો વિચારતા હોય કે શું હીરો અને હિરોઈન સાચે જ કીસ કરતા હશે? તો ચાલો જાણીએ કિસિંગ સીન પાછળની સચ્ચાઈ…

ફિલ્મના ઘણા સીન ખુબ જ હિટ જતા હોય છે જેમાં કિસિંગ સીન સૌથી વાઈરલ થતા હોય છે. તમે ક્યારેય વિચાર્યું છે કે હીરો હિરોઈન ક્યારેય મળતા પણ ન હોય અથવા ક્યારેક જ મળતા હોય છે એવામાં તે કિસ કરવામાં કેવી મુશ્કેલી અનુભવતા હશે. પરંતુ જો તમને કહેવામાં આવે કે આ બધા જ કિસિંગ સીન બનાવટી હોય છે, તો શું તમે માનો?

જી હા, જણાવી દઈએ કે હીરો હિરોઈન હકીકતમાં એકબીજાને કિસ કરતા જ નથી આ સીન સંપૂર્ણ પણે બનાવટી હોય છે, ફિલ્મમાં કિસિંગ સીનની પોલ ખોલતો એક વિડીઓ વર્ષ 2014 માં યુટ્યુબ પર ખુબ જ વાઈરલ થયેલો જે સાઉથની એક બિહાઈડ સીન વિડીઓ હતો. જો કે આ વિડીઓ હવે જોવા મળશે નહિ કેમ કે તેને યુટ્યુબ પરથી ડીલીટ કરી દેવામાં આવ્યો છે.

હીરો હિરોઈન પાશે અલગ અલગ જગ્યાએ કિસિંગના સીન શૂટ કરવીને વિઝ્યુઅલ દ્વારા બંનેનો  રીયલમાં કિસ કરી હોય એવો વિડીઓ બનાવી આપવામાં આવે છે. જ્યારે તેને હકીકતમાં આવું કર્યું જ ન હોય. જણાવી દઈએ કે માત્ર સાઉથ જ નહિ પરંતુ બોલીવુડની ફિલ્મોમાં પણ આવી રીતે જ કિસિંગ સીન શૂટ કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે લઈએ તો ફિલ્મ “મેને પ્યાર કિયા” માં સલમાન અને ભાગ્યશ્રીનો કિસિંગ સીન આવે છે. તે બિલકુલ બનાવટી છે, હકીકતમાં સલમાને અને ભાગ્યશ્રીએ એકબીજાને કિસ કરવાની ચોખ્ખી નાં પાડેલી, પરંતુ આ સીન ખુબ જ જરૂરી હતો અને નિર્દેશક ગમેતેમ કરીને આ સીન લેવા માંગતા હતા. ત્યારે બંને વચ્ચે કાચ મુકેલો અને બંનેએ કાચને કિસ કરેલી જેને એડીટીંગ બાદ રીયલ કિસ તરીકે જબરદસ્ત સીન બનાવી દેવામાં આવ્યો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!