બોલિવૂડના આ 5 સ્ટાર ખતરનાક બીમારીના ઝપેટમાં છે, આ નંબરવાળી હીરોઈનને થઈ ચૂક્યો છે એઇડ્સ

બોલીવુડના સૌથી મોટા મોટા એક્ટર વિષે તો તમે બહું બધું જાણતા જ હશો. તમને એ વાતની જાણ પણ હશે કે એમની દુનિયા બોલીવુડ ઈન્ડસ્ટ્રી જેવી જ એકદમ રંગીન હોય છે. પરંતુ એમની આ રંગીન દુનિયામાં સામન્ય વ્યક્તિની જેમ થોડા દુઃખ પણ હોય જ છે, જે જલ્દી સામાન્ય દુનિયા સામે નથી આવી શકતા. હા, તમને કહી દઈએ કે બોલીવુડનીઆ રંગીન દુનિયામાં કામ કરવા વાળા માણસોના લાઈફમાં ઘણી બધી એવી વાતો પણ હોય છે, જે એમને દુઃખ આપી જાય છે, છતાં પણ તે આપણને ફિલ્મી પર્દા પર જોઈ શકતા નથી.

દોસ્તો, અને આજે તમને આ આર્ટિકલમાં માધ્યમ દ્વારા એવા જ થોડા અભિનેતા અને અભિનેત્રી વિષે કહેવા જઈ રહ્યા છીએ, જે પોતાના પર્સનલ જીવનમાં ઘણી તકલીફોનો સામનો કરતા રહે છે. અને તેઓ કોઈ ને કોઈ જીવલેણ બીમારીની ઝપટમાં પણ આવી ચુક્યા છે. તો આવો જાણીએ આ લેખમાં શું છે ખાસ?

સલમાન ખાન :

દોસ્તો આ લિસ્ટમાં બોલીવુડના દબંગનું નામ વાંચીને ઘણાને વિશ્વાસ પણ નહિ થાય. પણ સલમાન ખાન પણ એક ભયાનક બીમારી સામે લડી રહ્યા છે. તમને કદાચ ખબર નહિ હોય તો કહી દઈએ, કે સલમાન ખાન જે ગંભીર બીમારીથી પરેશાન છે એને “ટ્રાઈજેમિનલ ન્યૂરેલ્જિયા” ના નામથી ઓળખવામાં આવે છે. ડોક્ટરોના કહ્યા અનુસાર આ બીમારીમાં વ્યક્તિએ ઊંઘતા સમયે ઘણી વધારે સમસ્યાનો સામનો કરવો પડે છે.

સોનમ કપૂર :

આ યાદીમાં સ્ટાઈલ આઇકોન તરીકે જાણીતી અને કપૂર ખાનદાનની લાડકી દીકરી તથા સુંદર અભિનેત્રી સોનમ કપૂરની નામ પણ સમાવેશ છે. દોસ્તો તમને જાણીને આશ્ચર્ય થશે કે, સોનમ કપૂરને નાનપણથી જ શુગરની બીમારી છે. તે બાળપણથી આ બીમારી સામે ખભા થી ખભો મિલાવી રહી છે. અને એને લીધે એમણે ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. છતાં પણ આજે તે પોતાના મેરેજ જીવનનો આનંદ પણ માણી રહી છે. અને છેલ્લે તે પોતાના પિતા સાથે જ “એક લડકી કો દેખા તો એસા લગા” માં દેખાવા મળી હતી.

અમિતાભ બચ્ચન :

બોલિવૂડના મહાનાયક એટલે અમિતાભ બચ્ચનને કોઈ વધારે ઓળખ આપવાની કોઈ જરૂર નથી. એમને તો આખી દુનિયા જાણે છે. બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં આજે પણ તે કાર્યરત છે. તેમના ફેન એમના પર્સનલ જીવન વિષે ઘણી બધી વાતો જાણે પણ છે. પણ એમના વિષે થોડી એવી વાતો પણ છે જ જે કદાચ તમને ખ્યાલ નહિ હોય.

દોસ્તો, આજે તમને કહી દઈએ કે અમિતાભ બચ્ચનને પોતાના કરિયરની શરૂઆતના સમયમાં આવેલી ફિલ્મ ‘કુલી’ ના શૂટિંગ સમયે એક ગંભીર ઈજા થઈ હતી, જેના લીધે એમને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ઉપચાર દરમ્યાન એમને સ્વસ્થ થવા માટે હોસ્પિટલમાં લોહીની ઘણી બોટલો પણ ચડાવવી પડી હતી.

પણ વધારે દુખદાયી વાત તો એ છે કે, તે બોટલો માંથી એક બોટલમાંનું લોહી હિપેટાઈટિસ બી વાયરસ વાળું ચડાવ્યું હતું. એ કારણે અમિતાભ બચ્ચનને હિપેટાઈટિસ બી જેવી ગંભીર બીમારી હાલમાં થઈ ગઈ. અને તેના કારણે જ આજે અમિતાભ બચ્ચનનું લીવર 75% ખરાબ થઈ ગયું છે. આજે તે પોતાના 25% લીવર પર જીવે છે.

મનીષા કોઈરાલા :

એ તો જગ જાહેર છે કે મનીષા કોઈરાલા કે જે એક સમયમાં હજારો યુવાનો ની ફેવરીટ હતી અને સૌદાગર ફિલ્મ થી ઇન્ડસ્ટ્રી માં એન્ટ્રી કરેલી, એમને કેન્સર થયેલું અને ખુબ જ બોલ્ડ રીતે એમને બીમારી ને સ્વીકારી અને આજે બીમારી થી બહાર નીકળી રહી છે.

નિશા નૂર :

આજના આ લિસ્ટમાં છેલ્લું નામ છે બોલીવુડ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત હિરોઈન નિશા નૂરનું.  તેમને પણ જીવલેણ બીમારીએ પોતાનો શિકાર બનાવી છે. તમને કહી દઈએ કે અભિનેત્રી નિશા નૂરને એઈડ્સ જેવી ગંભીર બીમારીએ પોતાની ઝપેટમાં આવી ગઈ હતી.

અને એઈડ્સની ઝપેટમાં આવ્યા બાદ વર્ષ 2007 માં એમનું અચાનક મૃત્યુ પણ થયું હતું. કહી દઈએ કે તે 80 ના દશકમાં બોલીવુડમાં ટોચની સુપરસ્ટાર રહી હતી. પણ જીવનના છેલ્લા સમય એવું કોઈ ન હતું, જે એમની સંભાળ રાખી શકે. અને પરિણામ સ્વરૂપ દુઃખ દાયી મૃત્યુ એમના ભાગે આવ્યું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!