બોલીવુડમાં પણ થઇ રહ્યા છે કરોડોના કૌભાંડ – અમીષા પટેલનાં 2.50 કરોડના કૌભાંડ પછી આ ડાયરેક્ટરે કર્યું અધધ આટલા કરોડનું કૌભાંડ…

બોલીવુડ એક એવી જગ્યા છે જ્યાં દરરોજ લાખો કરોડોનો બિઝનેશ થાય છે, ઘણા ટીવી શો, એડ, અથવા ફિલ્મો દ્વારા દરરોજ ઇન્ડસ્ટ્રીઝમાં લાખોનાં વહીવટો થતા હોય છે. પરંતુ હવે બોલીવુડમાં પણ કૌભાંડો થવા લાગ્યા છે. મિત્રો જો તમને ખબર હોય તો થોડા સમય પહેલા જ અમીષા પટેલ પર 2.5 કરોડના કૌભાંડમાં નો આરોપ લગાવવામાં આવ્યો હતો.

આમ તો સામાન્ય રીતે અન્ય કામોમાં અને બિઝનેશમાં કૌભાંડો થતા જ હોય છે પરંતુ હવે બોલીવુડમાં પણ કરોડોના કૌભાંડો થવા લાગ્યા છે. જણાવી દઈએ કે હાલમાં જ ફિલ્મોના પ્રખ્યાત ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર રેમો ડિસૂઝાનું નામ કૌભાંડમાં સામે આવ્યું છે. જી હા, રેમો પર રૂ. 5 કરોડના કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આરોપ લાગવનાર વ્યક્તિનું નામ સત્યેન્દ્ર ત્યાગી છે જેને રેમો પર કરોડોની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. તેનો કેસ ગાઝીયાબાદની કોર્ટમાં ચાલી રહ્યો છે. આરોપ લગાવતા કહ્યું કે ફિલ્મોમાં પૈસા લગાવવાના બહાને તેને 5 કરોડ રૂપિયાની છેતરપીંડી કરી છે. જણાવી દઈએ કે આ વાત વર્ષ 2013ની છે ત્યારે સત્યેન્દ્રએ રેમોને રૂપિયા આપ્યા હતા.

જ્યારે સત્યેન્દ્રએ તેના રૂપિયા રેમો પાસેથી પાછા માંગ્યા તો રેમોએ તેના પર જાનથી મારી નાખવા માટે હુમલો પણ કરાવ્યો હતો. તેથી વર્ષ 2016માં રેમો પર કાયદેસર રીતે કેસ કરવામાં આવ્યો અને તેની કાર્યવાહી ગાઝીયાબાદની ડીસ્ટ્રીક કોર્ટમાં ચાલી રહી હતી. કોર્ટમાં સુનાવણીનાં સમયે રેમોએ હાજરી આપી ન હોવાથી તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. તેથી હવે તેની ધડાપકડ પણ થઇ શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!