બોલીવુડનાં આ 10 સિતારાઓ છે એકબીજાના કાર્બન કોપી ચહેરા જોઇને ઓળખી નથી શકતા લોકો – નંબર ૫ તો એકદમ કોપી

આપણે ઘણી વખત એકબીજાના હમશકલ જોવા મળે છે ખાસ કરીને મોટા મોટા સેલિબ્રિટીનાં હમશકલ જડપથી સામે આવતા હોય છે. એવું કહેવામાં આવે છે કે એક ચહેરાના દુનિયામાં 7 હમશકલ હોય છે. પરંતુ જરૂરી નથી કે બધા એક જ દેશમાં હોય તેથી મોટાભાગે હમશકલ જોવા મળતા નથી. ક્યારેક જુડવા ભાઈઓ અથવા ભાઈ બહેનનો ચહેરો સરખો હોય છે.

આજે આપણે વાત કરવાના છીએ બોલીવુડના અમુક એવા ભાઈ બહેનો વિશે જેનો ચહેરો કાર્બન કોપી જ લાગે છે. તો ચાલો જોઈએ આજના આ આર્ટીકલ માં સરખા ચહેરા વાલા સેલીબ્રીટીઓ વિશે.

1 અનુપમ ખેર અને રજુ ખેર :

બોલીવુડના ટોપ સિતારામાં આજે અનુપમ ખેરનો સમાવેશ થાય છે. અનુપમ ખેર આજે જાણીતા અભિનેતા છે અને તેને બોલીવુડમાં ઘણી હીટ ફિલ્મોમાં કામ કર્યું છે. જણાવી દઈએ કે તેના ભાઈ રજુ ખેર પણ એક એક્ટર જ છે અને તે બંનેનો ચહેરો એકદમ કાર્બન કોપી જ લાગે છે. જે તમે તસ્વીરમાં જોઈ શકો છો.

2 અમૃતા રાવ અને પ્રીતિકા રાવ :

ફિલ્મ વિવાહ થી બોલીવુડમાં ફેમસ થયેલ અભિનેત્રી અમૃતા રાવે બોલીવુડમાં ઘણી હીટ ફિલ્મોમાં કામ કર્યું છે. અમૃતા ખુબ જ સુંદર છે તેમજ તમને જણાવી દઈએ કે અમૃતાને એક બહેન પણ છે જેનું નામ પ્રીતિકા છે. બંનેની શકલ ખુબ જ મળતી આવે છે. તેની બહેન પણ ટીવી માં એક્ટ્રેસ છે. અને બંનેનો ચહેરો એકબીજાની કાર્બન કોપી જ લાગે છે.

3 શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટી :

શિલ્પા શેટ્ટી આજે બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાંથી એક છે. શિલ્પાને એક બહેન પણ છે જે જુડવા ન હોવા છતાં જુડવા જ લાગે છે કેમ કે બંનેનો ચહેરો એકદમ સરખો જ લાગે છે. જ્યારે બંને બહેનો સાથે હોય તો જુડવા બહેનો જ લાગે છે, તેની બહેન શમિતાએ પણ ઘણીબધી ફિલ્મોમાં કામ કર્યું છે.

4 ભારતી સિંહ અને પિંકી સિંહ :

પોતાની કલાથી લોકોને પેટ પકળીને હસાવનાર ભારતી સિંહને તો બધા ઓળખતા જ હસો. જણાવી દઈએ કે તેને એક બહેન પણ છે અને તે બિલકુલ ભારતી સિંહની જ કોપી લાગે છે. ભારતીના મેરેજ વખતે બંનેએ પાડેલ ફોટો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થયો હતો.

5 કંગના રનૌત અને રંગોલી રનૌત :

કંગના રનૌત આજે બોલીવુડમાં ફેમસ અભિનેત્રી છે, જણાવી દઈએ કે તેની એક રંગોલી નામની બહેન પણ છે. બંનેની શકલ ખુબ જ મળતી આવે છે. મોટાભાગે બંને સાથે જોવા મળે છે.

6 આયુષ્માન ખુરાના અને અપારશક્તિ ખુરાના :

બોલીવુડના હીટ કલાકારોના લીસ્ટમાં આયુષ્માન ખુરાનાનું નામ પણ સામેલ છે. તેનો એક ભાઈ પણ છે જેનું નામ અપારશક્તિ છે અને આજકાલ તે પણ બોલીવુડમાં જગ્યા બનાવવા માટે વ્યસ્ત છે. બંનેની શકલ ખુબ જ મળતી આવે છે.

7  રિયા સેન અને રાઈમાં સેન :

રિયા અને રાઈમા બંને બહેનોનો ચહેરો એટલી હદે મળતો આવે છે કે લોકો તેને ઓળખવામાં ભૂલ કરી બેસે છે. જો કે હાલના સમય માં આ બંને બહેનો ફિલ્મી દુનિયામાં નથી પરંતુ એક સમયે બંને બહેનો ફિલ્મોમાં ધૂમ મચાવતી.

8. અલી જફર અને ડેન્ચલ જફર :

અલી જફર બોલીવુડના એક્ટર હોવાની સાથે સાથે સિંગર અને રાઈટર પણ છે. તેનો એક ભાઈ ડેન્ચલ જફર પણ છે જેનો ચહેરો ઘણો મળતો આવે છે. ફિલ્મ મેરે બ્રધર કી દુલ્હનીયામાં અલી જફર સાથે ઇમરાન ખાન અને કેટરીના કૈફ પણ જોવા મળી હતી.

9 અનીલ કપૂર અને સંજય કપૂર :

આજે બોલીવુડના ટોપ અભિનેતાઓમાં અનીલ કપૂરનું નામ આગળ છે તેમજ તે પોતાની અંગત લાઈફને લઈને ચર્ચાઓમાં આવે છે. જણાવી દઈએ કે અનીલ કપૂરનો એક ભાઈ સંજય કપૂર પણ છે. જેનો ચહેરો અનીલ કપૂર સાથે ઘણો મળતો આવે છે.

10. ભૂમિ પેડનેકર અને જેસી પેડનેકર :

બોલીવુડમાં ટૂંક જ સમયમાં ઓળખાણ ઉભી કરનાર ભૂમિ પેડનેકરને એક જુડવા બહેન પણ છે અને બંનેનો ચહેરો એકદમ મળે છે. તેની બહેન હજુ ભણે છે તેમ છતાં ફેશન અને સ્ટાઈલમાં ભૂમિને પણ પાછળ પાડે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!