આ 7 બોલીવૂડ સુપરસ્ટાર પૈસાને કારણે બન્યા અતિ સુંદર, નંબર 5 માટે તો વરદાનરૂપ સાબિત થયા પૈસા

આજકાલના આ વિકાસશીલ યુગમાં દરેક જગ્યાએ પૈસાની જ બોલબાલા જોવા મળી રહી છે. તે ઉપરાંત તમે ઘણા લોકોને એવું કહેતા પણ ક્યારેક ને ક્યારેક સાંભળ્યા હશે કે પૈસા જ બધું નથી હોતા. પણ ઘણા લોકો આ વાતથી અળગા રહેતા હશે કે આજના જમાનામાં પૈસા જ બધું છે. હાલના આ યુગમાં તો જો તમારી પાસે પૈસા છે, તો તમે એક રાજા છો અને પૈસા નથી તો તમે રંક છો. અને તમારા બધા પૈકી ઘણાએ ક્યાંય ને ક્યાંક તો એનો અનુભવ કર્યો જ હશે.

દોસ્તો ઘણી વખત તમે એ કહેવત પણ સાંભળી જ હશે કે, પૈસાથી ખુશીઓ ખરીદી નથી શકાતી. વાત છે સાચી. પણ ઘણા લોકો માટે આ પૈસા જ તેમની ખુશીઓનું કારણ પણ બની ચૂક્યા છે. આજે અમે આ આર્ટિકલમાં તમને  એવા લોકો વિશે જણાવીશું કે જેમનાં માટે પૈસા વરદાન સમાન બન્યા છે. એના ઉદાહરણ તમને બોલીવુડ માંથી જ મોટાભાગે મળશે.

દોસ્તો બોલીવુડમાં પોતાનો પગ બેસાડવા માટે છોકરીઓને વધારે આકર્ષક તથા સુંદર દેખાવું જરૂરી બની રહે છે. અને સુંદર દેખાવાની ઈચ્છામાં હિરોઈનો હાલના દિવસોમાં ઘણા પ્રકારની સર્જરીઓ કરાવતી રહે છે. સુંદર દેખાવાની ઈચ્છામાં આ અભિનેત્રીઓ પોતાના ઉપર લાખો રૂપિયા ખર્ચ પણ કરી દે છે. બોલીવુડમાં એવી ઘણી હિરોઈનો જોવા મળી છે, જેમણે અતિ સુંદર દેખાવા માટે સર્જરી પણ કરાવી છે, અને તેમની આ સર્જરી સફળ પણ બની ગઈ છે.

હવે તમે થોડોક વિચાર એ કરો કે જો એમની પાસે પૈસા ન હોત તો એમનું શું થયું હોત? શું આ હિરોઇનો આટલી મોંઘી ટ્રીટમેંટસ કરાવી શકત? તેનો જવાબ એકદમ સરળ છે, કે જો તેમની પાસે પૈસાની અછત હોત, તો તે અભિનેત્રીઓ આટલી બધી મોંઘી ટ્રીટમેંટસ કરાવી શકત નહિ. માટે એમને જોયા પછી એ કહેવું ખોટું નહિ ગણાય કે, તેમના સુંદર દેખાવામાં પૈસાનું ઘણું બધું યોગદાન રહેલું જ છે.

અને પૈસાને લીધે જ એ બધી અભિનેત્રીઓ સુંદર અને ગોર્જીયસ દેખાવા લાગી છે. પણ આ જ અભિનેત્રીઓ ફેમસ થવા પહેલા કાંઈ વિશેષ દેખાતા નહોતા. પરંતુ નામ અને ફેમ મળ્યા પછી તેમનું લુક એકદમ બદલાઈ ગયું છે. આજે અમે તમારો એવી ૭ હિરોઇનો સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેમનો લુક ફેમસ થયા પછી એકદમ ચેન્જ થઈ ગયો છે.

  1. નેહા કક્કર :

નેહા કક્કરને તો આજે કરોડો લોકોના દિલમાં રાજ કરી જ રહી છે. સાથે સાથે પસંદ પણ કરે છે. આજે તે બોલીવુડમાં એક જાણીતી તથા સુપર સિંગર છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત સિંગિંગ રીયાલીટી શો ‘ઇન્ડિયન આઈડલ’ થી કરી હતી તેવું કહેવામાં આવે છે અને પોતાની સખત મહેનત અને આવડતને લીધે તે આજે તે આ સ્થાન મેળવ્યું છે.

તે ઉપરાંત નેહાનું નામ બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર ગાયિકાઓ પૈકી એક છે. પણ ઇન્ડસ્ટ્રીમાં આવતા ની સાથે જ પહેલા તે એકદમથી અલગ દેખાતી હતી. પૈસા અને ફેમ મળ્યા પછી નેહાનું લુક એકદમથી ચેન્જ થઈ ગયું છે.

  1. માનુષી ચીલ્લર :

માનુષી ચીલ્લર એજ જેમને મિસ વર્લ્ડનો એવોર્ડ પોતાના નામે કરી દિધો છે, તે પણ મિસ વર્લ્ડ બન્યા પહેલા એકદમ સામાન્ય છોકરી જેવી જ દેખાતી હતી. જેવું કે તમે ઉપરના ફોટામાં જોઈ શકો છો, તે આપણા જેવી સામાન્ય છોકરી જેવી જ દેખાતી હતી. પરંતુ મિસ વર્ડ બનતા જ તેના લુકમાં ઘણો ફેરફાર આવી ગયો. આજે માનુષી ચીલ્લર ઘણી જ સુંદર અને ગોર્જીયસ દેખાવા લાગી છે.

  1. ઝરીન ખાન :

આ લિસ્ટમાં આગળ નામ આવે છે ઝરીન ખાનનું. તે બોલીવુડમાં એટલી સફળ થઈ નથી, પણ એમની સુંદરતા કઈ બાકીની હિરોઈન કરતાં ઓછી નથી. એમણે પોતાના કરિયરની શરૂઆત સલમાન ખાન સાથે મૂવી ‘વિર’ થી શરૂઆત કરી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા ઝરીન ઘણી જાડી દેખાતી હતી. ફોટા જોઇને તમે અંદાઝ લગાવી શકો છો કે પૈસા આવ્યા પછી તેમણે તેનો કેટલો સરસ ઉપયોગ કર્યો છે. આજે ઝરીન ઘણી જ સુંદર દેખાય છે.

  1. સોનાક્ષી સિન્હા :

સોનાક્ષી સિન્હા પ્રખ્યાત અભિનેતા શત્રુઘન સિન્હાની દીકરી છે. અને એમની પાસે પૈસાની કોઈ અછત હતી નહિ. પરંતુ તમને કહી દઈએ કે મૂવીમાં આવતા પહેલા તે ઘણી બધી જાડી દેખાતી હતી. જયારે તે આ ઇન્ડસ્ટ્રીથી દુર હતી ત્યારે તેણે પોતાના લુક ઉપર ધ્યાન ન આપ્યું પરંતુ ફેમ મળતા જ તે એકદમ ફીટ થઇ ગઈ.

  1. શિલ્પા શેટ્ટી :

આ લિસ્ટમાં આગળનું નામ આવે છે પોતાના સુંદરતાને લીધે યુપી તથા બિહાર લૂટવા વાળી હિરોઈન શિલ્પા શેટ્ટીનું. તમને કહી દઈએ કે શિલ્પા પણ જયારે મૂવીમાં આવી હતી, ત્યારે ઘણી સામળી હતી. પરંતુ ફેમ મળતા જ તેમણે સ્કીન લાઈટનીંગ ટ્રીટમેંટ અને નાકની સર્જરી કરાવવાવી. અને આજે ૪૪ વર્ષની ઉંમરમાં પણ તે ઘણી જ સુંદર જોવા મળી રહી છે.

  1. પ્રિયા પ્રકાશ વારીયર :

પ્રિયા પ્રકાશ વારીયર એક મૂવીમાં નેણ મટકાવીને એક રાતમાં જ સ્ટાર બની ગઈ હતી. પણ પોતાના કરિયરની શરુઆતમાં તે એકદમ અલગ દેખાતી હતી. અને ફેમ મળતા જ તેનું લુક એકદમ ચેન્જ થઈ ગયું હતું.

  1. દીપિકા પાદુકોણ :

હાલના સમયમાં દીપિકા પાદુકોણ બોલીવુડની સૌથી ઉપરી હિરોઇનો પૈકી એક હિરોઈન છે. એમની સુંદરતાના કરોડો લોકો દીવાના છે. પણ એ માનવું ખોટું નહિ ગણાય કે ફેમ મળવાને કારણે જ દીપિકાના લુકમાં ઘણો બધો ફેરફાર આવ્યો છે. જેમ કે તમે જોઈ શકો છો જુના ફોટામાં તે કેવી દેખાઈ રહી છે અને આજે તે કેવી દેખાય છે. બોલિવૂડમાં આવતા જ દીપિકાની રંગત એકદમ ચેન્જ થઈ ગઈ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!