આ બોલીવુડ વિલેનોની એક દિકરી લાઇમલાઇટથી રહે છે હંમેશા દુર જ્યારે બીજી છે ઇન્ડસ્ટ્રીઝમાં હિટ

80 અને નેવુંના દશકમાં અમુક ખલનાયક એવા હતા જેની પ્રસિદ્ધિ કોઈ હીરોથી ઓછી ન હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઘણા બધા સુપરસ્ટાર એવા છે જેને ખલનાયક બનીને લોકોના દિલમાં રાજ કર્યું છે. આ ખાલાનાયાકોમાં સૌથી ફેમસ છે પ્રેમ ચોપડા અને શક્તિ કપૂર. આજે અમે તમને ઇન્ડસ્ટ્રીઝના અમુક એવા ખલનાયકોની દીકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાંથી અમુક ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી દુર છે, તો અમુકે બોલીવુડમાં પોતાની એક ખાસ ઓળખાણ બનાવી છે.

સુંદરતાના મામલે આ ખલનાયકોની દીકરીયો કોઈ એક્ટ્રેસથી ઓછી નથી. જો ખલનાયકની વાત ચાલી રહી છે તો પહેલા અમે તમને જણાવી દઈએ બોલીવુડના જાણીતા વિલેન શક્તિ કપૂર વિશે. શક્તિ કપૂરે બોલીવુડમાં નકારાત્મક કિરદાર નિભાવીને વર્ષો સુધી લોકોના દિલો પર રાજ કર્યું છે. શક્તિ કપૂરના ડાયલોગ લોકો આજે ઓઅન ભૂલી નથી શક્યા. હવે તેની દીકરી શ્રદ્ધા કપૂર બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. શ્રદ્ધા કપૂર ખુબ જ સુંદર છે અને તેને એકથી એક હિટ ફિલ્મો આપી છે.

વિલેન્સનાં લીસ્ટમાં આગલું નામ આવે છે પ્રેમ ચોપડાનું, પ્રેમ ચોપડાએ પોતાના ૫૦ વર્ષના કરિયરમાં લગભગ ૩૫૦ ફિલ્મોમાં અલગ અલગ રોલ પ્લે કર્યા છે. જણાવી દઈએ કે પ્રેમ ચોપડાની ત્રણ દીકરીઓ છે જેનું નામ રિતિકા, સુનીતા અને પ્રેમ છે. પ્રેમ ચોપડાની સૌથી નાની દિકરીએ બોલીવુડ એક્ટર શર્મન જોશી સાથે લગ્ન કર્યા છે. તેમજ પ્રેમ ચોપડાની બાકીની બંને દીકરીઓ બોલીવુડની દુનિયાથી પૂરી રીતે અલગ જ છે.

બોલીવુડમાં મોટાભાગે પિતાનો રોલ કરનાર એક્ટર કુલભૂષણ ખરબંદા બધા ફિલ્મોમાં તેના યાદગાર અભિનય થી લોકોનું દિલ જીતી લીધું છે. કુલભૂષણની દિકરી નું નામ શ્રુતિ ખરબંદા છે. તે ખુબ જ સુંદર છે. પરંતુ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની લાઈમ લાઈટ થી બિલકુલ દુર છે. જો કે તે સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટીવ રહે છે.

જૂની ફિલ્મોમાં હંમેશા મારપીટ કરનાર અભિનેતા રંજીત તેના જમાનામાં સૌના દિલમાં રાજ કરતો હતો. રંજીત આજે પણ ઘણી ફિલ્મોમાં જોવા મળે છે. રંજીતની દિકરીનું નામ દિવ્યાંકા છે. દિવ્યાંકા એક ફેશન ડીઝાઈનર છે અને તે ફિલ્મોમાં કામ કરવાનો કોઈ ઈરાદો નથી રાખતી.

જો બોલીવુડના સુપરહિટ ખલનાયકોની વાત થતી હોય તો ડેની ડેન્જોગપાનું નામ સામેલ ન હોય એવું બને જ નહિ. ડેનીની દીકરીનું નામ પેમા ડેંજોગપ્પા છે. ડેનીની દિકરી બોલીવુડ એક્ટ્રેસની જેમ ખુબ જ સુંદર છે. પરંતુ તે ફિલ્મી દુનિયાથી હંમેશા દુર જ રહી છે, મોટાભાગે તેને તેના પિતા સાથે ફિલ્મી ઇવેન્ટમાં જોવામાં આવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!