કોલ સેન્ટરમાં ૯૦% સ્ટાફ છોકરીઓ હોય – આ કારણ ઘણાને નહિ જ ખબર હોય

સ્માર્ટ ફોનના આ જમાનામાં દરેકને ફોન કે કોલ્સ અથવા અન્ય સમસ્યા થતી વખતે કસ્ટમર કેરની હેલ્પ લેવી પડે છે. જો કે તમે જોતા હસો કે મોટા ભાગની કંપનીઓના કસ્ટમરકેર પર ગર્લ્સ જ હોય છે, જ્યારે પણ તમને કોઈ કંપનીમાંથી ફોન આવે કે પછી તમે કોલ કરો ત્યારે મોટાભાગે ગર્લ્સ જ વાત કરે છે.

આની પાછળના ઘણાબધા કારણો છે, જેમ કે છોકરીઓ છોકરા કરતા સારી રીતે વાત કરે છે તેના લીધે ગ્રાહકો વધુ આકર્ષિત થતા હોય છે. આવા ઘણા કારણો છે જેના લીધે કોલ સેન્ટરમાં છોકરા ઓછા અને છોકરીઓ વધુ હોય છે.

આજના સમયમાં નોકરી ન મળવાથી પુરુષો પણ કોલ સેન્ટરની જોબ સ્વીકારવા તૈયાર થઇ જતા હોય છે. જો કે પુરુષોની સંખ્યા વધુ છે. ઘણા કોલ સેન્ટરમાં સામેથી કોલ કરવાનો હોય અને ગ્રાહકને સેવા આપવાની હોય જ્યારે ઘણી કંપનીઓ માં કસ્ટમર કેરમાં કસ્ટમરના કોલ આવતા હોય છે તેની પ્રોબ્લેમ્સ સોલ્વ કરવાની હોય છે.

તમે જાહેરાતમાં પણ જોતા હસો કે કોલ સેન્ટરની જાહેરાતોમાં ગર્લ્સની જરૂર હોય છે તેવું ઉલ્લેખ પણ કરેલું હોય છે. જોકે દરેક કંપનીઓમાં આવું નથી હોતું પરંતુ મોટાભાગે છોકરીઓ હોય છે, ઘણી કંપનીઓમાં છોકરાઓ પણ કોલ્સ સંભાળતા હોય છે. આજે આપણે વાત કરીશું કોલ સેન્ટરમાં મોટાભાગે છોકરીઓ હોવાના કારણો વિશે.

કોલ સેન્ટરની નોકરીમાં લગભગ 8 ની હોય છે અને તમે બધા જાણો જ છો કે આ કલાકોમાં સતત કોલ્સ ચાલુ જ રહેતા હોય છે. અને આવા સમયે છોકરાઓને કંટાળો અથવા ગુસ્સો આવી જતો હોય છે. તેથી આ નોકરીમાં છોકરાઓ વધુ સમય ટકી શકતા નથી અને છોકરીઓ આ કામ સહેલાઇ થી સંભાળી લેતી હોય છે તેથી છોકરીઓ વધુ ટકે છે.

મોટાભાગના લોકો કસ્ટમર કેર માં પોતાની પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા માટે કોલ કરતા હોય છે, એટલે કે તે પ્રોબ્લેમ્સથી કંટાળીને ગુસ્સે પણ થઇ ગયા હોય છે જે ગુસ્સો કસ્ટમર કેર વારા પર ઢોળતા હોય છે, અને એકમાત્ર છોકરીઓ જ છે જે આ ગુસ્સો સહન કરીને શાંતિથી તેનો સામનો કરી શકે. છોકરીઓ શાંતિથી પ્રોબ્લેમ્સ સમજીને સારી રીતે જવાબ આપી શકે છે, જ્યારે છોકરાઓ આવા સમયે સામે વાળાના ગુસ્સાને લીધે પોતે પણ ગુસ્સે થઇ જાય છે, અને સરખી રીતે કોલ્સ હેન્ડલ કરી શકતા નથી, એવામાં છોકરીઓને આ કામ માટે વધુ સિલેક્ટ કરવામાં આવે છે.

આ નોકરી થોડી તણાવ વળી હોવાથી છોકરાઓ લાંબો સમય ટકી શકતા નથી, છોકરાઓ એક બે મહિના કામ કરીને નીકળી જતા હોય છે, પરંતુ છોકરીઓ લાંબા સમય સુધી ટકી રહે છે. છોકરીઓ સારી રીતે આ નોકરી કરી શકે છે. સામાન્ય રીતે સીનીયર છોકરાઓ પર જલ્દી ગુસ્સે થઇ જાય છે જ્યારે છોકરીઓ પર ગુસ્સો કરી શકતા નથી એ પણ એક કારણ છે કે છોકરીઓ વધુ સમય કામ કરે છે.

ઘણી કંપનીઓ તરફથી ગ્રાહકોને સામેથી કોલ કરવામાં આવતા હોય છે જેમાં શાંત અને સારી રીતે વાત કરવામાં આવતી હોય છે, જો કોઈ ગુસ્સામાં પણ હોય તો તે શાંત થઇ જાય છે. અને આવી મધુર વાણીમાં છોકરીઓ વધુ માહિર હોય છે જ્યારે આવો શાંત સ્વભાવ અને મધુર વાણી પુરુષોમાં ઓછી હોય છે. જો કે, સ્ત્રી સાથે વાત કરતી વખતે તો તે શાંત રહી શકે છે પરંતુ પુરુષ સામે તે વધુ ગુસ્સે પણ થઇ શકે છે. એવામાં આ નોકરીમાં છોકરીઓ વધુ હોય છે અને વધુ ટકી પણ શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!