ભારતના 10 સૌથી મોટા તથા મોંઘા હોટલ, જ્યાં એક રાત રોકવાની કિંમત છે લાખોમાં… જુવો અદભુત તસવીરો

સમગ્ર ભારત દેશ તેના ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા તથા કુદરતી સૌંદર્ય માટે ઓળખાય છે. આ દેશ ભવ્યતા અને વિશાળતાનું એક પ્રતીક કહેવામાં આવે છે. અહીં ફરવા તથા જોવા લાયક ઘણી ઐતિહાસિક ઇમારતો અને સ્થળો બનાવેલા છે. તેથી જ અહીં પર્યટન એ એક મોટો વ્યવસાય છે. તેને ધ્યાનમાં રાખીને, આપણા દેશમાં કેટલીક ખૂબ જ વૈભવી તથા સંપૂર્ણ રીતે સજ્જ હોટલ આવેલી છે. જે દરેક મુસાફરો તથા બધા જ ગ્રાહકની જરૂરિયાતો પરિપૂર્ણ કરે છે. જીવનમાં ઓછામાં ઓછું એક વાર તમારે આ હોટલોનો અનુભવ અવશ્ય કરવો જ જોઇએ, પણ તેના પહેલાં પોતાના ખિસ્સા એકવાર જરૂર ચેક કરી લેવા જોઈએ, કેમ કે આજે અમે તમને ભારતની 10 સૌથી મોંઘી હોટલો વિશે કહીશું.

રામબાગ પેલેસ, જયપુર

વિશ્વની સૌથી શાહી હોટલમાંથી પૈકી એક હોટેલ છે જયપુરમાં સ્થિત રામબાગ પેલેસ હોટલ, જે ભારતની સૌથી મોંઘી હોટલ કહેવામાં આવે છે. આ હોટલ જયપુરના પૂર્વ મહારાજનું આધિકારિક નિવાસ છે. આ હોટલમાં એક રાત રહેવા માટે 7,50,000 રૂપિયા આપવા પડે છે.

તાજ લેક પેલેસ, ઉદયપુર

આ એક ખૂબ જ આલીશાન હેરિટેજ હોટલ છે, જે લેક પિછોલાની વચ્ચે સ્થિત છે. આ હોટલનું બધું જ સંચાલન ભારતના પ્રતિષ્ઠિત હોટલ ગ્રુપ તાજ હોટલ દ્વારા કરવામાં આવે છે. જો હનીમૂન ઉજવવા માટે કે લાંબુ વેકેશન ગાળવા માટે આવવું હોય તો આ હોટલ બધી હોટેલ પૈકી સર્વ શ્રેષ્ઠ છે. આ હોટલમાં એક રાત વિતાવવા માટે 6,00,000 અાપવા પડે છે.

લીલા પેલેસ કેમ્પિન્સ્કી, દિલ્હી

નવી દિલ્હીમાં સ્થિત લીલા પેલેસ કેમ્પિન્સ્કી હોટલ ભારતની સર્વશ્રેષ્ઠ આલીશાન હોટલ પૈકી એક છે. આ હોટલ રાજનેતાઓ માટે બુલેટપ્રુફ બારીઓની પણ સુવિધા આપે છે. અહીં એક રાત વિતાવવાનું ભાડું 4,50,000 રૂપિયા છે. આ હોટલને બનાવવામાં 18 અબજ રૂપિયા ખર્ચ કર્યો હતો.

ઓબેરોય ઉદયવિલાસ, ઉદયપુર

ઉદયપુરની ઓબેરોય ઉદયવિલાસ હોટલમાં રોકવાનો એક રાતનો સમગ્ર ખર્ચ 3,50,000 રૂપિયા છે. આ હોટલ પણ ભારતની બધી જ મોંઘી હોટલો પૈકી એકછે. આ હોટલને કોહિનૂર સુટના નામે પણ ઓળખવામાં આવે છે.

ઓબેરોય હોટલ, મુંબઈ

મુંબઈમાં સ્થિત ઓબેરોય હોટલમાં તમારે એક રાત રોકાવા માટે 3,00,000 રૂપિયા આપવા પડશે. આ હોટલથી તમને આખા મુંબઇનો સુંદર નજારો દેખી શકો છો.

ઓબેરોય હોટલ, ગુડગાંવ

ગુડગાવમાં આવેલી ઓબેરોય હોટલમાં એક રાત રોકાવા માટે 3,00,000 રૂપિયા ચૂકવવા પડે છે. આ હોટલની ડિઝાઇનને 2012માં સમગ્ર વિશ્વ ની શ્રેષ્ઠ ડિઝાઈનવાળી હોટલનું સન્માન પણ આપવામાં આવ્યું છે.

ઓબેરોય અમરવિલાસ, આગ્રા

આગ્રાની ઓબેરોય અમરવિલાસ હોટલ તાજમહલથી આશરે 600 મીટર જ દૂર આવેલી છે. આ હોટલની બારીમાંથી તમે તાજમહલનું સુંદર દ્રશ્ય નિહાળી શકો છો. અહીં એક રુમ માટે 2,50,000 રૂપિયા આપવા પડે છે.

તાજ લેન્ડ્સ એન્ડ, મુંબઇ

તાજ લેન્ડ્સ એન્ડ હોટલ બાંદ્રા રોડ પર કિલ્લા પાસે સ્થિત છે. અહીં એક રૂમનું ભાડું 2,50,000 રૂપિયા છે. આ હોટેલમાં કરણ જોહરે પોતાનો 40મોં જન્મદિવસ મનાવ્યો હતો. આ હોટેલ પણ ભારતના માનીતા હોટલમાંથી એક ગણવામાં આવે છે.

ઓબેરોય રાજવિલાસ, જયપુર

જયપુરમાં આવેલી આ હોટલમાં એક રાત રોકાવા માટે 2,30,000 રૂપિયા આપવા પડે છે. આ હોટેલમાં કોહિનુર વિલાના ગેસ્ટ માટે પ્રાઇવેટ પૂલની પણ સગવડ કરવામાં આવે છે.

લીલા પેલેસ કેમ્પિન્સ્કી, ઉદયપુર

લેકની વચ્ચે સ્થિત આ ઉદયપુરની લીલા પેલેસ કેમ્પિન્સ્કી હોટેલ વિશે કશું જ કહેવાની કોઈ જરૂર નથી પડતી. આ હોટેલથી તમને ઉદયપુરનો સમગ્ર સુંદર નજારો જોઈ શકો છો. હોટેલમાં એક રાત્રિના રોકાણ માટે 2,00,000 રૂપિયા આપવા પડે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!