જો તમે ફક્ત આ એક રોગને રોકી લો તો તમને 60 વર્ષ સુધી બીજો કોઈ રોગ થશે જ નહિ…. જાણો આ રોગ વિશે વધુ

મિત્રો તમે બધા જાણો જ છો કે આપણા શરીરમાં થતા દરેક રોગો પૈકી  મોટા ભાગના રોગ પેટના ભાગમાંથી જ શરૂ થાય છે. સામન્ય રીતે કહીએ તો પેટની ખરાબી ના કારણે જ થાય છે. જો આપણું પેટ બરાબર હોય તો આપણા પેટમાં કોઈ પણ જાતનો રોગ રહેતો નથી. આપણા પેટની ખરાબી માટે સૌથી વધારે જો કોઈ જવાબદાર રોગ હોય તો તે છે કફ અને જો કફને આપણે શરીરના બધાજ રોગોનું મૂળ છે તો તે પણ કોઈ અસત્ય નથી.

પૃથ્વી પરના દરેક લોકો જીવનમાં સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માંગતા હોય છે. કોઈ પણ કફનો શિકાર થાય તેવું પણ ઈચ્છતું નથી. પરંતુ કફ ક્યારે અને કેવી રીતે થઇ જાય છે તેની વિશે આપણને પણ કોઈ જાણકારી નથી. કફ  ઘણા બધા અસંખ્ય કારણોથી થાય છે. જો તે બધા કારણોને દુર કરવામાં આવે તો કફ જ ન રહે. તો મિત્રો આજે આપણે આ આર્ટિકલ ના માધ્યમ દ્વારા જાણીશું કે કફ ખરેખર થાય છે શા માટે અને કેવી રીતે તેને જલ્દી મટાડી શકાય.

આપણે હંમેશા શરીરને તંદુરસ્ત રાખવા માટે જે ખોરાકની જરૂર હોય છે તે આપણે ક્યારેય કરતા જ નથી. આપણું ભોજન  દરરોજ એકદમ સાદું અને સાત્વિક હોવું જોઈએ. તળેલી વસ્તુ, તીખું, વધારે પકવેલું ભોજન, વાસી ખોરાક તે આપણા શરીરને ખરેખર અનુકુળ ગણી શકાય નહીં.

જો આપણે એકધારો હલવો, પૂરી, પરોઠા જેવી વિવિધ વસ્તુઓ  ખાતા રહીએ તો તેનું રિઝલ્ટ એ હોય છે કે આપણે આપણા શરીરને શારીરિક મહેનત વધારે પ્રમાણમાં કરાવવી પડે છે. કેમ કે આ બધા ખોરાક આપણા શરીર માટે ખુબ જ વજનદાર અને એકદમ ભારે સાબિત થાય છે. તીખા અને તળેલા ભોજનની અપેક્ષા આપણા પેટને પચાવવા માટે ખુબ જ ઘનિષ્ટ ગણી શકાય છે.

બીજી બહું બધી વસ્તુ આપણા આંતરડાની સપાટી પર જમા થઈ જાય છે. ત્યાર બાદ આપે બીજી કોઈ પણ વસ્તુ ખાઈએ તો તે આપણી આંતરડાની દીવાલ પર ચોંટી જાય છે ટુંકમાં કહીએ તો લાગી જાય છે. અને બે ચાર દિવસમાં જ એક પ્રકારનો તે જગ્યા પર એક જાતનો સડો ઉત્પન્ન થાય છે. અને ત્યાંથી જ કફની શરૂઆત થાય છે. જો કેટલાક દિવસો તેના વિશે જરૂરી ધ્યાન આપવામાં ન આવે તો આપણે ભયંકર રોગમાં પણ રૂપાંતર પામી શકીએ છીએ. જેમ કે ઉધરસ, દમ અથવા તો ટીબી જેવી ભયંકર બીમારીના દર્દી પણ બની શકીએ છીએ.

આજકાલ આપણે આજુબાજુ જોઈએ છીએ કે બજારમાં કોઈ પણ ખાણી પાણી ની ચીજ વસ્તુઓ હોય છે તે શુદ્ધ હોતી નથી. હાલમાં વધારે પૈસા આપીને પણ ક્વોલીટી વાળી વસ્તુ  મળવી તે ખુબ જ મુશ્કેલ બાબત બની ગઈ છે. એટલે આપણે જે મળે તેનાથી કામ તો ચલાવવું જ પડે છે. મિશ્રણ વાળી વસ્તુ ખાવાથી પણ આપણા શરીરમાં હાનીકારક તત્વ ભેગું થયા કરે છે. અને તેનાથી આપણું શરીર ધીમે ધીમે દુષિત થયા કરે છે જેના લીધે આપણે માંદગીમાં સપડાઈ જઈએ છીએ

શરીરના ઇન્દ્રી વધારે મહેનત કરવાથી થાકી જાય છે અને કમજોર પણ પડી જાય છે. અને સંપૂર્ણ ભોજન પચાવવા માટે નહિવત થઇ જાય છે.

હવે આપણે જાણીએ કે કફથી  છુટકારો કેવી રીતે મેળવી શકીએ

દરેક રોગોના મૂળ એટલે કે કફને હંમેશા માટે દુર કરવા માટે ગાજર, ટમેટા, પાલક, તાંજળીયો, આદુ, કોથમીરને ધાણા પાવડર મિક્સરમાં કાઢી અને પછી તેને ઓછા ગરમ પાણી સાથે એક ગ્લાસ દરરોજ પીવું જોઈએ જેથી કફ મટાડી શકાય છે.

જે પણ આપણે ભોજનમાં જમીએ તે હંમેશા ચાવીને ખાવું જોઈએ. જો આપણે નિયમ બનાવી લઈએ કે આપણે દરેક કોળિયાને ધીમે ધીમે ચાવીને ખાશું તો તે આપણા જીવન ભરના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે ખુબ જ હિતવર્ધક રહે છે.

આપણા આંતરડામાં મોઢાની જેમ દાંત હોતા નથી અને આપણે જો ચાવ્યા વગર ઝડપથી બટકું નીચે ઉતારી દઈએ. તો આપણા આંતરડાને પચાવવા માટે વધારે પ્રમાણમાં મહેનત કરવી પડે છે. જેનાથી આપણા આંતરડા નબળા પડતા જાય છે. જે આપણી ઉમર વધવાની સાથે તકલીફ પણ વધારે છે.

આપણા શરીરના બધાજ અંગો કામ કરવા જોઈએ. જે અંગને આપણે કામ ન કરવા દઈએ તે અંગ વધારે માત્રામાં ખોટું સાબિત થાય છે. એટલા માટે જો ચાવી ચાવીને ખાવામાં આવે તો દાંતનો વ્યાયામ પણ થાય છે અને આપણી પાચન શક્તિમાં પણ અંત્યંત વધારો થાય છે.

આપણી સૌથી કિંમતી વસ્તુ એટલે કે આપનું શરીર લાભ પહોંચાડનારી સૌથી ઉત્તમ વસ્તુ છે. લીલા શાકભાજી , ઓછું પકવેલું શાક, ફળ, કાચું અનાજ વગેરે. આ બધું હંમેશા કાચું ખાવાથી શરીરને ખુબ જ વધુ ફાયદો થાય છે.

કાચા અને સાફ કરેલા શાકભાજી ખાવાથી આપણા શરીરમાં ખૂટતા બધા જ પ્રકારના વિટામીન મળી રહે છે. જેનાથી આપણા શરીરમાં ઘટતી ખટાશ, મીઠાશ, મીઠું, લોહત્વ વગેરેનો તેમાં સમનવ્ય થાય છે.

લીલા શાકભાજીને જીવનમાં ક્યારેય છાલ ઉતારીને ન ખાવા જોઈએ. અને ક્યારેય કાપીને તેને ધોવા પણ ન જોઈએ. તેવું કરવાથી તેમાં રહેલા વિટામીન પાણીમાં મિશ્રિત થઈને બહાર નીકળી જાય છે.

જો તમે આ આર્ટિકલના માધ્યમ દ્વારા બતાવેલા નિયમોનું પાલન કરશો તો તમને કફથી હંમેશા માટે છુટકારો મળી જશે

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!