OMG : લગ્નને હજુ 1 વર્ષ પણ નથી થયું ને જાણો કેમ દીપિકાને જરૂર પડી વકીલની, વાત જાણે કંઇક આમ હતી…

બૉલીવુડની સુપર હિરોઈન દીપિકા પાદુકોણ હમણાં ઘણા નવા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. દીપિકા હમણાં મેઘના ગુલજારની મૂવી ‘છાપક’માં કામ કરી રહી છે. આ મૂવી ની સ્ટોરી એક એસિડ અટૈક સર્વાઇવરની છે.

આ ઉપરાંત દીપિકા તેના પતિ રણવીર સિંહનીમૂવી ’83’માં દેખાવા મળશે. 83 એક સ્પોર્ટ ડ્રામા મૂવી છે. આ ફિલ્મમાં દીપિકા ઇન્ડિયન પૂર્વ ક્રિક્ર્ટર કપિલ દેવની પત્નીનો રોલ ભજવી રહી છે. હમણાં દીપિકાએ એક ઇવેન્ટ અટેન્ડ કરી હતી, ત્યાં તે તેના ચાહકોના પ્રશ્નોના જવાબ આપી રહી હતી.

પ્રશ્નોના જવાબ આપતી વખતે દીપિકાએ મજાક-મજાકમાં એક સિરિયસ વાત જણાવી દીધી હતી. ત્યાં હાજર તેના ફેન્સમાંથી જયારે એક ફેને પોતાના ઈન્ટ્રોડક્શનમાં જણાવ્યું કે તે વકીલ તથા લો પ્રોફેસર છે અને તેને દીપિકા અને રણવીરના મેરેજ અટેન્ડ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું.

આ પરથી દીપિકાએ મજાક કરતા કહ્યું હતું કે,’બની શકે કે મને જલ્દી જ તમારી જરૂર પડી શકે.’આ સાંભળી ત્યાં હાજર દરેક લોકો હસી પડ્યા હતા. આગળ આ વકીલે મજેદાર પ્રશ્ન પૂછ્યો હતો કે,’ શું ક્યારેય રણવીરે તમારી સામે બેડમીંટ કોર્ટમાં આવવાની હિંમત કરી છે?’

દીપિકાએ’હા’ પાડી ત્યારે ફેને બીજો પ્રશ્ન એ કર્યો હતો કે,’તો પછી તમારા બંનેમાંથી કોણ જીત મેળવી હતી?’ એનો ઉત્તર આપતા દીપિકાએ જણાવ્યું હતું કે,’એ વાત તો ચોખ્ખી જ છે કે કોણ જીત્યું હશે.

પણ હું તમને અમારા બંનેનો સ્કોર કહીશ તો રણવીર નાખુશ થઇ જશે, એ હમણાં હૈદરાબાદમાં રહે છે અને પછી ત્યાંથી પાછા નહીં આવે. તો સ્કોર જણાવવાનું રહેવા દઈએ.’

એ વાત સાંભળી ફરી ત્યાં હાજર દરેક વ્યક્તિઓ હસી પડ્યા હતા. પણ પ્રશ્ન એ છે કે દીપિકાએ મજાક મજાકમાં એવું શા માટે કહ્યું કે તેને એક વકીલની જરૂર પડી શકે છે.

સોશિયલ મીડિયામાં સક્રિય રહેનારી દીપિકાએ સોશિયલ મીડિયામાં એક વિડિઓ અપલોડ કર્યો હતો જેના કૅપ્શનમાં તેને લખ્યું હતું કે ‘કમીંગ સૂન’ હવે દીપિકા એવું શું કરવા જઈ રહી છે જેમાં તેને એક વકીલની જરૂર પડી શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!