પતિને તલાક આપ્યા પછી પણ આ અભિનેત્રીએ નથી કર્યા બીજા લગ્ન, સલમાન સાથે હતા અફેર આ અભિનેત્રીને

બોલીવુડ એક એવી માયાજાળ છે જેમાં ક્યારે કોણ કોની સાથે લગ્ન કરી દે અને કોણ ક્યારે પોતાની પત્ની અથવા પતિ ને તલાક આપી દે કંઈ નિશ્ચિત કહી શકાય એમ નથી. કોઈક સમય એકબીજા ના પ્રેમ માં પાગલ હોય છે પણ ના જાણે કયા કારણે તલાક ની ખબરો સામે આવી જાય છે તેમના વિશે પોતાને તે સુપરસ્ટાર ને ખબર નથી હોતી. અફેયર, ડેટ, લગ્ન અને ત્યારબાદ છેલ્લે તલાક આ તો એક સંબંધ માં જ મળે છે અને જેટલા જલ્દી તેમના લગ્ન ની ખબરો વેગ પકડે છે ત્યાં એક બે વર્ષ અથવા ક્યારેક-ક્યારેક તો 6 મહિનાની અંદર જ તલાક ની ખબરો સામે આવવા લાગે છે આ પણ એક અજીબ જ વાત હોય છે પરંતુ બોલીવુડ ઇન્ડ્રસ્ટ્રી માટે આ બધું સામાન્ય વાત ગણી શકાય છે. ખાસ કરીને કપલ એકબીજા સાથે વધુ સમય પસાર ન કરી શકતા અને ઝગડા ના કારણે તેમનો તલાક જલ્દી થઇ જાય છે. પરંતુ આજે તમને એક એવી યુવતી વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેને તલાક પછી પણ નથી કર્યા બીજા કોઇ લગ્ન, આ યાદી માં તે અભિનેત્રીઓ છે જેમને પોતાના પતિ થી ક્દાચ સાચો પ્રેમ કર્યો હતો.

તલાક આપ્યા પછી પણ બીજા નથી કર્યા લગ્ન

માણસ નું મન જેનાથી મળે છે અથવા તો આકર્ષણ બને છે તેના જોડે તે મેરેજ કરી લે છે પરંતુ જો તેમની સાથે થોડોક સમય વિતાવ્યા પછી તે સાથે નથી રહી શકતા. આજ ના આ આર્ટીકલના માધ્યમ દ્વારા અમે તમને તે અભિનેત્રીઓ ના વિશે જણાવીશું જેમને તલાક પછી બીજા લગ્ન કર્યા નથી.

  1. કલ્કી કોચલીન

બોલિવૂડમાં સૌથી વધુ બોલ્ડ અંદાજ ના કારણે કલ્કી વધુ પ્રમાણમાં ચર્ચામાં રહે છે. તેમને વર્ષ 2011 દરમિયાન ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ થી લગ્ન સંબધથી જોડાઇ હતી અને ત્રણ વર્ષ પછી આ લગ્ન તલાક માં રૂપાંતર થઈ ગયા. તેના પછી કલ્કી એ આજ દિન સુધી બીજા લગ્ન નથી કર્યા. જ્યારે અનુરાગ પોતાની ઉંમર થી અડધી ઉંમર ની છોકરી ની સાથે અફેયર ના ચર્ચાઓ માં અવારનવાર ઘેરાયેલો રહે છે.

  1. મનીષા કોઈરાલા

90 ના દશક ની સૌથી વધુ ખુબસુરત તથા અદાકારા મનીષા કોઈરાલા એ સલમાન, શાહરૂખ અને આમીર ત્રણે ની સાથે કામ કરી ચૂકી છે. તેમને કેન્સર જેવી લાંબી અને ગંભીર બીમારીને સામે લડવું પડ્યું છે અને આજે બોલીવુડ ની મૂવીમાં પણ વધુ નજર આવી રહી છે. પરંતુ આ આજે બિલ્કુલ સાવ એકલી છે કેમકે તેને વર્ષ 2012 માં તલાક આપ્યા પછી આ મુંબઈ આવી અને અહીં નિવાસસ્થાન બનાવી દીધું. તેના પછી તેમને પોતાનું ધ્યાન કેરિયર પર લગાવી દીધું હતું અને લગ્ન નો ખ્યાલ પણ પોતાના મન માંથી સંપૂર્ણ કાઢી દીધો.

  1. સંગીતા બિજલાની

ક્યારેક ક્યારેક સલમાન ખાન ને ડેટ કરવા વાળી અભિનેત્રી સંગીતા બિજલાની એ તેમના જોડે લગ્નગ્રંથીથી જોડવાનું સંપૂર્ણ મન બનાવી લીધું હતું. વાતો બોલીવુડ ની ગલિયારી માં જ્યાં ત્યાં ગુંજવા લાગી હતી પરંતુ એવું કંઇક બન્યુ કે સંગીતા એ ક્રિકેટર મોહમ્મદ અજહરુદ્દીન થી લગ્ન કરી લીધા. હા તેમને કોઈ બાળક નથી અને તે પહેલાં તેઓ અલગ પણ થઇ ગયા. સંગીતા ના લગ્ન વર્ષ 2010 માં તૂટી ગયા અને તેના પછી તેમને બીજા લગ્ન કર્યા નથી પણ સલમાન ના સાથે ઘણી વખત જોવા મળી ચુકી છે.

  1. પૂજા ભટ્ટ

બોલિવૂડ ની ફિલ્મકાર અને અભિનેત્રી પૂજા ભટ્ટએ ફકત 20 વર્ષ ની ઉંમર માં જ પોતાના એક દોસ્ત સાથે લગ્ન કરી જોડાઇ ગઈ હતી. પણ વર્ષ 2003 માં તેમનો પણ તલાક થઇ ગયો અને તેના પછી પૂજા એ બીજા લગ્ન ક્યારેય કર્યા નથી. જ્યારે તેમનાથી આ પ્રશ્ન નો જવાબ મીડિયા માં પૂછવામાં આવ્યો તો તેમને હસતા તેનો જવાબ આપ્યો કે તેમને સારો દુલ્હા કોઈ મળ્યો જ નહી.

  1. અમૃતા સિંહ

80 ના દશાકમાં બધાના દિલ પર રાજ કરતી અભિનેત્રી અભિનેત્રી અમૃતા સિંહ ના છોટે નવાબ સૈફ અલી ખાન થી લગ્ન કર્યા હતા. સૈફ અલી સાથે લગ્ન કર્યા બાદ તેમને બે બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહીમ અલી ખાન થયા. સૈફ અમૃતા થી 10 વર્ષ નાના હતા અને તેમના લગ્ન વર્ષ 2004 માં પૂરા પણ થઇ ગયા. તલાક પછી અમૃતા એ બીજા લગ્ન ક્યારેય કર્યા નથી પણ સૈફ એ કરીના થી લગ્ન કરી લીધા હતા. જેમનાથી તેમને એક દીકરો પણ થયો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!