ફક્ત પાંચ ચોપડી ભણેલા ભાવનગરના સાહિત્યકાર દુલા ભાયા કાગની આ વાણી આજે સાચી પડી રહી છે

દુલા ભાયા કાગ એટલે ફેમસ ગુજરાતી કવિ, ગીતકાર તથા લેખક કે જેઓ તેમની કાગવાણી માટે ખૂબ જ જાણીતા છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના કાગધામ ગામમાં થયો હતો. તેઓ એક ચારણ હતા. માનવામાં છે કે ચારણોની જીભ પર માતા સરસ્વતી બિરાજમાન હોય છે, એમ તેમણે પણ ચારણી ભાષાના લીધે દલિત, શોષિત, પીડિતના દર્દને વાચા આપી હતી. તેમણે ફક્ત 5 ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું હતું તથા પછી તેઓ પોતના કૌટુંબિક વ્યવસાય ખેતી સાથે સંકળાયેલા હતા.

પોતાના જ્ઞાન, ભક્તિ તથા નીતિ-આચારણ જેવા અનેક વિષયોને ચારણી છંદ, ભજન તથા દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળનારા આ કવિએ લોકપરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનોને ગ્રંથમાળા કાગવાણીમાં ગૂંથવાનો એક અનોખો પ્રયાસ કર્યો છે. જેના જુદા જુદા આઠ ભાગ આવ્યા છે, જેમાં ભજનો, રામાયણ, મહાભારતના પ્રસંગો અને ગાંધીજીની દર્શનશાસ્ત્ર તથા વિનોબા ભાવેના ભૂદાન આંદોલન જેવું ગીતો છે. તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા તથા ભાવે પર પુસ્તક પણ લખ્યાં છે. 1962માં તેમને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 25 નવેમ્બર 2004ના દિવસે ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં 5 રૂપિયાની ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી.

કાગવાણીની સમજવા જેવી વાતો.

એવા વ્યક્તિઓને પોતાના દોસ્ત ક્યારેય ના બનાવશો જે લોકો પોતાની પર પહેલાથી દેવું હોવા આમ છતાં વિવિધ મોજશોખ કરતા હોય છે, જે વ્યક્તિ પાસેથી પૈસા ઉધાર લીધા હોય એવા માણસ સાથે મિત્રતા ક્યારેય કરવી જોઈએ નહિ, ખાસ દોસ્ત પાસેથી સલાહ લેનાર તથા તેની જ ખાનગી માહિતી એ બહાર લાવનાર માણસ સાથે પણ ક્યારેય મિત્રતા બાંધવી જોઈએ નહિ.

ભૂખ લાગવી એ એક સામાન્ય ઘટના છે પણ એક વખત પેટ ભરીને ખાઈ લીધા પછી પણ ખાવું એ વિકૃતિ ગણી શકાય છે અને જે પોતે ભૂખ્યા રહીને બીજાને ભરપેટ ખવડાવે એ આપણી ભારતીય સંસ્કૃતિ છે.

વિદ્યાર્થીએ હમેંશા ભણવામાં, ખેડૂતને ખેતી વાડી કરવામાં, યુવતીએ ઘી બનાવવા મુક્યું હોય એમાં અને યુવાનીની સાચવણીમાં ક્યારેય પણ આળસ ના કરવી જોઈએ.

થાકેલા તથા આળસુ માણસને એકદમ ટૂંકો રસ્તો પણ લાંબો લાગવા લાગે, ઊંઘ ના આવતી હોય એ વ્યક્તિને રાત પણ વધુ લાંબી લાગે અને આનંદ વગર સફળતા પણ બહુ દુર લાગે.

કોઈપણ જાતની મહેનત કર્યા વગર બનેલ ધનવાન, થોડા પાણી વાળી નાની નદી અને આકાશમાં ઉંચે ઉડતું પાંદડું પોતાની જાતને એકદમ તથા બાકી બધા કરતાં મહાન સમજે છે.

નથ નાખવાથી બળદ કાબુમાં આવે છે તથા અંકુશ કરવાથી હાથી આપણા કાબુમાં આવે છે, નમ્રતાથી વાત કરવામાં સમગ્ર દુનિયા કાબુમાં થાય છે અને જો બુદ્ધિમન તથા વિદ્વાનોને કાબુમાં કરવા માટે વિનયથી વાત કરવી પડે છે.

મહાન વ્યક્તિ એકદમ સુપડા જેવો હોય છે સારી વસ્તુને પોતાની પાસે રાખે તથા ખરાબ બહાર ફેંકી નાખે છે જયારે ખરાબ માણસ ચારણી જેવો હોય છે ના રાખવાની વસ્તુ રાખે અને જે કામની વસ્તુ હોય તેને નીચે ફેંકી દે છે.

પગી, પારેખ, કવિ, રાગી, શૂરવીર, દાતાર, છેતરનાર તથા કૃતધ્ની બધા સંસ્કારો સાથે જ જન્મે છે. તેમને કશું શીખવાડવું પડતું નથી.

જેવી રીતે ખાંડના નાના નાના કણ માત્ર કીડીઓ શોધી શકે છે, વાછરડી જ એકમાત્ર પોતાની ગાયને શોધી શકે છે, ગુનેગારોને ખબરીઓ શોધી શકે છે, એવી જ રીતે કર્મનું ફળ જે તે કર્મ કરનાર માણસ જ્યાં હોય ત્યાંથી શોધી શકે છે.

ઊંટ ત્રણ વર્ષની ઉંમરે, ઘોડો ફક્ત પાંચ વર્ષની ઉંમરે, સ્ત્રીને તેર વર્ષની ઉંમરે અને પુરુષને પચ્ચીસ વર્ષની ઉંમરે યુવાની સંપૂર્ણ યુવાની આવી જાય છે.

દિવો પોતે જાતે સળગીને બીજાને અજવાળું આપે છે, ઘટાદાર વૃક્ષ બીજાને છાયો આપવા હમેશા તાપ સહન કરે છે, ફૂલો પોતાની સુગંધ ફેલાવવા માટે તાવડા પર ચડે છે એવી જ રીતે સારો માણસ બીજાને ખુશ રાખવા માટે પોતે જાતે દુઃખ સહન કરતો હોય છે.

જેમ સમગ્ર જંગલનો નાશ કરવા માટે માત્ર એક તણખો જ કાફી છે અને બધા સારા કર્મોનું નાશ કરવા માટે માત્ર એક પાપ જ ઘણું છે તેમ તમારા કુળનો નાશ કરવા માટે માત્ર એક કુપુત્ર જ બહુ છે.

માલિકથી છોડી મૂકેલા બળદ, બોલકણો વૃઘ્ધ તથા માન વિનાનો મહેમાન બધા એક સમાન ગણાય છે.

એ ઘર એકદમ સ્મશાન જેવું છે જે ઘરમાં દરરોજ સવારે ઘંટી કે વલોણાનો અવાજ નથી આવતો, જે ઘરમાં બાળકોની કિલકારી નથી સંભળાતી, જે ઘરના પરિવારજનો વચ્ચે ક્યારેય સંપ નથી, જે ઘરમાં કોઈ મહેમાનનું આવનજાવન નથી હોતું.

દૂધ જ્યારે ખરાબ થાય ત્યારે ખટાશ આવે છે, ખેતર જ્યારે બગડે છે ત્યારે ખાર આવે, લોખંડ ખરાબ થાય ત્યારે વધુ કાટ આવે અને જયારે બુદ્ધિ ખરાબ થાય ત્યારે માણસ રાવણ સમાન થાય.

કર્મના પહેલાં કે જીવ? બીજ પહેલાં કે વૃક્ષ, ઇંડું પહેલું કે મરઘી?, પુરુષ પહેલો કે સ્ત્રી? આવા પ્રશ્નો ના જવાબ હોશિયાર તથા મુર્ખ બંને માણસ એક સમાન જ આપે છે.

પોતાની માતા વગર એ  બાળક રડે, માલિક વગર ઢોર રડે, ઘરે રહેવાથી હમેશા ખેતર રડે, સાવધાની રાખ્યા વિનાનો વેપાર રડે અને વેર કરાવવા વાળનું આખું જીવન રડે.

જયારે રાત સૂર્યને મળવા જાય છે, યુવાની ઘડપણને મળવા જતાં અને માનવી કામનાઓને મળવા જતાં મોત પામે છે.

માણસ ત્યારે વધારે દુખી થાય છે જયારે તેનો પાડોશી ઝઘડાળુ હોય છે, ઘાસવાળું ખેતર પણ માણસના દુઃખનું એક કારણ છે, ઘરમાં કોઈ વિધવા સ્ત્રીને જોવી પણ માણસના દુઃખનું કારણ હોઈ શકે છે.

જીવનમાં સૌથી વધારે મુશ્કેલ કામ છે વચન ને નિભાવવું, કોઈપણ અજાણી જગ્યાએ ફરવા જવું, એકદમ સાચી દોસ્તી નિભાવવી, લડાઈમાં હાર ન માનવી, દુશ્મનોને માફ કરી દેવા અને ડરનો સામનો કરવો.

વધુ પ્રમાણમાં તારાઓથી ચંદ્ર ગભરાઈ નથી જતો, ગમે એટલા વાદળ આવે તો પણ સુરજ ગભરાઈ શકતો નથી, એકબીજાની સામે જોવો નહિ તો પણ પ્રેમ ગભરાતો  નથી એવી જ રીતે કપાળે ગમે એટલી રાખ લગાવો તોપણ નસીબ બદલાતું નથી અને ગભરાતું નથી.

જ્યારે ગધેડાને ખાંડ કડવી લાગે, તાવમાં સંકળાયેલા માણસને દૂધ કડવું લાગે એવી જ રીતે ખરાબ વ્યક્તિને સુવિચાર કડવો લાગે.

જયારે બે સગા ભાઈઓ લડતા હોય છે ત્યારે અને સો વર્ષનો વૃદ્ધ માણસ વધારે જીવવા માટે દવા તથા બીજા ઈલાજ કરાવે છે ત્યારે ઈશ્વર બહુ હસતા હોય છે.

ધરતી માતાનો ચમત્કાર તો એક વખત જુઓ, આપણે ગમે તેવું ખરાબ ખાતર આપીએ તો તે પણ 4 મહિનામાં કણમાંથી મણ અનાજ જરૂર આપે છે.

સાપને ઘીનો દિવો, લોભી માણસ મહેમાન, બકરીને વરસાદ તથા સુમ કહેતા લોભી માણસને કવિ એ દીઠો પણ પસંદ આવતો નથી.

મોઢાથી પેટમાં પસાર થયેલ ઝેર એ માણસના મોતનું કારણ બને છે પણ જયારે લોકો એકબીજાના કાનમાં જે ઝેર નાખે છે તેનાથી અનેક માણસ મૃત્યુ પામે છે

ધરતી માતાનો ચમત્કાર તો એક વખત જુઓ, આપણે ગમે તેવું ખરાબ ખાતર આપીએ તો તે પણ 4 મહિનામાં કણમાંથી મણ અનાજ જરૂર આપે છે.

સાપને ઘીનો દિવો, લોભી માણસ મહેમાન, બકરીને વરસાદ તથા સુમ કહેતા લોભી માણસને કવિ એ દીઠો પણ પસંદ આવતો નથી.

મોઢાથી પેટમાં પસાર થયેલ ઝેર એ માણસના મોતનું કારણ બને છે પણ જયારે લોકો એકબીજાના કાનમાં જે ઝેર નાખે છે તેનાથી અનેક માણસ મૃત્યુ પામે છે

દુલા ભાયા કાગની કાગવાણી પુસ્તક નો સેટ આજે પણ ઉપલબ્ધ થઇ શકશે. ઘરે બેઠા આ સેટ ખરીદવા આજે જ 7405479678 નંબર પર વોટ્સએપ કરો. અથવા અહી ક્લિક કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!