દરેક દીકરો પણ એક દિવસ બાપ બનશે – એક પિતાની દુઃખદાયી કહાની છેલ્લે સુધી વાંચજો જરૂર

એક પિતા એ પોતાના દીકરાનો લાડથી સારી રીતે ઉછેર કર્યો. તેને એકદમ લાડકોડથી સારી રીતે ભણાવ્યો, ગણાવ્યો અને એક કામિયાબ વ્યક્તિ બનાવ્યો. તેના બળ ઉપર દીકરો એક કંપનીમાં મોટો માણસ પણ બની ગયો. હજારો લાખો લોકો તેની નીચે કામ પણ કરવા લાગ્યા. એક દિવસ પિતાને વિચાર આવ્યો કે, કેમ નહિ દીકરાની ઓફીસમાં જઈને તેને એકવાર મળી આવું.

જયારે તે દીકરાના પિતા તેની ઓફિસે તેને મળવા માટે ગયા તો તેણે જોયું કે દીકરો એક સરસ ઓફીસમાં આરામદાયક ખુરશીમાં બેઠો છે તથા ઘણા બધા લોકો તેની નીચે કામ પણ કરી રહ્યા છે. આ બધું દર્શ્ય જોઈને પિતાને ઘણોબધો ગર્વ થયો. પિતા પોતાના દીકરાની ચેમ્બર ની અંદર પાછળ જઈને તે દીકરાના ખભા ઉપર હાથ રાખી ને ઉભા રહી ગયા. ત્યાર બાદ તે પિતા એ તેના અધિકારી દીકરા ને પૂછ્યું, આ દુનિયા નો સૌથી શક્તિશાળી માણસ કોણ છે? દીકરા એ પિતા ને ખુબ પ્રેમ થી હસતા હસતા જવાબ આપ્યો મારા સિવાય બીજું કોણ હોઈ શકે છે પિતાજી.

પિતાને તેમના દીકરા પાસેથી આ જવાબ ની આશા ન હતી, તેને વિશ્વાસ હતો કે તેનો દીકરો એકદમ ગર્વથી કહેશે પિતાજી આ દુનિયા ના સૌથી શક્તિશાળી માણસ તો ફક્ત તમે જ છો, જેમણે મને આટલો અધિકારી બનવા માટે યોગ્ય બનાવ્યો. દીકરા નો જવાબ સાંભળી ને પિતાની આંખો છલકાઇ ગઈ.

તો આ દીકરાના પિતા તેની ચેમ્બરનો દરવાજો ધીમેથી ખોલી ને બહાર નીકળવા લાગ્યા. તેણે ફરી એકવાર પોતાના દીકરા ની તરફ પાછા વળી ને ફરી દીકરા ને પૂછ્યું, એક વખત ફરી જવાબ આપ આ દુનિયા નો સૌથી શક્તિશાળી માણસ કોણ છે? પુત્ર એ આ વખતે પણ પહેલી વખત થી વિરુધ્ધ જવાબ આપતા કહ્યું, પિતાજી તમે છો આ દુનિયા ના સૌથી શક્તિશાળી માણસ. પિતા આ વાત સાંભળી ને નવાઈ પામી ગયા. તેમણે કહ્યું, હમણાં તો તું તને પોતાને આ દુનિયા નો સૌથી શક્તિશાળી માણસ ગણાવી રહ્યો હતો, હવે તું મને ગણાવી રહ્યો છે?

દીકરા પિતાની સામે હસતા હસતા કહ્યું કે તેમને પોતાની સામે બેસાડી ને કહ્યું, પિતાજી તે વખતે તમારો કીમતી હાથ મારા ખભા ઉપર હતો, જે પુત્રના ખંભા ઉપર પિતાનો હાથ હોય તે દુનિયા નો સૌથી શક્તિશાળી માણસ જ કહી શકાય ને?

પુત્રની આ વાત સાંભળી ને પિતાની આંખો ફરી એકવાર ભરાઈ આવી, તેમણે પોતાના પુત્રને દિલથી ગળે લગાવી ને પોતાની છાતી સરખો દબાવી દીધો. ખરેખર જેના ખંભા ઉપર કે માથા ઉપર પિતા નો હાથ હોય છે, તે આ દુનિયા નો સૌથી શક્તિશાળી માણસ જ હોય છે.

આ લેખ પરથી આપણને શીખ પ્રાપ્ત થાય છે કે દરેક પિતા એજ ઈચ્છે છે કે તે પોતાના દીકરા દીકરી સારામાં સારું શિક્ષણ પૂરું પડે જેથી તે ભવિષ્ય માં કાંઈક લાયક બની શકે. આ ઝડપી બદલાતા સમય માં જોવા મળે છે કે સારા હોવા છતાં પણ સંતાન જ પોતાના માતા પિતા સાથે સારી રીતે વર્તન નથી કરતા, પણ વધુમાં અપમાનિત પણ કરતા હોય છે. આપણે સારી રીતે સમજવું જોઈએ કે એક દિવસ આપણે પણ ઘરડા થઈ જઈશું. તે સમયે આપણું બાળક પણ આવું જ વર્તન આપણી સાથે કરશે ત્યારે આપણે શું કરીશું?

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!