ચહેરા પર આવી જશે બમણો નિખાર અને બધો જ મેલ થઈ જશે દૂર…. દહીંમાં આ વસ્તુ ભેળવી લગાવો ચહેરા પર…

દોસ્તો ગરમીની ઋતુ હમણાં ચાલુ થઇ ગઈ છે. ગરમીની સીઝનમાં ત્વચા સંબંધિત બહું બધી તકલીફો જોવા મળતી હોય છે. ખાસ કરીને ચહેરાની ત્વચા. ગરમીની ઋતુમાં તડકા અને ગરમીના લીધે ત્વચા કાળી તથા ડલ થઈ જતી હોય છે. ગરમીમાં પરસેવો પડવાને  લીધે ત્વચા ડ્રાઈ થઇ જતી હોય છે તે ઉપરાંત ત્વચામાં ઇન્ફેકશન પડી જતું હોય છે. જેના લીધે ચહેરામાં લાલ રંગની જીણી ફોડકીઓ પણ થઇ જતી હોય છે.

પણ દોસ્તો હવે ગરમીની આ સીઝનમાં ચહેરાની ચામડીની સમસ્યાનું ટેન્શન લેવાની જરૂર નથી. કેમ કે આજે અમે દહીંનો ઉપયોગ કરીને બનાવેલ એવા બે ફેસપેક વિશે કહીશું કે જેને લીધે તમારા ચહેરાની સૌંદર્યતા ચાર ચાંદ લાગી જશે. તમને કહી દઈએ કે અહીં આપણે જે ફેસપેક વિશે કહીશું તે તમારી ત્વચાને ક્લીન અને હાઈડ્રેડ પણ કરે છે. તેથી ગરમીમાં પણ તમારા ચહેરાનો નિખારમાં વધારો થઇ જશે.

અહીં ફેસપેક બનાવવા માટે તમારે કોઈ જ મોંઘી ક્રીમ જેવી કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો. પણ અહીં આપણે ખુબ જ સરળતાથી મળતી સામગ્રીનો ઉપયોગ પણ કરીને ફેસપેક બનાવી શકીએ છીએ. અહીં આપણી મુખ્ય સામગ્રી દહીં રહેશે અને અન્ય સામગ્રીમાં મધ, મુલતાની માટી અને ઓરેન્જ પીલ પાવડરની જરૂરીયાત રહેશે. માત્ર આ ચાર સાધનનો ઉપયોગ કરીને તમે ચહેરાની દરેક તકલીફ દુર કરીને ચહેરાને ચમકાવી શકો છો.

સૌથી પહેલા આપણે એક ફેસ પેક બનાવી તેની મસાજ પણ કરવાની છે. તેના લીધે તમારે એક ચમચી દહીં લેવાનું રહેશે, તેમાં એક ચમચી મધ ભેગું કરવું, ત્યાર પછી બંનેને ભેગું કરી લેવું, ત્યાર પછી તે ફેસ પેક ચહેરા પર લગાવીને હળવા હાથે મસાજ કરવી બન જોઈએ. ત્રણથી ચાર મિનીટ મસાજ કર્યા પછી ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લેવો. દહીં તમારા ચહેરાને હાઈડ્રેડ કરશે અને ત્વચાને સોફ્ટ બનાવશે અને મધ વધતી ઉંમરને રોકશે.

મસાજ કર્યા બાદ દહીંનું બીજું ફેસપેક બનાવી લેવું. તેના માટે એક ચમચી મુલતાની માટી લેવી અને તેમાં અડધી ચમચી ઓરેન્જ પીલ પાવડર ઉમેરવો. (ઓરેન્જ પીલ પાવડર તમે સંતરાની છાલ સુકવીને ઘરે પણ બનાવી શકો છો.). ત્યાર બાદ તેમાં એક ચમચી દહીં ઉમેરી બધી વસ્તુ બરાબર મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લેવી. ત્યાર પછી તે પેસ્ટ ચહેરા પર લગાવવી અને 20 મિનીટ સુધી બનાવી રાખવી.

ત્યાર બાદ ચહેરાને સ્વચ્છ પાણીથી સાફ કરી લેવો. આ પેક તમારા ચહેરાના ડાઘ, કાળાશ અને ખીલ તેમજ ફોલ્લી જેવી સમસ્યાઓ દુર કરશે અને ચહેરાને ગરમીમાં એક ઠંડક પણ આપશે.આ રીતે પહેલા મસાજ અને પછી 10 મિનીટ ત્યારબાદ દહીંમાંથી ફેસપેક બનાવી તે લગાવવીને 20 મિનીટ બાદ બનાવી રાખવું. આ રીતે અઠવાડિયામાં બે દિવસ પર્યોગ સરળતાથી કરતાં રહેવું ગરમીમાં થતી ચહેરાની દરેક તકલીફ દુર રહેશે.

તે ઉપરાંત ચહેરાની સુંદરતા પણ વધશે. તો દોસ્તો હવે ગરમીની ઋતુમાં મોંઘી ક્રીમ તથા સાબુનો ઉપયોગ કરવાને બદલે દહીંથી બનાવેલ ફેસપેકનો ઉપયોગ કરશું.

દોસ્તો આ ઉપચાર એકદમ સરળ અને દેશી છે. આ ઉપાયથી કોઈ પણ પ્રકારની આડઅસર પણ થતી નથી. એકદમ કુદરતી હોવાને લીધે તમારા ચહેરા પર તરત જ અસર કરશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!