ફાસ્ટફૂડ તથા જંકફુડ ખાવાના શોખીનોએ ખાસ વાંચવા જેવું – બ્રિટનમાં બનેલી એક સત્યઘટના

દોસ્તો આજે અમે તમને આ આર્ટિકલમાં જે ઘટના વિશે કહીશું તે એક સત્ય ઘટના પર આધારિત છે. માટે આ લેખને એકાગ્રતા થી વાંચો. આ લેખને વાંચ્યા પછી લગભગ બધા જ લોકો જંક ફોડ ખાતા પહેલા 100 વાર વિચાર કરશે. કારણ કે બ્રિટનમાં એક 17 વર્ષના છોકરા સાથે જે ઘટના બની છે તે ખુબ જ દર્દનાક છે. જેની પાછળનું સાચું કારણ ફક્ત ને ફક્ત જંક ફૂડ છે. તો આવો જાણીએ શું બન્યું હતું એ છોકરા સાથે.

જાણવા મળ્યું છે કે બ્રિટનમાં રહેતા એક 17 વર્ષના છોકરાની આંખોનું તેજ ચાલ્યું ગયું છે એટલે કે તેને દેખવવાનું સંપૂર્ણ બંધ થઈ ગયું છે અને સાથે સાથે તેને સંભળાતું પણ ઘણું ઓછું થઇ ગયું છે. તેની પાછળનું મુખ્ય કારણ ખુબ ખતરનાક છે. કારણ કે આ છોકરો છેલ્લા 10 વર્ષથી ચિપ્સ, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈસ ઉપરાંત બીજું કંઈ પણ ખાતો ન હતો. આ સિવાય તેણે ક્યારેક હેમ અને વ્હાઇટ બ્રેડ ખાધી હતી. તેનો સીધો અર્થ કે તેણે છેલ્લા દસ વર્ષથી જંક ફૂડ પર જ પોતાનું જીવન ગુજાર્યું છે. તેણે પ્રાઈમરી સ્કૂલ પાસ કરી તથા પછીથી આ આદત તેને દરરોજ માટે લાગી ગઈ હતી.

આ બાળકની જ્યારે ડોકટર દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે બ્રિસ્ટલ ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટરોનું એવું માનવું છે કે, બ્રિટનમાં આ સૌથી પહેલો એવો કેસ છે. અત્યારે તો આ છોકરાને બ્રિસ્ટલ આઈ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. આ છોકરાની જે ડોક્ટર તપાસ કરે છે તેનું માનવું એવું છે કે, આ છોકરો ગયા દસ વર્ષથી પોતાના ખાનપાનમાં ફક્ત જંક ફૂડ જ ખાય છે. તેણે ફળ કે શાકભાજી ક્યારેય ખાધા જ નથી. આ સિવાય તેણે ઘણા ફળો અને શાકભાજીના રંગ કે સ્વાદ પણ તેને ખબર ન હતા. આથી ચિપ્સ તથા પ્રિન્ગલ્સ જ તેનો ખોરાક જ બની ગયો હતો. આથી તેને અવોઇડેન્ટ રિસ્ટ્રિક્ટિવ ફૂડ ઇન્ટેક ડિસઓર્ડર થઇ ગયો. જેને આપણી ભાષામાં જરૂરથી વધુ ખાવું એમ કહી શકાય.

આ બધા જ ફ્રૂડમાં શુગર તથા કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ પુષ્કળ હોય છે. જેની અસર સાંભળવાની શક્તિ એટલે કે કાન પર તથા હાડકાં પર પડે છે અને શરીરનો એ ભાગ બાકીના ભાગ કરતાં વધુ નબળો પડી જાય છે. માણસનું વજન, હાઈટ અને બીએમઆઈ પણ પહેલાની જેમ જ સામાન્ય રહે છે. ઈટિંગ ડિસઓર્ડરના લીધે આ છોકરાની આવી પરિસ્થિતિ થઈ ગઈ છે, જે સામાન્ય રીતે તેની ઉંમરના છોકરાઓમાં આવી તકલીફ નથી હોતી.

આથી તેને વિટામિન સપ્લીમેન્ટ આપવામાં આવે છે અને તેને મેન્ટલ હેલ્થ ટીમની નજર હેઠળ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત આ છોકરાની આંખોની વચ્ચે બ્લાઇંડ સ્પોટ પણ થઈ ગયા છે અને ઓપ્ટિક નર્વના ફાઈબર પણ દૂર થઇ ગયા છે. જેના લીધે તેણે ફરીથી આંખની રોશની મળે તેવી કોઈ સંભાવના નથી. આ સિવાય ડોક્ટર એટનનું માનવું છે કે માતા-પિતાએ બાળકોના ખાવા-પીવાની આદત પર ચોક્કસ નજર રાખવી જોઈએ. જેથી ભવિષ્યમાં આવી પરીસ્થિતિથી તેમનું બાળક બચી શકે છે. હંમેશા જંક ફ્રૂડ ખાવાથી આ છોકરાના શરીરમાં વિવિધ પ્રકારના વિટામીનો પણ ઓછા થઈ ગયા છે. ડોક્ટર એટમના કહ્યા પ્રમાણે તેનાં શરીરમાં વિટામિન 12 ઘણું ઓછું છે. આ સિવાય અમુક જરૂરી વિટામિન

મિનરલ જેમ કે કોપર, સેલેનિયમ અને વિટામિન ડી નું પ્રમાણ પણ જરૂરત કરતાં ઓછું છે. જેના લીધે આંખોને  સાથે જોડનારી ઓપ્ટિક નર્વને સમસ્યા થઈ છે અને આંખોનું તેજ જતું રહ્યું છે.

આ સત્ય ઘટના પરથી એવું સાબિત થાય કે કોઈ પણ બાળકને નાનપણમાં બધા જ ફાસ્ટફૂડ તથા જંક ફૂડથી બને એટલા દુર રાખવા જોઈએ. આ બાબતની સૌથી પહેલી તકેદારી બાળકના માતાપિતાએ જ રાખવી જોઈએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!