પહેલી ડીસેમ્બરથી ફરજીયાત થઇ રહેલા ફાસ્ટટેગ માટે જાણવા જેવી જરૂરી ૧૦ વાતો – પહેલા નહિ જ વાંચી હોય

હવે હાઇ-વે પર ગાડી ચલાવવી હોય તો ફાસ્ટ ટેગ લગાવવું ફરજીયાત છે. પહેલી ડિસેમ્બરથી ટોલ ટેક્સના નિયમો બદલાઇ રહ્યા છે ત્યારે ફાસ્ટ ટેગ દ્વારા આ રીતે જાતે જ કપાઇ જશે રકમ. ત્યારે શું છે આ ફાસ્ટ ટેગ ? કેવી રીતે ખરીદશો અને કેવી રીતે રિચાર્જ કરશો? ચાલો જાણીએ ફાસ્ટ ટેગ વિશે જાણવા જેવી 10 વાતો :

દેશના તમામ ટોલનાકા 1 ડિસેમ્બરથી કેશલેસ થવાના છે. ફાસ્ટ ટેગ વિના તમે ટોલનાકા પાર કરી શકશો નહીં. એવામાં જો તમે ફાસ્ટ ટેગ ખરીદ્યું ન હોય તો તમારા માટે આ લેખ વાંચવો જરૂરી છે. કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે ફાસ્ટ ટેગને વેગ આપવા માટે 1 ડિસેમ્બર સુધી તેને ફ્રીમાં આપવામાં આવશે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ ગુરુવારે આ જાહેરાત કરી હતી.

શું છે આ ફાસ્ટ ટેગ ?


ફાસ્ટેગ એક એવો ટેગ છે જેને સ્કેન કરીને મશીન ટોલ ચાર્જને ઓટોમેટિક કાપી લે છે અને વાહનને ટોલ પ્લાઝા પર કેશ આપવા માટે અટકવું નથી પડતુ. એકવાર લેવામાં આવેલું ફાસ્ટેગ 5 વર્ષ માટે એક્ટિવેટ રહે છે. તેને સમયસર રિચાર્જ કરાવવું પડે છે. મંત્રાલયે જણાવ્યું, “અમે આખા દેશમાં ટોલ ફી પ્લાઝાની બધી જ લેનને ફાસ્ટેગલેન જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ પહેલી ડિસેમ્બરથી લાગુ પડશે. નેશનલ હાઈવેઝ ફી રૂલ્સ, 2008 મુજબ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગલેનનો ઉપયોગ ફક્ત ફાસ્ટેગ ધરાવતા વાહનો જ કરી શકે છે.

નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (NHAI))ને લખેલા પત્રમાં હાઈવે મિનિસ્ટ્રીએ નેશનલ હાઈવેના દરેક ટોલ પ્લાઝા પર આ નિયમનો કડક અમલ કરવા સૂચના આપી છે. આ નિર્ણય ઝડપી પેમેન્ટ અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે લેવાયો છે. આનાથી હાઈવે પર ટ્રાફિક આસાનીથી પસાર થઈ શકશે અને ટોલ પ્લાઝા પર પણ ભીડ નહિ જામે.

પહેલી ડિસેમ્બર સુધી ફ્રીમાં મળશે ફાસ્ટ ટેગ :


ફાસ્ટટેગનાં નિયમને લઈને NHAIએ તૈયારી કરી લીધી છે. આ સમયે તેના નેટવર્કમાં કુલ 537 ટોલ પ્લાઝા છે. તેમાંથી 17ને છોડીને બાકીના ટોલ પ્લાઝાના લેન આગામી 30 નવેમ્બર સુધી ફાસ્ટ ટેગથી લેસ થશે. અન્ય ટોલ પ્લાઝા હજુ પણ બની રહ્યા છે. આ કારણે અહીં ઈલેક્ટ્રોનિક રીતે ટોલ વસૂલવાની સુવિધા શરૂ કરવામાં આવી નથી.

ફાસ્ટ ટેગથી મળશે આ લાભ:


આ ફાસ્ટ ટેગ ટ્રક, કાર, જીપ સહિતના દરેક વાહનો માટે 1 ડિસેમ્બર સુધી ફ્રીમાં આપવામાં આવશે. દિલ્હી એનસીઆરમાં 50 પેટ્રોલ પંપ પર તેને ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીના જણાવ્યા અનુસાર આ ફાસ્ટ ટેગનો ઉપયોગ એરપોર્ટ, શોપિંગ મોલ, પેટ્રોલ પંપથી ફ્યૂઅલ લેવા માટે પણ કરી શકાશે. હૈદરાબાદ એરપોર્ટ પર આ સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. આ સિવાય ફાસ્ટ ટેગથી જ પાર્કિંગના ચાર્જ અને પેટ્રોલ કે ડીઝલ ભરાવવાથી તેમાં બચત કરી શકાશે. 2017માં ફક્ત 7 લાખ ફાસ્ટ ટેગ બહાર પાડવામાં આવ્યા હતા જ્યારે હાલમાં 66 લાખ 19 હજાર ફાસ્ટ ટેગ બહાર પાડવામાં આવ્યા છે.

ફાસ્ટ ટેગ કારની અંદર પડ્યું હોય તો પણ સ્કેન થઇ જાય છે:


આઈઆરબી બોરિયાચ ટોલનાકાના મેનેજર પવાર સાથે ટેલિફોનિક વાતચીત કરતાં  જણાવ્યું હતું કે, ફાસ્ટ ટેગ કઢાવ્યા પછી કારમાં ભલે લગાવ્યું ન હોય, છતાં કારમાં અંદર હોય તો પણ સ્કેન થઈ જાય છે અને ખાતામાંથી રૂપિયા કપાઈ જાય છે. ફાસ્ટ ટેગની સ્કેન કરવાની ફ્રીક્વન્સી ઘણી સ્ટ્રોંગ છે. જેને કારણે અંદર મુકવામાં આવેલો ટેગ પણ સરળતાથી સ્કેન થઇ જાય છે.

NHAIના POS પર ફ્રીમાં મળશે ફાસ્ટ ટેગ:


તેઓએ કહ્યું કે આ સમયે ફાસ્ટ ટેગ વેચતી સમયે 150 રૂપિયા સિક્યુરિટી ડિપોઝીટ રૂપે લેવામાં આવે છે. પરંતુ હાલમાં ફાસ્ટ ટેગને વેગ આપવા માટે NHAI તેને ફ્રીમાં આપશે. એટલે કે જો તમે હાલમાં તેને લગાવડાવો છો તો તમારે આ 150 રૂપિયા ચૂકવવાના રહેશે નહીં. ફ્રીમાં ફાસ્ટ ટેગ ફક્ત NHAIના પોઈન્ટ ઓફ સેલ- પીઓએસ પર જ મળશે. બેંકથી તેને ખરીદો છો તો ગ્રાહકોને તેની કિંમત ચૂકવવાની રહેશે. આ ફાસ્ટ ટેગ ટ્રક, કાર, જીપ સહિતના દરેક વાહનો માટે ફ્રીમાં આપવામાં આવશે. દિલ્હી એનસીઆરમાં 50 પેટ્રોલ પંપ પર તેને ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે.

આવતા મહિનાથી લાગશે ડબલ ચાર્જ:


સરકારે નક્કી કર્યું છે કે આવતા મહિનાથી જે ગાડી પર ફાસ્ટ ટેગ નહીં હોય એ વાહન માલિકોને ઈલેક્ટ્રોનિક ટોલ લેનમાં જવા માટે બે વાર ટોલ ચૂકવવાનો રહેશે. આ સમયે દરેક લેન ઈલેક્ટ્રોનિક હશે તેના માટે ફાસ્ટ ટેગ અનિવાર્ય રહેશે.

ફાસ્ટ ટેગ ક્યાથી મળશે?


રાજ્યની આરટીઓ ઓફિસમાંથી મળી શકે,
શોપિંગ સાઈટ્સથી ઓનલાઈન ફાસ્ટ ટેગ ખરીદી શકાય, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા, SBI, HDFC, ICICI સહિત અન્ય બેંક, ઓનલાઈન, પ્લેટફોર્મ, પેટીએમ, એમેઝોન ડોટ કોમ. ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમના પેટ્રોલ પંપ, માઈ ફાસ્ટેગ એપ (MYFASTag App)થી મળશે. આ એપની મદદથી ઓનલાઈન કરાવી શકો છો રિચાર્જ.

ટોલ ફ્રી નંબર પર નોંધાવી શકાય છે ફરિયાદ :


NHAIના 1033 ટોલ ફ્રી નંબર પરથી જાણકારી મેળવી શકાશે તેમજ ફાસ્ટ ટેગની ફરિયાદ પણ નોંધાવી શકાશે. દેશમાં ફાસ્ટ ટેગના 28376 કેન્દ્ર બનાવવામાં આવ્યા છે તેમજ 23 બેંકોને ફાસ્ટ ટેગની સુવિધા સાથે જોડવામાં આવી છે.

જોકે વાહનચાલકોની માગણી છે કે, સરકાર દ્વારા ફાસ્ટ ટેગની પુરતી જાણકારી આપવામાં આવે અને ત્યારબાદ લાગુ કરવામાં આવે તો આ સિસ્ટમમાં સરળતાથી લોકો પસાર થઈ શકશે. કેન્દ્ર સરકારનો નિર્ણય છે કે, ટોલટેક્ષ પર 1 ડિસેમ્બરથી ફાસ્ટ ટેગ કરવાનું અને ઓનલાઈન પેમેન્ટથી વાહનચાલકોને જે મુશ્કેલીઓ પડે છે તેમાં ઘટાડો થશે. ટ્રાફિક ઓછો થશે અને વાહન ચાલકોનો સમય બચશે ત્યારે વાહનચાલકોએ ફાસ્ટ ટેગ સિસ્ટમ પોતાના વાહનમાં લગાવવી પડશે.

પોતાની ગાડીની આરસી બુક જે તે માલિકના નામે હોવી જોઈએ અને આધાર કાર્ડ લિંક કરવાથી ફાસ્ટ ટેગની સિસ્ટમ છે તે વાહનમાં લાગુ થઈ જશે અને ત્યારબાદ ટોલટેક્સ પરથી પસાર થતા વાહનમાંથી આપમેળે આ ટોલ ટેક્સ કપાઈ જશે. જોકે વાહનચાલકો માટે સરળતા છે અને ઓનલાઇન સિસ્ટમ થવાથી રોકડ વ્યવહારોની કોઈ જરૂર નહીં રહે. જોકે હજુ લોકોને ફાસ્ટ ટેગ સિસ્ટમની ખબર નથી ત્યારે લોકો પણ અવઢવમાં છે અને માગણી કરી રહ્યા છે કે, સરકાર પહેલા આ ફાસ્ટ ટેગ સિસ્ટમની જાણકારી ઉપલબ્ધ કરાવે અને ત્યારબાદ અમલી બનાવે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!