ફિલ્મોમાં કરિયર ફ્લોપ રહેવાથી ફિલ્મોમાં નથી મળતું કામ તેમ છતાં આજે કરોડોની કરી રહી છે આ વિવાદિત અભિનેત્રીઓ

બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ એક પુરુષ પ્રધાન ઇન્ડસ્ટ્રીઝ માનવામાં આવે છે. આ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે અહી પુરુષોને વધારે મહત્વ આપવામાં આવે છે અને તેની ફીસ પણ વધુ હોય છે. પરંતુ થોડા સમયથી આ ધારણા બદલી છે. પ્રિયંકા, કરીના, કટરીના, દીપિકા અમુક એવી અભિનેત્રીઓ છે જેની ફીસ અમુક હીરો કરતા પણ વધારે છે.

તેમજ બોલીવુડમાં અમુક અભિનેત્રીઓ એવી પણ છે જેના પર ફ્લોપનું ટેગ લાગી ગયું છે છતાં તેની કમાણી કરોડોમાં છે. તેમજ તે લાઈમલાઈટમાં પણ ખુબ જ રહે છે, લાઇમલાઇટની બાબતમાં આ ફ્લોપ અભિનેત્રીઓ જાણિતી અને ફેમસ અભિનેત્રીઓ ને પણ પાછળ છોડે છે. તો ચાલો જાણીએ કે કોણ છે એ અભિનેત્રીઓ જે ફ્લોપ થયા પછી પણ કરોડોની કમાણી કરે છે.

સોફિયા ફયાત :

સોફિયા ફયાત બીગ બોગ પછી ચર્ચામાં આવી હતી. સોફિયા તેની ખોટી વાતોથી ફેમસ છે. પહલા તેને શારીરિક સંબંધો વિશે ભાષણ આપવાનું ચાલુ કર્યું હતું ત્યારબાદ તેને લગ્ન કરી લીધા. લગ્ન પછી તેને તેના પતિ પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો. હાલમાં ભલે સોફિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ન હોય પરંતુ મોડલિંગ કરીને તે આસાનીથી કરોડોની કમાણી કરી શકે છે.

પૂનમ પાંડે :

પૂનમ પાંડેનું નામ તો તમે બધાએ સાંભળ્યું જ હશે. પૂનમ પાડે એક એવી મોડેલ છે જે હંમેશા કંઇક ને કંઇક વિવાદોમાં ફસાયેલ હોય છે. ભલે બોલીવુડમાં તેનું કરિયર ખત્મ થઇ ગયું હોય પરંતુ કમાણીની બાબતમાં તે બોલીવુડની મોટી મોટી અભિનેત્રીઓને પણ પાછળ છોડે છે. એડ અને મોડલિંગ કરીને પૂનમ સારી એવી કમાણી કરી લે છે. સોશિયલ મીડિયા પર પૂનમની ફેંસ ફોલોવિંગ લાખોમાં છે. હાલમાં જ તેને પોતાનું એક એપ પણ લોન્ચ કર્યું છે.

રાખી સાવંત :

રાખી સાવંતને ઇન્નીડસ્ટ્રીઝની ડ્રામા ક્વીન તરીકે ઓળખવામાં આવે છે. તે હંમેશા કોઈને કોઈ કારણોથી ચર્ચામાં રહે છે. રાખીનું નામ સાંભળતાં જ ભલે મનમાં ગુસ્સો આવે પરંતુ તમને જણાવી દઈએ કે આ જગ્યાએ પહોંચવા માટે રાખીએ ખુબ જ મહેનત કરી છે. બોલીવુડમાં ભલે તે કરિયર બનાવી ન શકી પરંતુ આજે તેને દરેક ઓળખે છે. રાખી સ્ટેજ શો માંથી મહીને લાખો રૂપિયા કમાય છે અને આ કારણે જ તેને મુંબઈમાં ઘરનો પ્લેટ અને બંગલો છે.

શર્લીન ચોપડા :

જણાવી દઈએ કે શર્લીન ચોપડા બોલીવુડની સૌથી બોલ્ટ અભિનેત્રીઓમાંની એક છે. જો કે ફિલ્મોમાં તો તે કોઈ ખાસ કમાલ કરી શકી નથી પરંતુ તેના વિવાદિત ભાષણ અને તસ્વીરોને લઈને તે હંમેશા ચર્ચાઓમાં રહી છે.બીગ બોસમાં આવીને પણ તે ખુબ ચર્ચામાં આવી છે. જણાવી દઈએ કે હાલમાં શર્લીન મોડલિંગ કરે છે અને તેમાંથી જ કરોડોની કમાણી થઇ જાય છે. શર્લીન તે સમયે લાઈમલાઈટમાં આવી હતી જ્યારે તેને કહ્યું હતું કે તે પૈસા માટે શારીરિક સંબંધ બનાવી ચુકી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!