બોલીવુડમાં ફ્લોપ થયા બાદ એકદમ જાડા થઇ ગયા આ 4 અભિનેતાઓ – ફોટો જોઈને ઓળખવા થયા મુશ્કેલ – જૂઓ તસ્વીરો

જીવનમાં ઉતાર ચડાવ આવ્યા કરે છે, ક્યારેક તમારો સમય ખુબ જ સારો ચાલે છે તો ક્યારેક કોઈ તમારા હાલ પણ નથી પૂછતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અમુક સિતારાઓનો આ જ હાલ છે. એક સમયમાં આ સિતારાઓ મોટા પર્દા પર ધમાલ મચાવતા હતા પરંતુ આજે કોઈ તેનો ભાવ પણ નથી પૂછતું. તે જ્યારથી ફિલ્મોમાં ફ્લોપ ગયા છે ત્યારથી તેને કામ મળવાનું પણ બંધ થઇ ગયું છે. બોલીવુડમાં હવે તેનું કોઈ ખાસ મહત્વ પણ નથી રહ્યું.

હાલમાં આ સિતારાઓ લાઇમલાઇટથી દુર છે અને એક અલગ જ જીવન જીવી રહ્યા છે. ફિલ્મોમાં કામ ન મળવાથી તેને પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન દેવાનું પણ બંધ કરી દીધું છે. તેથી તે મોટાપાનો શિકાર બની ગયા છે. એટલું જ નહિ જ્યારે આ સિતારાઓ રસ્તા પરથી નીકળે ત્યારે લોકો તેને ઓળખાતા પણ નથી. તેનું શરીર ડીપ્રેશનને લીધે વધ્યું કે પોતાની ફીટનેશની બેદરકારી થી એ તો તે જ જાણે.

ફરદીન ખાન :

આ લીસ્ટમાં પહેલું નામ ફરદીન ખાનનું આવે છે જે એક સમયે બોલીવુડમાં ચોકોલેટી હીરો તરીકે ઓળખાતા. તે જમાનામાં ફરદીન ખાન ઘણા હેન્ડસમ પણ હતા. લાખો છોકરીઓ તેના પર ફિદા હતી. ફરદીન ખાને ફિલ્મ કરિયરની શરૂઆત વર્ષ 1998 માં ફિલ્મ ‘પ્રેમ અગન’ થી કરી હતી તેમજ તેની છેલ્લી ફિલ્મ 2010 માં ‘દુલ્હા મિલ ગયા’ હતી. જોકે તેનું બોલીવુડ કરિયર કઈ ખાસ રહ્યું નથી તેની મોટાભાગની ફિલ્મો ફ્લોપ જ જતી હતી. ફિલ્મોથી દુર થયા પછી તે ઘણા જાડા પણ થઇ ગયા. સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસ્વીરોની મજાક પણ ઉડાવવામાં આવે છે.

ઉદય ચોપડા :

યશ રાજ ચોપડા જેવા મહાન ફિલ્મ મેકર નાં દીકરા હોવા છતાં ઉદય પોતાનું ફિલ્મ કરિયર સફળ બનાવી શક્યા નથી. તેને બોલીવુડમાં વર્ષ 2000 માં ફિલ્મ ‘મોહબ્બતે’ થી કરી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન પણ હતા તેથી ફિલ્મ હાલી ગઈ. તે સિવાય ઉદય ‘ધૂમ’ સીરીઝમાં સપોર્ટીંગ એક્ટર તરીકે પણ જોવા મળ્યા હતા. પરંતુ ઉદય જ્યારે કોઈ પણ ફિલ્મમાં લીડ રોલ પર આવે તો તે ફિલ્મ ફ્લોપ જ જતી, એવામાં તેને ફિલ્મોમાં કામ મળવાનું પણ બંધ થઇ ગયું. હવે તે માત્ર પર્દા પાછળનો ડીપાર્ટમેન્ટ જ સંભાળે છે. તેમજ તેનો વજન પણ પહેલા કરતા ઘણો વધી ગયો છે, અને લોકો તેને ઓળખી પણ નથી શકતા.

હરમન બાવેજા :

વર્ષ 2008 માં ફિલ્મ ‘લવ સ્ટોરી 2050’ થી પ્રિયંકા ચોપડા સાથે ડેબ્યુ કરનાર હરમન બાવેજાનો સિક્કો પણ બોલીવુડમાં ચાલ્યો નહિ. તેને વર્ષ 2009 માં ફિલ્મ ‘વોટ્સ યોર રાશિ’ પણ કરી હતી. પરંતુ તે પણ ખરાબ રીતે ફ્લોપ રહી. હરમન નાં ડેબ્યુ દરમિયાન લોકોનું કહેવું હતું કે તે અન્ય ટોપ સિતારાઓને ટક્કર આપશે, પરંતુ લોકોનો આ અંદાજ ખોટો સાબિત થયો. જો કે હાલમાં હરમન એટલા બદલી ગયા છે કે તેને જોઇને ઓળખવા પણ મુશ્કેલ છે.

શાદાબ ખાન :

શાબાદ ખાને બોલીવુડમાં ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’ થી રાની મુખર્જી સાથે બોલીવુફમાં ડેબ્યુ કર્યું હતું. પરંતુ બોલીવુડમાં તે કંઈ ખાસ કમાલ કરી શક્યા નહિ. અમજદ ખાન નાં દીકરા હોવા છતાં તેને ફિલ્મમાં સફળતા મળી નહિ. હાલમાં તેનો લૂક ખુબ જ બદલી ગયો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!