12 વર્ષ પહેલા સહેવાગે ગાંગુલી માટે ૨ ભવિષ્યવાણી કરેલી – એક સાચી પડી અને બીજી પણ હવે…..
ભારતના પૂર્વ વિસ્ફોટક બલ્લેબાજ વીરેન્દ્ર સહેવાગ હંમેશા ચર્ચામાં રહે છે. આજકાલ તેઓ સૌરવ ગાંગુલીને લઈને ચર્ચામાં આવ્યા છે. વીરેન્દ્ર સહેવાગે ગાંગુલીનાં અધ્યક્ષ બનવા પર મોટું નિવેદન આપ્યું અને એમણે પોતાની ભવિષ્યવાણીનો ઉલ્લેખ પણ કર્યો, જેમાં એમણે પહેલા જ જણાવી દીધું હતું કે, દાદા એક દિવસ જરૂર BCCI નાં અધ્યક્ષ બનશે. જી હાં, સૌરવ ગાંગુલીનાં અધ્યક્ષ બન્યા પછી સહેવાગે પોતાની બીજી ભવિષ્યવાણીની પણ વાત કરી છે અને એમણે કીધું કે, એ પણ ખૂબ જલ્દી સાચી પડશે.

ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હાલમાં જ BCCI નાં અધ્યક્ષ બન્યા છે. ત્યારબાદ સૌરવ ગાંગુલીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું હતું કે, એમની દેખરેખ હેઠળ હવે ટીમ ઈન્ડિયા ખૂબ આગળ વધશે. પ્રેસ કોન્ફરન્સમાં સૌરવ ગાંગુલી 20 વર્ષ જૂનું બ્લેઝર પહેરીને ગયા હતા, જેને જોઈને પત્રકારોએ સવાલ પૂછી કાઢ્યો, જેનો જવાબ પણ એમણે ખૂબ વિનમ્રતાપૂર્વક આપ્યો. ખેર, અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ વિરેન્દ્ર સહેવાગની ભવિષ્યવાણી વિશે, જે હવે સાચી સાબિત થઈ ચૂકી છે.
વર્ષ 2007માં વિરેન્દ્ર સહેવાગે કરી હતી ભવિષ્યવાણી :
વિરેન્દ્ર સહેવાગે જણાવ્યું કે, એમણે વર્ષ 2007માં જ દાદા BCCI નાં અધ્યક્ષ બનશે એવી ભવિષ્યવાણી કરી હતી. એમણે કહ્યું કે, જેવા એમને સમાચાર મળ્યા કે ગાંગુલી BCCI નાં અધ્યક્ષ બનશે, તરત જ એમને વર્ષ 2007ની સિરીઝ યાદ આવી ગઈ, જે સાઉથ આફ્રિકામાં રમાઈ હતી. એ મેચમાં ભારત મુશ્કેલીમાં હતું અને દાદા ઉપર ખૂબ વધારે પ્રેશર હતું, પરંતુ એમણે પ્રેશરમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને ભારતને મેચમાં પરત લઈ આવ્યા, ત્યારબાદ ડ્રેસિંગ રૂમમાં એમણે કીધું હતું કે દાદા BCCIનાં અધ્યક્ષ બનશે.
વિરેન્દ્ર સહેવાગની બીજી ભવિષ્યવાણી :
વિરેન્દ્ર સહેવાગે કહ્યું કે, એ સમયે એમણે બે ભવિષ્યવાણી કરી હતી, જેમાંથી એક સાચી પડી અને હવે બીજી પણ ખૂબ જલ્દી સાચી પડશે. તમને જણાવી દઈએ કે, એમની બીજી ભવિષ્યવાણી એ હતી કે, સૌરવ ગાંગુલી એક દિવસ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી જરૂર બનશે. એમની આ ભવિષ્યવાણીનો ખુલાસો થતા જ રાજનીતિમાં દાદાની એન્ટ્રીને લઈને વાતો થવા લાગી છે. જોકે હાલમાં તેઓ BCCI નાં અધ્યક્ષ બની ચુક્યા છે.
20 વર્ષ જૂનું બ્લેઝર પહેરીને આવ્યા હતા દાદા :
BCCI નાં અધ્યક્ષ બન્યા બાદ સૌરવ ગાંગુલી 20 વર્ષ જૂનું બ્લેઝર પહેરીને કોન્ફરન્સ કરવા આવ્યા હતા, જે ખૂબ જ ઢીલું હતું. એવામાં પત્રકારોએ એમને પૂછ્યું કે કોઈપણ BCCI અધ્યક્ષ આ રીતનું BCCIનાં લોગોવાળું બ્લેઝર નથી પહેરતા, અને તમે પહેરીને આવ્યા છો, એવું શા માટે? એના જવાબમાં દાદાએ કહ્યું કે, એમને આ બ્લેઝર પહેરવું ખૂબ ગમે છે, કારણ કે જ્યારે તેઓ કેપ્ટન બન્યા હતા ત્યારે BCCI તરફથી એમને આ બ્લેઝર મળ્યું હતું, જે હવે ઢીલું થઈ ચૂક્યું છે.
મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.