છોકરી કમાતી માત્ર ૨૬,૦૦૦ રૂપિયા, પોતાની બાપની ઉમરના એકટરને બનાવ્યો બોયફ્રેન્ડ… અને પછી જે થયું…

આપણે બધાય જાણીએ છીએ કે, બોલીવુડ માં ઘણાંય એકટર – એક્ટ્રેસે પોતાનાથી બમણી ઉંમરના પાર્ટનર સાથે અફેર અને પછી લગ્ન પણ કરી લીધા હોય. બોલીવુડમાં એવી ઘણીય જોડીઓ છે જેમની ઉંમર વચ્ચે બમણો અને તેના કરતા પણ વધુ તફાવત છે. જેમ કે સૈફઅલી ખાન અને કરીના કપૂર તેવીજ રીતે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય. બોલીવુડમાં આવી જોડીઓની કોઈ કમી નથી કે જેમની ઉંમર વચ્ચે બમણો કે તેનાથી પણ વધુ તફાવત હોય. કદાચ તમને યાદ હશે કે થોડા મહિનાઓ પહેલા બોલીવુડ એકટર મિલિંદ સોમણ ની ગર્લ ફ્રેન્ડ વિષે એક સમાચાર પ્રકાશિત થયેલા. કહેવાય રહ્યું છે કે, મિલિંદની ગર્લ ફ્રેન્ડનું નામ અંકિતા કંવર છે, જે તેનાથી ઉંમરમાં ૨૫ વર્ષ નાની છે.

એક્ટર મિલિંદ સોમણની ગર્લ ફ્રેન્ડ કોણ હતી?


પોતાના સમયના પ્રખ્યાત મોડેલ અને ફિઝિકલ ફિટનેસ ધરાવતા મિલિંદ સોમણનું અફેર પોતાનાથી અડધી ઉંમરની છોકરી સાથે ઘણા દિવસો સુધી સોશ્યલ મીડિયામાં છવાયેલો રહ્યું. સૂત્રો મુજબ મિલિંદની ઉમર ૫૧ વર્ષ છે. જ્યારે તેની ગર્લ ફ્રેન્ડ અંકિતા હજુ માત્ર ૨૭ વર્ષની છે. મતલબ કે બંનેની ઉંમર વચ્ચે ડબલ કરતા પણ વધુનો તફાવત છે. એવી વાત પણ સામે આવી હતી કે, મિલિંદ તેની છોકરીની ઉંમરની આ છોકરી સાથે લગ્ન પણ કરવાનો હતો.

તમને જણાવી દઈએ કે, અંકિતા એક એયર હોસ્ટેસ છે. એયરહોસ્ટેસની જોબમાં એની મંથલી સેલરી ૨૬,૦૦૦ રૂપિયા હતી. જો કે મિલિંદ અને અંકિતાએ પોતાના સંબંધો વ્યક્ત કરતી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા હતા. જો તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે, મિલિંદ ની ગણતરી દેશના સૌથી બોલ્ડ મોડલ્સમાં થાય છે. મિલિંદ એ સમયે બોલ્ડનેસની તમામ હદ પાર કરી દીધી હતી, જ્યારે પ્રખ્યાત કહેવાતા મોડેલ પણ સેક્સી અંદાજથી દૂર ભાગતા હતા. જો કે મિલિંદ એક ખુબ જ બોલ્ડ મોડલ ગણાતો હતો. પણ, હમણાં જ એની ગર્લ ફ્રેન્ડે એને પ્રેમમાં દગો આપ્યો છે.

એક્ટર મિલિંદ સોમણની ગર્લ ફ્રેન્ડ મિલિંદને પ્રેમમાં દગો આપી ને જતી રહી..
ફ્લાઈટ એટેન્ટેન્ડ એટલે કે, એયરહોસ્ટેસ તરીકે નોકરી કરનારી છોકરીએ મિલિંદ સોમણને પ્રેમમાં દગો આપ્યો છે. જેનું અસલી કારણ છે, પૈસા. તમને જણાવી દઈએ કે,એયરહોસ્ટેસ તરીકે નોકરી કરતી અંકિતાનો એક મહિનાનો પગાર ૨૬,૦૦૦ રૂપિયા હતો. નોકરીની સાથે અંકિતાને ઓન લાઈન કસીનો રમવાનો શોખ હતો. આ રમતમાં જ તેને હમણાં રૂપિયા ૮,૭૩,૯૮૨નો જેક પોટ લાગ્યો હતો. અને આટલા રૂપિયા મળતાની સાથે જ અંકિતા પોતાના બોય ફ્રેન્ડ મિલિંદથી દૂર થઈ છે. બોલીવુડના સૂત્રો મુજબ આટલા બધા રૂપિયા મળવાથી હવે અંકિતાએ મિલિંદ સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું છે.

અંકિતા એ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં એવું કહ્યું કે, હમણાં તેની ઉંમર ઘણી નાની છે અને પોતાની લાઈફમાં કઈક બનવા માંગે છે. અંકિતાએ એવું પણ કહ્યું કે, આ રૂપિયાથી તે પોતાના પરિવારની આર્થિક મદદ કરશે. સાથે તેણે એવું પણ કહ્યું કે, હમણાં તે લગ્ન કરવા માંગતી. એવું પણ સંભળાય રહ્યું છે કે, મિલિંદ અંકિતા ને વારંવાર કૉલ કરે છે, પણ અંકિતા તરફથી તેનો કોઈ જવાબ મળતો નથી. બોલીવુડના રિપોર્ટ મુજબ અંકિતા ૨૧ એપ્રિલે મિલિંદ સાથે લગ્ન કરવાની હતી,પરંતુ રૂપિયા મળતાની સાથે જ અંકિતા સાવ બદલાઈ ગઈ છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!