ગોમતી ચક્ર વિશે નો જાણતા હો તો જરૂર વાંચી લો, અદ્ભુત ફાયદા અને ચમત્કારિક લાભ જાણવા જેવા છે

આપણા ભારત દેશના જ્યોતિષ શાસ્ત્રમાં વિવધ એવી વસ્તુ પણ છે જે આધ્યાત્મિક તથા પ્રાકૃતિક રીતે સંકળાયેલી હોય છે. તો આજે આપણે એક એવી જ વસ્તુ વિશે અમે તમને આ આર્ટિકલમાં જણાવશું. દોસ્તો આપણે ત્યાં ઘણા બધા યંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ પૈકી એક યંત્ર છે ગોમતી ચક્ર. ગોમતી ચક્ર બહું બધી  રીતે આપણને ઉપયોગી બને છે. જે એક શેલ પથ્થરનું રૂપ હોય છે. ગોમતી ચક્રને મોટા ભાગે ધાર્મિક પક્રિયામાં ફાયદાકારક હોય છે. ગોમતી ચક્ર ઘણી તકલીફોથી આપણને રાહત આપે છે. તો આવો જાણીએ ગોમતી ચક્રના ચમત્કારિક ફાયદા વિશે. માટે આ લેખને છેલ્લે સુધી વાંચો તમારું પણ નસીબ બદલી શકે છે ગોમતી ચક્ર. કેવી રીતે એ જાણો આ આર્ટિકલમાં.

દોસ્તો ગોમતી ચક્ર તેના આકારના લીધે સાપ જેવું પણ દેખાય છે. તેના કારણે તેનું બીજું નામ છે “નાગ ચક્ર”. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સર્પદોષ  જે લોકોને હોય છે તેના માટે ગોમતી ચક્ર ઉપયોગી માનવામાં આવે છે. ગોમતી ચક્ર પ્રાપ્ત કરવાથી વિજય મળે છે તેવું પણ કહેવામાં આવે છે. તો હવે નીચે જોઈએ ગોમતી ચક્રના કેટલાક અગત્યના લાભો.

ગોમતી ચક્ર સૌ પ્રથમ તો વાસ્તુદોષને નષ્ટ કરે છે. જો 11 ગોમતી ચક્રને લીધે તેને મકાનના પાયામાં દાટી દેવામાં આવે તો તે ઘરમાં વસતા વ્યક્તિઓનું આયુષ્ય પણ વધે છે અને સમૃદ્ધીમાં પણ વધારો થાય છે. જો દક્ષીણ – પૂર્વ દિશામાં ગોમતી ચક્રને ઘરમાં બાજુમાં દાટવામાં આવે તો ઘરના બધા જ વાસ્તુદોષ દૂર થઈ જાય છે.

ત્યારપછી જો ગોમતી ચક્રને લાલ કપડાંમાં ભેગું કરીને ઘરની તિજોરી અને દુકાનની તિજોરી અથવા તો કેશ કાઉન્ટરના બોક્સમાં મુકવામાં આવે તો આરોગ્ય માં પણ વધારો થાય છે તથા સમૃદ્ધીમાં પણ વધારો થાય છે. જો તિજોરીમાં ગોમતી ચક્ર મુકવામાં આવે તો માતા લક્ષ્મી ખુબ જ પ્રસન્ન થાય છે.

ગોમતી ચક્રને ધ્યાનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જેમાં સૌ પ્રથમ તો એક યંત્ર તરીકે ફાયદાકારક લેવામાં આવે છે, ત્યાર પછી બીજું કે, તે મંત્ર માટે પણ ઉપયોગમાં લેવાય છે, અને હવે ત્રીજું કારણ કે ઘણા જૈન સાધુઓ તથા સાધ્વી તેની જૈન પૂજા દરમિયાન વિશેષ અને ખાસ યંત્ર તરીકે ગોમતી ચક્રનો ઉપયોગ કરે છે.

ગોમતી ચક્રથી યોગ્ય આરોગ્ય, સમૃદ્ધિ, સુખ, શાંતિ, દુર્ઘટના, ખરાબ વિચારો, રોગોમાંથી છુટકારો, વધુ સભાનતા, સારી ભક્તિ, આપણી સુરક્ષા, સમાજમાં પ્રતિષ્ઠા, મનની એકાગ્રતા, બિઝનેસ, વગેરે જેવી અનેક બાબતોને આપણને હેલ્પ થાય છે અને મુશ્કેલીને આપણી સરળતાથી દુર કરે છે.

ગોમતી ચક્ર સામાન્ય રીતે મળી રહે તેવો એક પથ્થર જ છે. જેની કિંમત પણ ખુબ જ ઓછી છે. તેનો મુખ્ય પ્રયોગ ધાર્મિક તથા તાંત્રિક વિધિમાં કરવામાં આવે છે. ઘણી વખત વિવિધ તકલીફના ઉપચાર માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જે ખુબ જ અસરકારક સાબિત થાય તેવું કહેવામાં આવે છે.

ગોમતી ચક્ર સામાન્ય રીતે મળી રહે તેવો એક પથ્થર જ છે. જેની કિંમત પણ ખુબ જ સામાન્ય છે. તેનો મુખ્યત્વ પ્રયોગ ધાર્મિક તથા તાંત્રિક વિધિમાં કરવામાં આવે છે. ઘણી વખત વિવિધ તકલીફના નિદાન માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જે ખુબ જ ફાયદાકારક સાબિત થાય તેવું કહેવામાં આવે છે.

જો કોઈ રોગ અથવા શરીરની બીજી તકલીફ હોય તો, રોજ રાતે દસ ગોમતી ચક્ર લેવાના અને તેને પાણીમાં પલાળી દેવાના, ત્યારપછી સવારે તે પાણીનું સેવન કરવું જોઈએ. જેના લીધે પેટને લગતી બધી જ તકલીફ દુર થઇ જાય છે તથા મગજની શાંતિ પણ મળે છે. જો ખુબ જ માનસિક રીતે અશાંત રહેતા હોવ તો આ પ્રયોગ કરવો જોઈએ.

પરિવારમાં કોઈ માણસ બીમાર હોય તથા પીડાતા હોય તો ગોમતી ચક્રને ચાંદીમાં લગાવીને દર્દીની પથારીમાં બાંધી દેવાનું. તેના લીધે દર્દીને શારીરિક તથા માનસિક બંને શાંતિ મળશે.

જો તમારા ક્ષેત્રમાં પ્રમોશન મેળવવા ઈચ્છતા હોવ તો, કોઈ શિવ મંદિરમાં જાવ તથા ભગવાન શિવજીને સાચા હૃદય સાથે પ્રાથના પણ કરો તો પ્રગતિના અને પ્રમોશનના રસ્તા દરરોજ માટે ખુલી જશે.

પતિ અને પત્ની વચ્ચે લગ્નજીવનમાં કોઈ ઝગડા રહેતા હોય તો, ત્રણ ગોમતી ચક્ર લેવાના તથા ઘરના દક્ષીણ ખૂણામાં જમીનમાં દબાવી દેવાના. તેનાથી ઘરમાં કાયમ માટે શાંતિનો માહોલ બની રહેશે.

જો વ્યવસાયમાં પણ આગળ વધવા માંગતા હોવ તો, ગોમતી ચક્ર લો અને તેને ઓફીસ તથા દુકાનના દરવાજાની બંને બાજુ લગાવો, તેનાથી વ્યાપારમાં ખુબ જ વધારો થશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!