ગૂગલમાં આટલી વસ્તુઓ ક્યારેય સર્ચ કરવાની ભૂલ કરવી નહિ – થઇ શકે છે આટલું મોટું નુકશાન

આજના સમયમાં ગૂગલ બધા માટે એક ખુબ જ જરૂરી હિસ્સો બની ચુક્યું છે. ગૂગલના ઉપયોગ થી આપણે બધા શહેરથી લઈને ગામડા સુધીનાં દરેક રસ્તાઓ જાણી શકીએ છીએ. તે સિવાય આપણે કોઈ પણ ફિલ્મ, સોંગ, ડોક્યુમેન્ટરી થી લઈને બુક્સ અને રીસર્ચ ને પણ ગૂગલ દ્વારા હાંસિલ કરી શકીએ છીએ. પરંતુ એ વાત જાણવી પણ ખુબ જ જરૂરી છે કે ગૂગલની પણ એક સીમા છે.

દરેક વસ્તુની એક સીમા હોય છે અને અહી એ વાત ગૂગલ સર્ચ પર પણ લાગુ પડે છે. જો તમે ગૂગલ સર્ચ દરમિયાન અમુક વસ્તુનું ધ્યાન ન રાખો તો તમને પણ મુશ્કેલી પડી શકે છે. કેમ કે ગૂગલ બધી વેબસાઈટને ઓફર કરનાર એક પ્લેટફોર્મ છે. જેમાં ઘણી જગ્યાએ ખોટી જાણકારીઓ પણ મળે છે.

તેમજ આજકાલ ઓનલાઈન ફ્રોડ પણ બધા માટે એક મોટી મુશ્કેલી બની ચુક્યું છે. તેથી ખોટી ઉઆરએલ કે લીંક પર ક્લિક કરવાથી તમે પણ મુસીબતમાં પડી શકો છો. જો તેમાં તમે તમારી પર્સનલ અને ફાઇનાન્સિયલ ઇન્ફોર્મેશન શેર કરો તો તમારી સાથે છેતરપીંડી પણ થઇ શકે છે.

આજકાલ કસ્ટમર કેરનાં નામે મોટાપાયે ઓનલાઈન ફ્રોડ કરવામાં આવે છે. ગેરકાયદેસર કામ કરનાર ખોટું બિઝનેશ લીસ્ટીંગ અને કસ્ટમર કેર નાં નામે માસુમ લોકોને ટાર્ગેટ કરે છે. અને તેની સાથે ફ્રોડ પણ કરે છે. આજના સમયમાં ગૂગલ પર ઓનલાઈન બેન્કિંગ સાથે જોડાયેલી ઘણી બધી ગેરકાયદેસર વેબસાઈટ છે. જો તમે તમારી બેંકનો સારો યુઆરએક ન જાણતા હોય તો ક્યારેય પણ ગૂગલમાં બેન્કિંગ વેબસાઈટ સર્ચ ન કરાવી જોઈએ. સુરક્ષિત બેન્કિંગ પ્રણાલી માટે હંમેશા ઓફિસીયલ યુઆરએલ નો જ ઉપયોગ કરવો.

ગૂગલ દ્વારા તમે મોબાઈલ એપ અથવા કોઈ પણ અન્ય સોફ્ટવેર પર ત્યાં સુધી ક્લિક ન કરો જ્યાં સુધી તમને તે વેબસાઈટ વિશે ખરી રીતે જાન ન હોય. હમેશા એપ ને તમારા એન્ડ્રોઇડ ફોન માટે ગૂગલ પ્લે અને આઈફોન માટે એપ સ્ટોર નો ઉપયોગ કરો.

ગૂગલ પર એવી ઘણી બધી વેબસાઈટ ઉપલબ્ધ છે જે વજન ઘટાડવાથી લઈને અલગ-અલગ બીમારીઓ નો ઈલાજ કરવાનો દાવો કરે છે. ગૂગલ પર તમને ઘણી બધી બીમારિયોનો ઈલાજ પણ આસાનીથી મળી જશે, પરંતુ આ જાણકારીઓ સાચી છે એ વાતની ગેરેંટી આપવામાં આવતી નથી.

ક્યારેય પણ ગૂગલ પર મેડિસીન અથવા રોગો નાં લક્ષણોની જાણકારી સર્ચ ન કરો, આવું કરવાથી તમે ડિપ્રેસનમાં પણ આવી શકો છો. કેમ કે ક્યારેક ક્યારેક તમને ગૂગલ પર દવાઓ અને મેડિકલ સલાહ નાં નામે ખોટી જાણકારી પણ મળી શકે છે. તેથી કોઈ પણ દવાઓ કે રોગોનાં લક્ષણો જાણવા માટે ડોક્ટરનો જ સંપર્ક કરવો જોઈએ.

જો તમે કોઈ વિશ્વાસલાયક ઈ-કોમર્સ વેબસાઈટ વિશે જાણતા ન હોય તો ગૂગલ દ્વારા તેનો ઉપયોગ કરવો ન જોઈએ. ઓનલાઈન ફ્રોડમાં તેનો મોટો હાથ હોઈ શકે છે. ઈન્ટરનેટ પર એવી ઘણી વેબસાઈટ ઉપલબ્ધ છે જે ઈ-કોમર્સનાં નામે લૂટવાનું કામ કરે છે. તેથી હંમેશા સાવધાન રહો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!