રવિવારે પિક્ચર બદલાઈ ગયું – હવે ૬ તારીખે ‘મહા’ વાવાઝોડું આટલા શહેરો ને અસર કરશે

ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડાની અસર વધી છે. અને આ વાવાઝોડું કઈ જગ્યાએ થી પસાર થાશે એની પણ સ્પષ્ટ પણે ચોખવટ કરવામાં આવી છે. કેન્દ્ર ગૃહ મંત્રાલય ના ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનાં જણાવ્યા પ્રમાણે મહા વાવાઝોડું ગુજરાતના દ્વારકા અને દીવ વચ્ચેથી પસાર થવાની સંભાવના છે. તેમજ વાવાઝોડાની ગતિ પણ 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનું જણાવ્યું છે. તેમજ જણાવ્યું છે કે આ સમયે ગુજરાતનો દરિયાકાંઠો તોફાની રહેશે.

અ રીપોર્ટ અનુશાર ૩ તારીખે ‘મહા’ વાવાઝોડું ગંભીર ચક્રવતી વાવાઝોડામાં પરિવર્તિત થઇ ગયું છે. પરિવર્તન સમયે તે વેરાવળથી પશ્ચિમ 590, દિવથી 630 તેમજ પોરબંદરની દર્ક્ષીણ પશ્ચિમ એ 590 કિલોમીટર દુર હતું.

આ વાવાઝોડાની ગતિ ખુબ જ વધારે છે પરંતુ સોમવારે દરિયામાં પૂર્વ-ઉત્તર પૂર્વ દિશામાં વળાંક લેતા તેની ગતિ ઓછી થઇ ગઈ છે જે ગુજરાતના દરિયાકાંઠે ૬ તારીખ સુધીમાં અંદાજે 100 જેટલી ઝડપે આવશે. જણાવી દઈએ કે ‘મહા’ વાવાઝોડાનો સમય ૬ તારીખ મધરાત પછી અને 7 તારીખ સવારનો જણાવવામાં આવ્યો છે. તેમજ આ સમય દરમિયાન ગુજરાતમાં ધીમીધારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે.

મહા વાવાઝોડું શનિવારે નબળું પડવાના સમાચારો હતા પરંતુ હવે સ્થિતિ બદલાતા ગંભીર ચક્રવતી રૂપે ગુજરાતમાં 100 થી 120 ની ઝડપે આવશે. માછીમારોને પણ આ સમયે દરિયો ન ખેડવા માટે એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વાવાઝોડાની અને વરસાદની ભારે અસર જોવા મળી છે. અલગ અલગ વિસ્તારોમાં પાકને નુકશાન પણ થયું છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદી વાતાવરણ જામ્યું છે. તેમજ સાથે સાથે ઠંડી પણ છે. તેમજ શનિવારે કચ્છના અમુક વિસ્તારોમાં પણ વરસાદ થયો હતો.

ગુજરાતમાં વાવાજોઝા અને વરસાદની આગાહીને કારણે એનડીઆરએફ ની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. ગુજરાતના અલગ અલગ દરિયાકાંઠા માટે લગભગ 15 જેટલી NDRF ની ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!