પાંચ એવી વ્યક્તિઓ કે જેમને હાર્ટ એટેક આવવાની સંભાવના સૌથી વધારે હોય…. તમે આ લીસ્ટ માં નથી ને?

દોસ્તો હાલના સમયમાં મુખ્યત્વે લોકો હાર્ટએટેકને કારણે મૃત્યુ નું કારણ બની શકે છે. પણ શું તમે જાણો છો કે કેવા લોકોને હાર્ટએટેક આવવાની સંભાવના સમાન્ય વ્યક્તિઓ કરતાં વધારે હોય છે. તો આજે અમે તમને એવા પાંચ વ્યક્તિઓ વિશે કહીશું  જેમને હાર્ટએટેકની સંભાવના સૌથી વધુ હોય છે.

સૌથી પહેલા તો વધુ ઉંમરના વ્યક્તિને હાર્ટએટેક આવવાની સંભાવના વધુ હોય છે. તેમાં પુરુષોને 45 ની ઉમર પછી હાર્ટએટેક આવવાની સંભાવના વધુ હોય છે અને યુવતીઓમાં 55 ની ઉમર પછી હાર્ટએટેક આવવાની સંભાવના વધે છે અને જેમ જેમ ઉંમરમાં વધારો થાય છે તેમ આ હાર્ટએટેકની તકલીફ પણ દિવસે દિવસે વધતી જાય છે.

દોસ્તો જેમ જેમ દિવસો વધતા જય છે એમ એમ તમાકુનું પ્રમાણ વધતું જાય છે. તમાકુ એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકસાનકારક છે. હાર્ટએટેકની બાબતમાં પણ કંઇક આવું જ છે. કોઈપણ પ્રકારે તમાકુનું સેવન કરવામાં આવે તો હાર્ટએટેક પણ આવી શકે છે. તેમાં સિગારેટ પીવી એ મુખ્ય છે. જો વધુ લંબા સમય સુધી સિગારેટ પીવામાં આવે તો હાર્ટએટેકની સંભાવના પુષ્કળ પ્રમાણમાં  વધી જાય છે. સિગારેટ પીવાથી તમારી રક્ત નલિકાઓ લાંબી તથા પાતળી થાય છે અને તેમાં બેડકોલેસ્ટ્રોલ વધે છે જેથી તમને હાર્ટએટેક પણ આવી શકે છે.

ત્યારપછી ત્રીજું છે એવા વ્યક્તિ કે જેને હાઈ બ્લડપ્રેશરની તકલીફ વધુ રહેતી હોય. વધુ લાંબા સમય બાદ જે લોકોને હાઈ બ્લડપ્રેશર ની સમસ્યા રહે છે તેના શરીરમાં રહેલી નલિકાઓ કે જે હૃદયને લોહી પહોંચાડવાનું કાર્ય કરે છે તે મંદ પડે છે અને હાર્ટએટેક આવે છે. તેથી આવા લોકોએ લો કોલસ્ટ્રોલ વાળો ખોરાક ખાવો જોઈએ અને દરરોજ પૂરતા પ્રમાણમાં કસરત કરવી જોઈએ.

ત્યારપછી જાડા વ્યક્તિને હાર્ટએટેક આવવાની સંભાવના પણ વધી જાય છે. જાડા લોકો મુખ્ય કારણ ફાસ્ટફૂડ અને વજનવાળા ખોરાકનું સેવન કરતા હોય છે તેથી એ લોકોના શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય છે. તેને હાર્ટએટેક આવે છે. જો આ જાડા વ્યક્તિઓ દસ ટકા વજન ઘટાડે તો તેમને હાર્ટએટેક આવવાની સંભાવના પણ ઘટી જાય છે.

ડાયાબિટીસની તકલીફ હોય તેવા લોકોને પણ હાર્ટએટેક આવી શકે છે. પેન્ક્રિયાઝ હોર્મોન્સ ક્રિયેટ ન થવાના કારણે તમારા શરીરમાં શુગરનું પ્રમાણ માં વધી જાય છે અને હાર્ટએટેક થવાની શક્યતા પણ વધુ પ્રમાણમાં જાય છે.

ત્યારબાદ એવા લોકોને હાર્ટએટેકનું પ્રમાણમાં વધે છે જેમને તેના પરિવારમાં અથવા દાદા-પરદાદાને હાર્ટએટેક એકવાર આવેલ હોય. આ કારણે તમે વધુ ફેરફાર કરી શકતા નથી. પણ જો તમે જરૂર પ્રમાણમાં તંદુરસ્ત રહો, રોજ પાંત્રીસથી ચાલીસ પગલા ઝડપથી ચાલવામાં આવે અને હમેશા એક્ટિવ લાઇફસ્ટાઇલ જીવો તો હાર્ટએટેકની શક્યતા બને એટલું ઓછું રહે છે.

ત્યારપછી સૌથી છેલ્લે એવા લોકો કે જે શારીરિક રીતે મહેનત ખુબ જ ઓછું કરે છે અને જેમનું બેઠાડું જીવન ગુજારી રહ્યા છે તેવા લોકોને હાર્ટએટેક આવવાની શક્યતા વધુ હોય છે. શારીરિક શ્રમ ન થવાના કારણે બ્લડ કોલેસ્ટ્રોલનું પ્રમાણમાં વધી જાય છે અને તેમની રક્ત નલિકામાં ફેટ ડીપોઝ થવા લાગે છે. આ બાબતને લઈને cardiovascular health ની સમસ્યામાં વધારો થઈ જાય છે  અને હાર્ટએટેકની સંભાવનામાં વધારો કરે છે.

તો દોસ્તો જો તમે પણ આવી કોઈ પણ પરિસ્થિતિમાં છો તો તમે સવસ્થ બનીને તમારી હેલ્થમાં સુધારો કરીને હાર્ટએટેક આવવાની સંભાવનાથી બચી શકાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!