ભૂખ્યા પેટે લસણ નું આ રીતે સેવન કરવાથી આટલા ચમત્કારિક ફાયદા થશે

દોસ્તો આપણા ભારતીય આયુર્વેદમાં એવું માનવામાં આવ્યું છે કે, જો લસણનું સેવન કરવામાં આવે તો આપણે યુવાન રહી શકીએ છીએ. સાથે સાથે ઘણી બધી બીમારીઓમાં દવાનું પણ કામ કરે છે. કેમ કે કબજિયાત, બવાસીર, કાનનો દુઃખાવો, બ્લડ પ્રેશર તથા ભૂખને ખૂલવામાં પણ ફાયદાકારક થાય છે. લસણ એક પાકૃતિક એન્ટીબાયોટિક ચીજ છે. જે આપણા શરીરમાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. પણ આપણે ત્યાં લસણનો ફાયદો મોટા ભાગે ભોજનમાં સ્વાદને વધારવા માટે થાય છે.

જેના ઉપયોગના કારણે ખાવામાં સ્વાદ પણ સારો આવે છે. માટે ભારતમાં તેનો ઉપયોગ શાક બનાવવા માટે ખુબ જ કરવામાં આવે છે.

પણ આયુર્વેદ અનુસાર જોઈએ તો માત્ર એક જ લસણની કળી આપણા સ્વાસ્થ્યને લગતી ઘણી બીમારીથી બને એટલા દુર રાખે છે. લસણ ફ્કત આપણા જમવાનો સ્વાદ જ નથી વધારતું, પણ તે આપણા શરીરના સ્વાસ્થ્યનું ખુબ જ ખ્યાલ રાખે છે. પણ જો માત્ર લસણની કળીનું સેવન ભૂખ્યા પેટે કરવામાં આવે તો આપણા શરીર માટે અમૃત સમાન પુરવાર થાય છે. તો આવો જાણીએ લસણની કળીથી શું શું ફાયદા થાય છે. દોસ્તો આજના સમયમાં લોકોને ભૂખ ઓછી લાગવાની પણ તકલીફ થાય છે.

ખાસ કરીને જે લોકો બેઠાળુ જીવન જીવી રહ્યા હોય છે, તેને આ પ્રકારની તકલીફ હોય છે. પરંતુ જો તકલીફમાંથી બહાર આવવું હોય તો લસણનું સેવન પણ કરવું જોઈએ. લસણનું સેવન આપણી ભૂખને વધુ પ્રમાણમાં હોય છે. ઘણી વાર ઓછી ભૂખ લાગવાથી આપણા પેટમાં એસીડ પણ બનતું હોય છે. પણ જો લસણ ખાવામાં આવે તો આપણા પેટમાં એસીડ બનતું નથી તથા આપણને સમયસર ભૂખ પણ લાગે છે. માટે જો ભૂખ ન લાગવાની સમસ્યા હોય તો લસણનું સેવન કરવું જોઈએ. જે તમારા શરીરના તણાવ ને પણ બને એટલો ઓછો કરે છે.

હમણાં લગભગ લોકોમાં કેલ્શિયમની કમીના લીધે દાંતમાં દુઃખાવો થતો હોય છે. પરંતુ આ તકલીફમાં પણ એક લસણની કળી ઉપયોગી બની શકે છે. કેમ કે લસણમાં પકૃત્તિક એન્ટીબેક્ટેરિઅલ હોય છે, અને તેની સાથે સાથે તેમાં દુઃખાવાને દુર કરવામાં ગુણો પણ રહેલા હોય છે. જેના કારણ દાંતમાં દુખાવામાં આરામ પણ અપાવે છે છે. પણ દાંતમાં જે જગ્યા પર દુઃખાવો થતો હોય ત્યાં લસણની એક કળીને પીસી નાખવાની તથા દુઃખાવા પર લગાવી દેવાની.

બ્લડ પ્રેશરની તકલીફ આજે નોર્મલ બની ગઈ છે, અમુક ઉમર પછી આ સમસ્યાથી લગભગ વ્યક્તિ ઘેરાય જાય છે. પરંતુ જો આ તકલીફમાં લસણનું સેવન કરવામાં આવે તો બ્લડ સર્ક્યુલેશન દરરોજ થાય છે. અને આ તકલીફમાં પણ રાહત મળે છે. પણ લસણ હાઈ બ્લડ પ્રેશરની સાથે સાથે હૃદયને લગતી બીમારીમાં પણ રાહત અપાવે છે.

લસણ આપણા પેટની સાથે સંકળાયેલી બધી જ તકલીફ માટે પણ ખુબ જ ફાયદાકારક છે. કેમ કે આપણા પેટમાં થોડાંક સમયે ઝેરી પદાર્થો પણ જામી જતા હોય છે. જેને સાફ કરવા માટે લસણનું સેવન કરવામાં આવે તો તેમાં રાહત થાય છે. આપણા પેટની દરેક તકલીફમાં લસણ આપણને ફાયદો કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!