આ દેશી ટ્રિક અપનાવશો તો માખીઓ નજીક પણ નહિ આવે – માખીઓ સતાવતી હોય એમને ખાસ કામનું

માખીઓ અથવા મચ્છર વરસાદની તથા ઠંડકની ઋતુમાં ખૂબ જ વધુ હેરાન કરે છે. માખીઓને ઘરમાં કે ઘરની આજુબાજુ બણબણતી હોય ત્યારે લોકોને સામાન્ય રીતે ગુસ્સો પણ આવતો હોય છે. ઘરમાં નાનામાં નાની જગ્યા મળી નથી કે તરત જ ઘરમાં આવી જતી હોય છે. ઘરમાં ખાવાપીવાની વસ્તુઓ તથા ફળ ફળાદી પર બેસીને ડંખ મારીને બીમારી ફેલાવતી હોય છે. જો કોઈ ભૂલથી પણ મીઠી વસ્તુ જોઈ જાય તો તેને તો છોડતી જ નથી. માખીઓ તરત જ તેના પર હુમલો કરી દે છે. મિત્રો આવી પરિસ્થિતિમાં તેને ઉડાડી ઉડાડીને હાથ પણ ઘણીવાર દુઃખી જતા હોય છે. પરંતુ આ જીદ્દી માખીઓ આપણો પીછો છોડતી નથી. તો આવો આજે આ આર્ટિકલ ના માધ્યમ દ્વારા તમે જાણો કે કઈ રીતે આ માખીઓનો છૂટકારો મેળવવો.

દોસ્તો બહુ બધી વાર તો વસ્તુઓ એવી હોય છે કે જે માખીઓને પ્રિય હોતી નથી. તેનો ખાસ કરીને ઉપયોગ આપણે માખીને ભગાવવામાં કરી શકીએ છીએ. આ સિવાય થોડી જાત બુદ્ધિ લગાવીને તેના માટે ટીપ્સ પણ બનાવી શકીએ છીએ. અને મિત્રો એ ટીપ્સ ઘરે જ બિલકુલ મફત જાતે જ બનાવી શકાય છે. તો મિત્રો અહીં આપેલી ટીપ્સને અમલમાં મૂકીને તરતજ માખીઓને બાય બાય કહી શકીએ છીએ.

મિત્રો ટીપ્સ વિશે વધારે જ્ઞાન મેળવતા પેહલા તમને માખી વિશે થોડી રોચક વાતો જાણી લઈએ.

માખીનું જીવન

તમને જણાવી દઈએ કે માદા માખી એ નર માખી કરતા થોડી મોટી હોય છે. દોસ્તો માખીઓ આટલી બધા પ્રમાણમાં શા માટે જોવા મળે છે. કેમ કે માખી એક વારમાં લગભગ 100 થી 125  ઈંડા મૂકી દે છે. ઈંડા સામન્ય રંગ સફેદ હોય છે. માખી કે મચ્છરના ઈંડા સડી ગયેલી વસ્તુ, કચરો, માલ વગેરે જેવી સામાન્ય જગ્યાએ મૂકે છે. આ ઈંડા 24 કલાકના ટોટલ સમયગાળામાં જ પગ વગરના ફેરફાર થઇ જાય છે. ત્યારપછી તે સડેલી તથા ગંદી ફૂડના ખાઈને ખોરાક ખાય છે. ત્યારપછી ત્રણથી ચાર દિવસ લાલ ભૂરા રંગના પ્યુપમાં રૂપાંતર પામે છે. દરેક પ્યુપમાંથી સંપૂર્ણ રીતે વિકસિત માખી નીકળે છે. પ્યુપમાંથી બહાર નીકળ્યા આવ્યા પછી માખીના આકારમાં રૂપાંતર પામે છે.

જો તમે કોઈ નાની માખીને ક્યારેય પણ જુઓ તો તેને સામાન્ય ન સમજવી એક માખી પંદરથી ત્રીસ દિવસ સૂધી સતત જીવતી રહે છે. માખીઓને લીધે ઘણી બધી બીમારીઓ આજુબાજુ ફેલાય છે. ફૂડ પોઈઝનીંગ, ટાઈફોઇડ, ટીબી, ડાયરિયા જેવી ઘાતક બીમારીનું કારણ બની શકે છે. માખીઓ હંમેશા સતત કંઈકને કંઇક જમતી રહે છે અને આમ તેમ મળ ત્યાગ કરતી રહે છે.

મિત્રો માખીઓને આ ટિપ્સ દ્વારા દૂર કરો

ઘરમાં ફેલાયેલા નાના ખાવા પીવાના ટૂકડા માખીને સામેથી નિમંત્રણ આપે છે. તો તરત જ તેને દૂર કરી દો. ચાસણી જેવી સમાન્ય મીઠી વસ્તું સપાટી પર ઢોળાય જાય તો તેને તરત જ સાફ કરી લેવી. કચરાના ડબ્બાને સાફ કરતા રહો અને દરરોજ કચરાના ડબ્બાને ઢાંકણું ઢાંકીને યોગ્ય બંધ રાખવું. એવી જગ્યા જ્યાંથી માખી ઘરની અંદર આવી શકે તેને સંપૂર્ણ પણે બંધ કરી દો. નળીઓને હંમેશા સૂકી અને સાફ સુથરી રાખવી .

જેવી રીતે ઉંદરડા પકડવાના પિંજરામાં જેવી રીતે ઉંદરને પકડીએ એવી જ રીતે ખાંડ નો ઉપયોગ કરીને માખીઓને પકડી શકાય છે. તેને એક જાળી કહી શકાય. તેના માટે એક ગ્લાલમાં અડધો કપ પાણી ભરો અને ત્યારપછી તેમાં ત્રણ ચમચી ખાંડ ભેળવી દો. હવે એક કડક કાગળનો કોણ બનાવી તેની અણીને એટલી કાપો કે જેનાથી માખી અંદર સરળતાથી ઘૂસી શકે. હવે ખાંડ વાળા ગ્લાસ પર આ કોણ સંપૂર્ણ ઢાંકી દો. અણી વાળો ભાગ અને તે પાણીથી થોડો ઉપર રહે તે રીતે રાખો. માખી ખાંડની સુગંધ સાંભળી કોણના કાણામાં ઘૂસી જશે પરંતુ બહાર નીકળી શકવાનો કોઈ જ રસ્તો બાકી રહેતો નથી.

જો કોઈ દ્વારના રસ્તાથી માખીઓ અથવા મચ્છરો ઘૂસી જતાં હોય તો તેનો એક આસન રીત અથવા તો ટિપ્સ છે. એક પારદર્શી પોલીથીનને અડધા પાણીથી સંપૂર્ણ ભરી દો. હવે તેના મોં ને સાવધાનીથી સંપૂર્ણ બંધ કરી દો જેથી તે બહાર ન આવી જાય. હવે તેને દરવાજા ઉપર લટકાવી દો. તેમાંથી રીફ્લેક્ટ થતી રોશનીથી માખીઓ ભ્રમિત થઇ જાય છે. તેથી તે દરવાજેથી અંદર નહિ આવે. પરંતુ આ ઉપાય માત્ર દિવસે જ કામ કરશે રાતના સમયે કામ કરશે નહિ.

ફળ પર બેસનારી માખીઓ માટે કાળામરી વાળું દૂધ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. તેને બનાવવા માટે એક કપ દૂધમાં ત્રણ ચમચી ખાંડ અને એક ચમચી કાળામરીને પીસીને તેમાં નાખી તેને પાંચથી સાત મિનીટ સૂધી ગરમ કરો. હવે તે દૂધને એક ડિશમાં રાખી જ્યાં માખીઓ આવતી હોય તે જગ્યાએ મૂકી દો તેનાથી માખી જો તે દૂધ પર બેસશે તો તે દૂધમાં ડૂબી જશે.

નીલગીરીના તેલની સુગંધથી માખીઓ બને એટલું દૂર રહે છે. જ્યાં માખીઓ વધારે પ્રણમામાં હોય તે જગ્યાએ નીલગીરીના તેલ વાળું કપડું બાંધી રાખી દો તો ત્યાં માખીઓ આવતા અટકશે નહિ.

માખીઓ ને જો તમારા ઘરથી બે મીટર અંતર સુધી દૂર રાખવી હોય તો આ એક ટિપ્સ અપનાવો. તેના માટે લીંબુને બે એકસરખા ટૂકડામાં કાપી લો. એક લીંબુના ટૂકડામાં છ થી સાત લવિંગ ભેગા કરી દો અને ફૂલ જેવો ભાગ ઉપર રાખવો. હવે જ્યાંથી માખીઓ ભગાડવી હોય ત્યાં તેને મૂકી દો એટલે માખીઓ ત્યાંથી લગભગ બે મીટર દૂર રહેશે.

જ્યાં તુલસી, ફુદીનો જેવા છોડ હોય ત્યાં માખીઓ ક્યારેય આવતી નથી. માટે તેને કૂંડામાં ભેળવી વાવી રાખો અને જો છોડ ના હોય તો તેના સૂકાયેલા પાંદડાને પીસી મલમલના કપડાની પોટલીમાં રાખી દો અને મચ્છરો આવતા હોય તે જગ્યા પર રાખી દો. માખીઓ દૂર જતી રહેશે.

આ સિવાય ઘરમાં કપૂરનો ધૂપ કરો તેની સુગંધથી માખીઓ ત્યાંથી દૂર થઇ જશે.

તો મિત્રો આ રીતે તમે ઉપર આપેલી ટિપ્સનો ઉપયોગ કરીને માખીઓને ભગાડી શકો છો અને બચી શકો છો

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!