ટૂંક સમયમાં બોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરશે ઋતિક રોશનની બહેન – પશ્મિનાની સુંદર તસ્વીરો જોવા જેવી છે

ફિલ્મ “કહો ના પ્યાર હૈ”થી બોલીવુડમાં એન્ટ્રી લેનાર અભિનેતા રિતિક રોશને તેના અભિનયથી એ વાત સાબિત કરી દીધી કે તેનો જન્મ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે જ થયો છે. પોતાની પહેલી જ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ થી રિતિકએ લોકો પર એવું જાદુ ચલાવ્યું કે દરેક ઉંમરના લોકો તેના દીવાના થઇ ગયા. ઋતિક રોશન એક જમાનાના પ્રખ્યાત અને સુપરહિટ એક્ટર રાકેશ રોશનનો દીકરો છે.

 

View this post on Instagram

 

Every year when she lights the flame and does my aarti,I struggle a little to hide my eyes tearing up. Happy Raksha Bandhan.

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on

 

આજના સમયમાં રિતિક રોશન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી ટેલેન્ટેડ અને સફળ એક્ટર્સમાંથી એક છે. સ્ટાર પરિવારમાંથી હોવા છતાં રિતિકે બોલીવુડમાં તેની મહેનતથી જ સફળતા હાંસિલ કરી છે. હવે રિતિક રોશનની બહેન પશમીના રોશન પણ એક્ટિંગની દુનિયા એન્ટ્રી કરવા જઈ રહી છે. મીડિયા અનુસાર રિતિક રોશન ના કાકા રાજેશ રોશનની દીકરી પશ્મિના રોશન ટૂંક જ સમયમાં બોલીવુડમાં એન્ટ્રી કરવાની છે.

રીપોર્ટમાં જણાવ્યું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પગ મુક્યા પહેલા પશ્મીના તેની ડેબ્યુની તૈયારી કરી રહી છે તેમજ રિતિક રોશન પણ તેની નાની બહેન પશમીનાને ગાઈડ કરવા માટે જાતે જ ટ્રેનીંગ પણ આપે છે. રીપોર્ટ અનુશાર રિતિક રોશન પશમીનાની સૌથી નજીક છે. તેથી તે પોતે જ પર્સનલી તેને ગાઈડ કરી રહ્યા છે. બોલીવુડમાં એન્ટ્રી કાર્ય બાદ પશમીના અન્ય યંગસ્ટર્સને બરાબરની ટક્કર આપી શકે છે.

જો વાત કરવામાં આવે રિતિક રોશનની તો હાલમાં જ તેની રીલીઝ થયેલ ફિલ્મ “વાર” સુપરહિટ રહી છે. આ ફિલ્મમાં રિતિક સાથે ટાઈગર શ્રોફ પણ લીડ રોલમાં હતા. આ ફિલ્મએ બોક્સ ઓફીસ પર સારી એવી કમાણી કરી છે. સુત્રો અનુસાર પાશમીના માત્ર 18 વર્ષની લાગે છે પરંતુ સમજદારીનાં મામલે તેની ઉંમર 40 વર્ષનાં વ્યક્તિ બરોબર છે.

જણાવી દઈએ કે પશમીનાની ઉંમર માત્ર 23 વર્ષ છે. 10 નવેમ્બરે પશમીના 24 વર્ષની થઇ જશે. પશમીના પાસે ખુબ જ મજબુત થિયેટર બેકગ્રાઉન્ડ છે. તેમજ પશમીનાએ બૈરી જોન એક્ટિંગ સ્કુલમાંથી 6 મહિનાનો સ્પેસીયલ કોર્સ પણ કર્યો છે.

પશમીનાએ થીએટર એક્ટર અભિષેક પાંડે અને ગોલ્ડ બર્ગ પાશે થી પણ એક્ટિંગની ટ્રેનીંગ લીધી છે. જણાવી દઈએ કે પશમીના બી ટાઉન માં પગ મુકનાર રોશન ફેમીલીની થર્ડ જનરેશનની પહેલી સદસ્ય હશે. રિતિક રોશન પશમીનાની ખુબ જ નજીક છે અને તેને પશમીના સાથે ઇન્સ્ટાગ્રામ પર ઘણીબધી તસ્વીરો પણ શેર કરી છે.

જ્યારે પશમીનાએ પહેલી વખત થીયેટર કર્યું હતું ત્યારે રિતિક રોશને સોશિયલ મીડિયા પર તેના ખુબ જ વખાણ કાર્ય હતા. તેની કઝીન સિસ્ટરનાં ડેબ્યુને લઈને રિતિક રોશન ખુબ જ એક્સાઈટેડ છે. ફિલ્મોમાં આવ્યા પહેલા પશમીન સ્ટેજ એક્ટર તરીકે તેનું નામ બનાવી ચુકી છે. હવે જોવાનું એ છે કે બોલીવુડમાં તેનું પાનું કેવું ચાલે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!