ઉઠો અને તમને ખબર પડે કે તમે ‘ગર્ભવતી’ છો તો શું કરશો? – IAS માં જયારે આવું પૂછયું અને પછી..

તમે જાણો જ છો કે તમે એક આઈ.એ.એસ. ઑફિસર બનવા માંગતા હોય તો તેના માટે તમારે કેટલીય અઘરી પરીક્ષાનો સામનો કરવો પડે છે. આઈ.એ.એસ બનવા માટે યુ.પી.એસ.સી.ની પરીક્ષા આપવી પડે છે. યુ.પી.એસ.સી.ની. પરીક્ષા દેશની અઘરી ગણાતી પરીક્ષાઓમાની એક છે. આ પરીક્ષા પાસ કરવી જેટલી મુશ્કેલ છે તેટલું જ મુશ્કેલ કાર્ય તેના ઇન્ટરવ્યુમાં પાસ થવું તે છે. તમને જણાવી દઈએ કે, યુ.પી.એસ.સી.ના પૂછાતા મોટા ભાગના પ્રશ્નો એવા વિચિત્ર હોય છે કે, ઉમેદવારોનું મગજ ચકરાવે ચઢી જાય છે. ઘણી વખત ઇન્ટરવ્યૂવાળા ઉમેદવારનું હાજરજવાબીપણું અને આઈ.ક્યુ.

ચેક કરવા માટે આ પ્રકારના અઘરા સવાલો પૂછે છે. અહીંયા અમે તમને થોડાક એવા પ્રશ્નો વિશે જણાવીશું જે અગાઉ આઈ.એ.એસ.ના ઇન્ટરવ્યૂમાં પૂછાય ગયા છે. તો આવો જાણીએ કેટલાક એવા વિચિત્ર પ્રશ્નો અને તેના જવાબો જે અગાઉ આઇ.એ.એસ.ની પરીક્ષાના ઇન્ટરવ્યૂ માં પૂછાય હતા.

I.A.S.ના ઇન્ટરવ્યૂ માં પૂછાયેલા વિચિત્ર પ્રશ્નો અને તેના સંભવિત જવાબો-

૧) પ્રશ્ન – રામ અને શ્યામ જોડિયા ભાઈ છે, બન્નેનો જન્મ મે મહિનામાં થયો હતો પણ એનો જન્મદિવસ જૂનમાં આવે છે, તે કેવી રીતે શક્ય છે?


જવાબ – મે એ જે તે શહેરનું નામ છે કે જ્યાં બન્ને નો જન્મ થયો હતો.

૨) પ્રશ્ન – કેવી રીતે એક ઈંડાને ફર્શ ઉપર પાડવામાં આવે કે તે ટૂટે નહિ?


જવાબ – ફર્શ ઈન્ડાથી વધુ મજબૂત હોય છે તેથી તે ન ટૂટે.

૩) સવાલ – એક સવારે તમે ઉઠો અને તમને ખબર પડે કે તમે ગર્ભવતી છો તો તમે શું કરશો?


જવાબ – હું ખૂબ ખુશ થઈશ અને મારા પતિને આ ખુશ ખબર આપીશ.

૪) પ્રશ્ન – એક બિલાડીના ત્રણ બચ્ચા હતા, જેના નામ જાન્યુઆરી, ફેબ્રઆરી, મે હતા માનું નામ શુ હતું.

જવાબ – માનું નામ ‘ શુ ‘ હતું.

૫) પ્રશ્ન – જો હું તમારી બહેનને લઈને ભાગી જાવ તો તમે શું કરશો?


જવાબ – તો કદાચ તમે એ સંબધમાં પસંદ થઈ જાવ. કારણકે, મને મારી બહેન માટે તમારાથી સારો મુરતિયો નહિ મળે.

૬) પ્રશ્ન – જેમ્સ બોન્ડ પરેશુંટ પહેર્યા વિના પ્લેનમાંથી નીકળી જાય છે તો પણ એ બચી જાય છે. કેવી રીતે?


જવાબ – કેમકે, પ્લેન એ સમયે રન વે પર જ હતુ.

૭) પ્રશ્ન – નાગ પંચમી નુ વિરોધી શુ થાય?

જવાબ – નાગ ડુ નોટ પંચ મી.

૮) પ્રશ્ન – એક માણસ આઠ દિવસ ઊંઘ્યા વગર કેવી રીતે રહી શકે છે?

જવાબ – કેમકે, તે રાત્રે નીંદર કરે છે.

૯) પ્રશ્ન – ભગવાન રામે પ્રથમ દિવાળી કઈ જગ્યાએ ઉજવી હતી?


જવાબ – દિવાળી પર્વની શરૂઆત ભગવાન રામ પછી થઈ તેથી રામે દિવાળી ક્યારેય મનાવી નથી.

૧૦) પ્રશ્ન – જો ૨ કંપની છે, અને ૩ ભીડ છે તો, ૪ અને ૫ શુ થાય?


જવાબ – ૪ અને ૫ હમેશા ૯ જ થાય.

૧૧) પ્રશ્ન – તમે નાસ્તામાં ક્યારેય શુ નથી ખાતા?


જવાબ – વાળું (ડિનર)

૧૨) પ્રશ્ન – નામ લીધા વિના તમે સપ્તાહના ત્રણ વારના નામ જેમ કે,બુધવાર,શુક્રવાર અને રવિવાર એમ કહી શકો છો?


જવાબ – આવતીકાલ,આજ અને ગઈકાલ.

૧૩) પ્રશ્ન – જો વાદળી સમુદ્રમાં લાલ પથ્થર ફેંકો છો તો, શુ થશે?

જવાબ – પથ્થર પલળી જશે અને ડૂબી જશે.

૧૪) પ્રશ્ન – એક હત્યારાને મોતની સજા સંભળાવવમાં આવી. તેને ત્રણ રૂમ દેખાડવામાં આવ્યા. પેલા રૂમમાં આગ હતી, બીજા રૂમમાં હત્યારાઓ (ખૂનીઓ) હતા, ત્રીજા રૂમમાં એક વાઘ હતો જે ત્રણ વર્ષથી ભૂખ્યો હતો. તો આ હત્યારાએ ક્યા રૂમમાં જવું જોઈએ?


જવાબ – હત્યારાએ રૂમ નંબર ત્રણમાં જવું હોઈએ,કારણકે ત્રણ વર્ષથી ભૂખ્યો વાઘ તો અત્યાર સુધીમાં મરી ગયો હોય.

જ્ઞાન સાથે ગમ્મતના આવા રસપ્રદ આર્ટિકલ વાચતા રહો અને જોડાયેલા રહો અમારી સાથે…

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!