ભારતમાં સૌથી પહેલા આ એક જગ્યા પર ઊગે છે સૂર્ય, એકવાર અવશ્ય જવા જેવી જગ્યા છે

દોસ્તો જો આ સમગ્ર વિશ્વ પર સૂર્ય પ્રકાશ ન હોત તો લગભગ આપણું જનજીવન શક્ય બન્યું જ નાહોત. પણ કુદરતના પંચતત્વ જો પૃથ્વી પર ન હોય તો લગભગ કોઈ પણ જીવનો અવકાશ ન ન હોત. પણ આ પાંચ તત્વએ આપણને જીવંત બનાવી રાખ્યા છે. તો આજે અમે તેમાંથી એક મહત્વની વસ્તુ અગ્નિ, એટલે કે પ્રકાશ વિશે જાણ કરવા જઈ રહ્યાં છીએ. કેમ કે આપણા મહત્વના દિવસની શરૂઆત જ પ્રકાશ દ્વારા થાય છે. જો એક દિવસ પણ પ્રકાશ જમીન પર ન આવે તો જીવન બગડી જાય છે. તો આજે અમે તમને આ આર્ટિકલમાં જણાવશું કે ભારતમાં કંઈ જગ્યા પર સૌ પ્રથમ સૂર્યનો પ્રકાશ પડે છે. તો આવો જાણીએ તેના વિશે વધુ માહિતી.

દોસ્તો ભારતમાં જે જગ્યા પર સૌથી પહેલા સૂર્યનો પ્રકાશ આવે છે એ સ્થાનને ઉગતા સુરજની ભૂમિ  તરીકે ઓળખવામાં આવે છે. તો દોસ્તો એ ઉગતા સુરજની ભૂમિ અરુણાચલ પ્રદેશને કહેવામાં આવે છે. અરુણાચલ પ્રદેશમાં એ જગ્યા આવેલી છે જ્યાં ભારતમાં સૌથી પહેલા સૂર્યના કિરણો આવે છે. દોસ્તો આ જગ્યાને ખુબ જ પવિત્ર પણ કહેવામાં આવે છે. કારણ કે આદિ દેવ સૂર્યનારાયણના સૌ પ્રથમ કિરણો આ ભૂમિ પર આવે છે. અરુણ એટલે કે સૂર્ય અને ચલનો સીધો થાય ઉદય થવો અથવા આગળ વધવું. એટલે કે અરુણાચલનો અર્થ છે સૂર્યનો ઉદય થવો. ભારતના આ એક માત્ર રાજ્ય જ છે જ્યાં સૌથી પહેલા સૂર્યના કિરણો પોતાના પગ રાખે છે. અરુણાચલ પ્રદેશની ડોંગ વેલીની દેવાંગ ઘાટી એક એવું સ્થાન છે, જ્યાં દિવસ તથા રાતનું ચક્ર ભારત દેશના બીજા રાજ્ય અને ભાગો કરતા ખુબ જ અલગ જોવા મળે છે.

અરુણાચલમાં ચાઈના તથા મ્યાનમારની બોર્ડર પર આવેલું ભારતની આ જગ્યા છે ત્યાં આશરે અઢી કલાક પહેલા જ સૂર્ય ઉગી જાય છે. એટલે ત્યાં રોજ આશરે 4 વાગ્યા નજીક સૂર્ય પોતાના કિરણોને જમીન પર રેલાવે છે અને ત્યાં બધું પ્રકાશિત પણ કરે છે. ત્યાં રાત્રે ત્રણ વાગ્યે તો સૂર્યની લાલીમાં પણ દેખાવા લાગે છે. ધીમે ધીમે ચાર વાગતા સૂરજ પણ ઉગી જાય છે.

સૂર્યના પહેલા કિરણોને જોવા માટે નવા વર્ષ દરમિયાન બધા ટુરિસ્ટ દેવાંગ ઘાટી પાસે આવે છે. આ ઘટી સમુદ્રતટ પરથી 2655 મીટરની ઉંચાઈ પર આવેલું છે. જે લોકોના જીલ્લાના મૈકમોહન લાઈનની પાસે જ છે.

પણ દોસ્તો સૌથી મહત્વની વાત એ છે કે, જ્યારે દિલ્લીમાં બપોરના 4 વાગ્યા હોય છે, તે સમયે ત્યાં રાત પણ થઇ જાય છે. દેશના પૂર્વમાં હોવાના લીધે અરુણાચલ પ્રદેશમાં કિરણો પહેલા આવે છે. પણ આ બાજુ  પશ્વિમ દિશામાં સ્થિત ગુજરાત એવું એક રાજ્ય છે જ્યાં સુરજની કિરણો સૌથી છેલ્લે કિરણો પહોંચે છે.

તો દોસ્તો હવે તમે જાણી લીધું કે ઈન્ડિયામાં સૌ પ્રથમ સૂર્યોદય કંઈ જગ્યા પર થાય. જો તમને પણ ક્યારેક અવસર મળે તો અરુણાચલ આ જગ્યા પણ જરૂર જવું જોઈએ. જ્યાં સૌથી પહેલા સૂર્યના કિરણો આવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!