10માં સુધી અભ્યાસ કર્યો, પછી રિક્ષા ચલાવી, ફૂટપાથ પર પણ સૂઈ જતા, પછી બનાવ્યું એક એવું મશીન અને બની ગયા અમીર

કહેવામાં આવે છે કે જ્યાં જવાનું તેનો કોઇને કોઇ રસ્તો જરુર હોય જ છે.જો તમારા ઇરાદાં વધુ મજબૂત હોય તો તમારો ફેમિલી બેકગ્રાઉન્ડ અથવા એજ્યુકેશન કદી પણ તમારા સ્વપ્નો પૂરા કરતા રોકી શકતા નથી.‌ આવુ જ કઇક હરિયાણાના ધર્મબીર કમ્બોઝની સાથે બન્યું છે. યમુનાનગર જીલ્લાના ગામ દાબલામાં જન્મ પામેલા વડીલ ધર્મબીર એક ખૂબ જ ગરીબ કુટુંબમાંથી આવે છે.તેમણે 10માં સુધી અભ્યાસ કર્યો છે.ધર્મબીરે જીવનમાં વિવિધ મુશ્કેલીઓનો સામનો કર્યો છે, ફુટપાથ પર રાત્રે સુવાનુ, કુટુંબથી દૂર રહે છે, પણ આજે તે એક સફળ વ્યક્તિ બની ગયા છે. તો ચાલો આપણે તેની જીતની વાર્તાને સાંભળીએ અને તમે પણ કંઇક પ્રેરણા લઇએ.

ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે ધર્મબીર શાળાના દિવસોમાં જ તે પૈસાનો જુગાડ કરી લેતા હતા.તે ક્યારેક લોટ દળતા તો ક્યારેક સરસોનુ તેલ પણ વેચતા હતા. હમેશા કામની શોધમાં તે દિલ્હી પણ ગયા. તે સમયે ઘરમાંથી નિકળતા તેમના ખિસ્સામાં ફક્તને ફક્ત 70 રૂપિયા જ હતા. એ 70 રૂપિયામાંથી તો 35 તો ભાડામાં ખર્ચ થઇ ગયા. ત્યારપછી તેઅો દિલ્હી પહોંચ્યા તો ત્યા તો ન ખાવા ના ઠેકાણા હતા ન તો રહેવાના. દિલ્હીની વધુ પડતી ઠંડીમાં તેઅો રસ્તા પર રજાઈ પાથરીને સુઈ જતા હતા. પછી કોઇઅે કહ્યું કે રિકશા જ ચલાવી લો. પણ એક દિવસ એવી દુર્ઘટના થઈ ગઇ અને તેઅો પાછા ગામડે પરત ફર્યા.

ઘરે પરત આવીને ધર્મબીરે ખેતીનુ કામ કાજ શરૂ કર્યું. આ કામમાં તેમને નફો પણ થયો તો પછી તેમણે ખેતીમાં જ વધુ ફોકસ કર્યું. તે મશરૂમ તથા સ્ટ્રોબેરીની ખેતી કરવા લાગ્યા અને નફાથી તેમણે તેમનુ દેવુ પણ ચુકવી દીધુ. એક સમય એવો પણ આવ્યો જ્યારે તેમણે 70 હજાર પ્રતી અેકર ટમેટા વેચી નાખ્યા. આ સમય બાદ જ્યારે તેમણે વાસ્તવિક જીવનનો અનુભવ કર્યો કે ખેડૂત ને ફાયદો તો જ થાય જો તે તેનો સામાન બજાર સિવાય જાતે જ પ્રોસેસિંગ કરી વેચે. તે માટે તેમણે જાતે મશીન બનાવવાનુ વિચાર કર્યો. ધર્મબીર કહે છે કે તે ભણવામાં ભલે નબળા હતા,પરંતુ થોડી ઘણી મશિનરી બનાવી લેતા તેથી જ તો તેઅો ગામમાં પોતાના બનાવેલા હિટરો પણ વેચત‍ા હતા.

શરુઆતના દિવસોમાં તેમને મશીનનો એક સ્કેચ બનાવ્યો. ત્યારબાદ તે એક લોકલ મેકેનિક પાસે ગયા. મેકેનિકે મશીન બનાવવા 35 હજારની માંગણી કરી તો ધર્મબીરે કોઈ 20 હજારમાં જુગાડ કરી મશીન બનાવવાનું કામ શોધી કાઢ્યું. 9 મહિના બાદ મશીન રેડી થયું,તેને ‘મલ્ટિ-પ્રોસેસિંગ મશીન’ નામ આપવામાં આવ્યું. આ મશીનની ખાસિયત તે હતી કે તેમાં ગુલાબ, એલોવેરા, આવલા, તુલસી, અમૃદ ઇત્યાદિ પ્રક્રિયાઓ થઈ શકે છે.અને તેઅો આ મશીનની મદદથી જેલ, જૂસ, તેલ, શેમ્પૂ જેવી અનેક વસ્તુઓ પણ તૈયાર કરી શકતા હતા. સિંગલ ફેજ મોટર પર ચાલતા આ મશીનને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતુ હતુ.

ત્યારબાદ ધીરે ધીરે તેમણે આ મશીનને લોકોને પણ વેચવાની શરૂઆત કરી. તેનો શરૂઆત નો ભાવ 55 હજાર રાખવામાં આવેલો. તેમના આ કામના સમાચાર પણ આવવા લાગ્યા હતી, જેમાં ગુજરાતના હની બી નેટવર્ક અને જ્ઞાન ફાઉંડેશને રસ દાખવ્યો. હની બી નેટવર્કે ધર્મબીરની આ મશીનમાં થોડક ફેર બદલાવ કરી અને તેના પાંચ જુદા જુદા નમૂનાઓની તૈયાર કર્યા. સૌથી મોટી મશીનની કિંમત 1 લાખ 80 હજાર રાખવામાં અવી છે જ્યારે સૌથી નાના મશીનનો ભાવ 45 હજાર સુધી રાખવામાં આવે છે. તેમના આ કાર્ય માટેના ધર્મબીરને 2009 માં ‘નેશનલ ઇનોવેશન ફૂડનેશન’ માં સમ્માન પણ મળ્યું તથા વર્ષ 2012 માં ફર્મર સાઇન્ટિસ્ટ નો અેવોર્ડ પણ મળી ચૂક્યો હતો.

હમણાં તે ધર્મબીરની મશિનો ન ફક્ત ભારતમાં જ પણ જાપાન, દક્ષિણ આફ્રિકા, કેન્યા, નેપાળ અને નાઇજીરીયા જેવા વિવિધ દેશોમાં પણ વેચાય છે.આ મશીન દ્વારા અનેક પ્રોડક્ટ્સ બનાવવાની તાલીમ પણ અપાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!